શરીર માટે વરદાન છે નાકનાં વાળ, હવે નાકનાં વાળ તોડતા પહેલા ૧૦૦ વખત વિચારજો

વ્યક્તિનાં શરીર પર રહેલા વાળ કોઈને કોઈ રીતે આપણી રક્ષા કરે છે. પરંતુ ફેશનને કારણે આપણે તેને આપણા શરીરમાંથી હટાવી દઈએ છીએ. તેનાથી ભલે આપણી સુંદરતામાં નિખાર આવે છે, પરંતુ આવું કરવાથી ક્યાંકને ક્યાંક આપણે પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીએ છીએ. જે રીતે ઘણા લોકો નાકના વાળને ખરાબ લાગવાને લીધે કાપી નાખે છે અને તેમની આ આદત તેમના જીવનને મુશ્કેલીમાં મુકી શકે છે. તેના કારણે જીવ ઉપર જોખમ પણ ઉભો થઈ શકે છે. આજે અમે તમને નાકનાં વાળ સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીએ જેનાથી તમે તેનું મહત્વ સમજી શકશો.

નાક નાં વાળ કરે છે ગંદકીને સાફ

નાકમાં વાળ રહેવાથી બહારના પ્રદુષણ સામે આપણી રક્ષા થાય છે. નાકનાં વાળ શરીરની રક્ષા પ્રણાલીનો મહત્વનો હિસ્સો છે. કારણ કે શ્વાસ લેવા પર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની સાથે બેક્ટેરિયા ધુળ અને ગંદકી પણ શરીરમાં જાય છે, જેની સામે વાળ બહારની ગંદકીને ગાળવાનું કામ કરે છે.

સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે નાકનાં વાળ

નાકનાં વાળ બેક્ટેરિયા ધુળ અને ગંદકીને શહેરમાં પ્રવેશ કરવાથી રોકે છે. હકીકતમાં નાકમાં વાળ હોવાથી શ્વાસ લેવા ની સાથે ધુળ, માટી અને બેક્ટેરિયા શરીરમાં ચાલ્યા જાય છે, જેના કારણે ઘણી બીમારીઓ આપણને તેની ઝપેટમાં લઇ લે છે. નાક માં વાળ હોવા પર બહારની ગંદગી શરીરની અંદર પ્રવેશ કરી શકતી નથી. એટલા માટે નાક નાં વાળ કાપવા જોઈએ નહીં. નાક નાં વાળ આપણા નાકને સાફ અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભુમિકા નિભાવે છે, તે ફેફસા માટે ફિલ્ટરનું કામ કરે છે.

નાક નાં વાળ ઉગાડવાથી જીવ પર જોખમ ઊભું થાય છે

નાકમાં બારીક રક્તવાહિનીઓ રહેલી હોય છે, જેનો સીધો સંબંધ મગજ ની પાસે રહેલ રક્તવાહિનીઓ સાથે જોડાયેલ હોય છે, એટલા માટે નાકનાં વાળને ઝટકાથી તોડવા પર રક્તવાહિનીઓમાં છેદ થઈ શકે છે અને લોહી નીકળવા લાગે છે, જે મગજની નસ સુધી પહોંચે છે અને વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય છે.

લકવાનો ખતરો

નાક નાં વાળ તોડવાથી રક્તવાહિનીઓ થી મગજ માં ઇન્ફેકશન પહોંચી શકે છે. જો તમારી ઇમ્યુન સિસ્ટમ કમજોર છે તો સંક્રમણનું જોખમ વધી શકે છે. બ્લડ સપ્લાય કરવા વાળી નસ માં લોહીનાં ગઠ્ઠા બની શકે છે અને મગજ ઉપર દબાણ પાડી શકે છે. તેનાથી વ્યક્તિને લકવો થઈ શકે છે અને જીવ પર જોખમ પણ ઊભો થાય છે.

પિમ્પલ છે ખતરનાક

જો તમારા નાક ની આસપાસ પિમ્પલ્સ થઈ રહ્યા હોય તો ઈંફેક્શનનો ખતરો વધી શકે છે. તેના કારણે લોહીના ગઠ્ઠા જામી જાય છે અને લોહી લઇ જનાર નસો બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં કૈવર્નસ સાઇનસ થ્રોમ્બોસિસ કહે છે. આ એક ખતરનાક સ્થિતિ છે અને ૩૦ ટકા મામલામાં વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય છે.

આ રીતે કાપો નાકનાં વાળ

જો તમે નાકનાં વાળને સાફ કરવા માંગો છો તો નાની કાતરથી વાળને કાપો અથવા સારા ટ્રીમર નો પણ ઉપયોગ કરી શકો છો.