શરીરનાં આ અંગનું ફરકવું હોય છે ધન લાભ થવાનો સંકેત, જાણો શરીરનાં દરેક અંગો ફરકવાનો મતલબ

Posted by

ઘણી વાર અચાનક આપણા શરીરનાં ભાગ ફરકવા લાગી જાય છે. શરીરનાં આ ભાગ ફરકવા શુકન અને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે અચાનક શરીરનો કોઇ ભાગ ફરકવા લાગે તો ભવિષ્યમાં કોઇ શુભ અથવા અશુભ ઘટના બનવાની હોય છે. શરીરનાં કયા અંગ ફરકવાથી કયા સંકેત સાથે જોડાયેલા છે, તેની જાણકારી અમે તમને અમારા આ આર્ટિક્લમાં જણાવીશું.

જો શરીરનો ડાબો ભાગ અચાનક ફરકવા લાગે તો કોઈ દુઃખદ ઘટના થવાની સંભાવના હોય છે. વળી શરીરનો જમણો ભાગ ફરકવાથી કોઈ શુભ સમાચાર મળવાના સંકેત હોય છે.

માથા ઉપર હલન ચલન કોઈ ખુશી આવવા સાથે જોડાયેલો સંકેત માનવામાં આવે છે. એટલા માટે અચાનકથી જો તમારા માથા ઉપર હલચલ થવા લાગે તો સમજી જવું કે જીવનમાં કંઈક સારું થવાનું છે. વળી જો કોઇ મહિલાનુ માથું ફરકવા લાગે તો સંપત્તિ લાભ થાય છે.

કાનની આસપાસ હલચલ થવી ધનલાભ મળવાની તરફ ઇશારો કરે છે. કાન ફરકવાથી સમજી જવું કે તમને આવનાર સમયમાં ધન મળવાનું છે. તે સિવાય વ્યાપારમાં લાભ થવાના સંકેત પણ માનવામાં આવે છે.

આંખ ફરકવી શુભ સંકેત અને ખરાબ સંકેત સાથે જોડાયેલ છે. જો જમણી આંખ ફરકે તો કોઈ અશુભ સમાચાર મળવાના છે તેઓ ઈશારો હોય છે. જ્યારે ડાબી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે અને એવું થવાથી અચાનક ધનલાભ મળે છે અથવા મનની ઇચ્છા પૂરી થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમારી ડાબી આંખ ફરકે તો તમારા મનમાં કોઈ સારી ઈચ્છા બોલવી. એવું કરવાથી ઈચ્છા પૂરી થઈ જાય છે. આંખની પાસેનો ભાગ જો સતત ફરકે તો કોઈ સગા સંબંધી અથવા મિત્રોને મળવાના સંકેત હોય છે.

હાથનું ફરકવું કાર્યમાં સફળતા મળવાનો સંકેત માનવામાં આવે છે. તે સિવાય કારકિર્દીમાં પ્રગતિ થવા તરફ ઇશારો કરે છે.

હોઠમાં હલચલ થવાથી કોઈની સાથે લડાઈ અથવા વિવાદ થવા તરફ ઇશારો કરે છે.

પગમાં હલચલ થવાથી સમજી જવું કે તમારે અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે અથવા કોઈ નવા સ્થાન પર જવાનું થઈ શકે છે.

આંગળીઓ ફરકવાથી ધનહાનિ થવાનો સંકેત હોય છે, એટલા માટે જ્યારે પણ તમારી આંગળીઓ ફરકે તો સમજી લેવું કે તમને ધનનુ નુકસાન થવાનું છે.

જો કોઇ મહિલાની નાભિ ફરકે તો તે શરીર નુકસાન પહોંચાડવાનો સંકેત મળે છે.

ઉપર જણાવવામાં આવેલ સંકેતોને તમે નજરઅંદાજ ન કરો. જો તમારા શરીરનો કોઈ એવા હિસ્સો ફરકે જે જીવનમાં કંઈક અશુભ થવા તરફ ઈશારો કરતો હોય છે, તો તમે નીચે જણાવેલા ઉપાયો કરી શકો છો. આ ઉપાય કરવાથી નુકસાન નથી થતું.

  • હનુમાનજીનાં નામનો જાપ ૧૦૮ વખત કરો. આવું કરવાથી થનાર નુકસાન ટળી જાય છે.
  • દુર્ગા માં નાં પાઠ વાંચો. પાઠ વાંચવાથી માં તમારી રક્ષા કરે છે અને તમને નુકસાનથી બચાવે છે.
  • મંદિરમાં જઈ એક તેલનો દીવો કરો. આ ઉપાય કરવાથી કોઈપણ ખરાબ ઘટના નથી બનતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *