શરાબનાં શોખીનો માટે સારા સમાચાર! બજારમાં આવી ગઈ છે અફલાતુન ચીજ, વ્હિસ્કી થી ઓછો અને બીયર થી વધારે નશો

આજનાં સમયમાં શરાબના શોખીન ની ગણતરી ઝડપથી વધી રહી છે. બજારમાં ઘણા પ્રકારની શરાબ મળે છે. તેમાં વ્હિસ્કી, બિયર, વાઇન જેવી તમામ ચીજો મળી જાય છે. તેવામાં શરાબના શોખીનો માટે કંપનીઓ હવે નવા-નવા પ્રયોગ પણ કરી રહી છે.

યુવાનો માટે અનોખો પ્રયોગ

આ નવા પ્રયોગમાં હવે એક બોટલ બિયર પીવા પર બમણો નશો થશે. આજના સમયમાં મોટાભાગના યુવાનો વ્હિસ્કી ને બદલે બિયર પીવાનું પસંદ કરે છે. મોટાભાગના યુવાનો મોંઘામાં મોંઘી બિયર પીવાનું પસંદ કરે છે, પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જે બીયર તો પીવે છે, પરંતુ એક કેન એકથી વધારે પીવા માગતા નથી. તેઓ ઇચ્છતા હોય છે કે એક બીયર માં તેમને એટલો નશો થઇ જાય. જેનાથી તેમણે બીજી બિયર ખરીદવાની જરૂરિયાત ન પડે.

શરાબથી ઓછો અને બિયર થી વધારે નશો

મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો યુવાનોની અનોખી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કંપનીઓનો આ નવો પ્રયોગ લોકોને પસંદ આવી રહ્યો છે. જે શરાબથી ઓછો અને બિયર થી થોડો વધારે નશો ઈચ્છે છે.

એક બોટલ ની કિંમતમાં બમણો નશો

માર્કેટમાં અત્યાર સુધીમાં ૮ ડિગ્રી આલ્કોહોલ બીયર ઉપલબ્ધ હતી. ૮ ડીગ્રીવાળા કેન ની કિંમત બજારમાં ૧૧૦ રૂપિયાથી લઈને ૧૩૦ રૂપિયા સુધી છે. જ્યારે બોટલ ૧૫૦ રૂપિયાની આસપાસ મળે છે. તેવામાં શોખીનો માટે કંપનીએ બજારમાં ૧૫ ડિગ્રી આલ્કોહોલ બીયર ઉતારી દીધી છે. તેની કિંમત એક બોટલ બરાબર છે. તેવામાં એક બોટલ જેટલો ખર્ચ કરવાવાળા લોકો નો નશો બમણો થઇ જશે.

ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ફરી થયો પ્રયોગ

હાલમાં માર્કેટમાં બે બ્રાન્ડમાં આવી બિયર ઉતારવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ ડિગ્રીને બિયર લગભગ ૨૦ વર્ષ પહેલાં બજારમાં આવી હતી, પરંતુ બાદમાં તેને બંધ કરી દેવામાં આવેલ. બજારની માંગણીને ધ્યાનમાં રાખીને હવે લાંબા સમય બાદ આટલા આલ્કોહોલ વાળી બિયર બજારમાં ઉતારવામાં આવી છે.