શરીરનાં આ અંગ ઉપર ક્યારેય પણ કાળો દોરો બાંધવો જોઈએ નહીં, તેનાથી અશુભ પરિણામ મળે છે, મોટાભાગનાં લોકોને ખબર હોતી નથી

Posted by

માન્યતા અનુસાર ખરાબ નજર અથવા શનિદોષથી બચવા માટે કાળો દોરો બાંધવામાં આવે છે. તેને ધારણ કરવાના અન્ય પણ ઘણા ફાયદા જણાવવામાં આવેલા છે. કાળા દોરા ને તમે ગળામાં, બાવડા ઉપર, કમરમાં, પગમાં અથવા કાંડા ઉપર બાંધી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક પુસ્તકોમાં કાળા દોરાના ઉપાય અને તેના મહત્વ વિશે જણાવવામાં આવેલ છે. પરંતુ કાળો દોરો પહેરતા સમયે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જ્યોતિષ વિજ્ઞાનમાં કાળો દોરો બાંધવા માટેના ઘણા ખાસ ઉપાય જણાવવામાં આવેલ છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાળો દોરો બાંધવાથી જીવનમાં ઘણા બધા ચમત્કારિક ફાયદા થાય છે.

Advertisement

માન્યતા છે કે વાતાવરણમાં જે નકારાત્મક ઊર્જા હોય છે તેને દુર કરવાની શક્તિ કાળા દોરામાં હોય છે, એટલું જ નહીં શરીરમાં કાળો દોરો બાંધવાના અન્ય પણ ઘણા ફાયદા છે. પરંતુ કાળો દોરો પહેરતા વખતે અમુક સાવધાનીઓ રાખવી ખુબ જ જરૂરી હોય છે. તો ચાલો તમને તે સાવધાનીઓ વિશે જણાવીએ.

વ્યક્તિને ખરાબ નજરથી બચાવવાની અસીમ શક્તિ કાળા દોરામાં હોય છે. નકારાત્મક શક્તિઓથી કાળો દોરો વ્યક્તિને બચાવે છે. જોકે કાળા દોરા નો સંબંધ શનિ ગ્રહ સાથે પણ હોય છે. કાળો રંગ શનિ કારક હોય છે. એવું કહેવામાં આવે છે કે વ્યક્તિની કુંડળીમાં કાળો દોરો પહેરવાથી શનિ ગ્રહ મજબુત થાય છે. સાથોસાથ શનિ દોષમાંથી પણ તે વ્યક્તિને મુક્તિ મળી જાય છે.

કાળો દોરો મંગળવારના દિવસે શરીરમાં પહેરવો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને કાળો દોરો જમણા પગમાં મંગળવારના દિવસે બાંધવો શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આર્થિક જીવનમાં વ્યક્તિ ને તેના પ્રભાવથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

કાળો દોરો ધારણ કરતા પહેલા અભિમંત્રિત કરવો જરૂરી હોય છે. કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લઈને તમે કાળા દોરા ને અભિમંત્રિત કરી શકો છો. જે વ્યક્તિ કાળો દોરો પહેરે છે તેને ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ધ્યાન રાખો કે કોઈ અન્ય રંગનો દોરો શરીરના જે હિસ્સામાં બાંધવામાં આવેલો હોય ત્યાં કાળો દોરો બાંધવો જોઈએ નહીં. કાળો દોરો શરીર પર શનિવારના દિવસે બાંધવો શુભ હોય છે.

કાળો દોરો શરીર પર બાંધતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાળો દોરો ક્યારેય પણ શરીરના એવા અંગ ઉપર બાંધવો જોઈએ નહીં જે અંગ હંમેશા ઢંકાયેલું રહેતું હોય. કાળો દોરો બીજા લોકોને દેખાય એ રીતે બાંધવો જોઈએ, ત્યારે જ તે તમારી ખરાબ શક્તિઓ સામે રક્ષા કરે છે. જો તમે તેને શરીરના કોઈ હિસ્સા ઉપર બાંધીને કપડાથી ઢાંકી દો છો, તો તેનાથી કોઈ ફાયદો મળતો નથી.

કાળો દોરો બાંધવો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ ખુબ જ સારો માનવામાં આવે છે. જે લોકોના પેટમાં દુખાવો રહેતો હોય તેમણે કાળો દોરો પોતાના પગના અંગુઠામાં બાંધવો જોઈએ, તેમને આ સમસ્યા માંથી રાહત મળે છે. માન્યતા છે કે પગમાં ઈજા થાય તો કાળો દોરો બાંધવાથી તે ઠીક થઈ જાય છે. કાળો દોરો તે લોકો એ પહેરવો જોઈએ, જેમની રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર હોય છે. તેને પહેરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.

કાળો દોરો પહેરવો ખુબ જ ફાયદાકારક છે. ઘરને ખરાબ નજરમાંથી બચાવવા માટે કાળો દોરો પહેરવો જોઈએ. લીંબુ-મરચા કાળા દોરામાં બાંધીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ખરાબ નજર દુર થાય છે. મોટાભાગના લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર અથવા વ્યાપારિક અનુષ્ઠાનો પર કાળો દોરો લગાવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.