શરીરનાં આ હિસ્સા પર બાંધી લો કાળો દોરો, પૈસાની તંગી, ખરાબ નજર અને દુર્ભાગ્ય માંથી મળી જશે છુટકારો

Posted by

એક વ્યક્તિનાં જીવનમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ હોય છે. મુશ્કેલીઓનો સામનો કરીને તે થાકી પણ જાય છે. તેવામાં તે ભગવાનની તરફ આસ્થા અને અપેક્ષાનાં ભાવથી જુએ છે. વિચારે છે કે કોઈક એવો ચમત્કાર થઈ જાય કે તેમની દરેક મુશ્કેલીનો ઉકેલ નીકળી આવે. પૈસા ન હોવા, ખરાબ સ્વાસ્થ્ય હોવું, ખરાબ કિસ્મત વગેરેને લઈને સારો જીવનસાથી ન મળવા સુધી જેવી ઘણી સમસ્યાઓ હોય છે. જે આપણને ટેન્શન અને ડિપ્રેશન આપે છે. આ બધાથી બચવા માટે અમે તમારી સામે આજે એક ખુબ જ સારો અને સરળ ઉપાય રજુ કરવા જઈ રહ્યા છે.

તમે બધાએ જોયું હશે કે પુજામાં હંમેશા કાળા દોરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે આ કાળા દોરાને સાચી વિધિથી યોગ્ય જગ્યાએ બાંધો છો, તો તમારી ઘણી બધી મુશ્કેલીઓ જાતે જ ઉકેલાઈ જાય છે. આવો તેને વધારે વિસ્તારથી જાણીએ.

પૈસા માટે

ધનથી સંબંધિત કોઈપણ સમસ્યા જેમકે આર્થિક તંગી, નોકરી ન મળવી, બિઝનેસમાં ખોટ કે કંઈક બીજું થવા પર આ ઉપાય કરો. શુક્રવારનાં દિવસે માતા લક્ષ્મીનાં ચરણમાં એક કાળો દોરો રાખો. હવે ઘીનો દીપક સળગાવીને તેમની પુજા કરો. ત્યારબાદ કાળા દોરાને જમણા હાથનાં કાંડા પર બાંધી લો. તેનાથી તમારા હાથમાં વધારેમાં વધારે પૈસા આવવાના શરૂ થઈ જશે.

સારા ભાગ્ય માટે

જો તમે ખરાબ નસીબ થી પરેશાન છો અને પોતાનું ભાગ્ય ચમકાવવા ઇચ્છો છો તો બુધવારનાં દિવસે ગણેશજીની પુજા કરો. પુજા પહેલા તેમના ચરણમાં કાળા રંગનો દોરો પણ રાખો. પુજા સમાપ્ત થયા બાદ આ કાળા દોરાને તમારા જમણા હાથની ભુજા (કોણી ના ઉપર વાળા ભાગ જ્યાં બઇસેપ બને છે) પર બાંધી લો. ભાગ્યવિધાતા કહેવાતા ગણેશજી તમારી કિસ્મત સારી રીતે ચમકાવશે.

ખરાબ નજરથી બચવા માટે

જો તમે તમારા દુશ્મનો કે લોકો ની ખરાબ નજરથી પરેશાન છો, તો શનિવારનાં દિવસે સ્નાન કર્યા બાદ તમારા ડાબા પગમાં કાળો દોરો બાંધી લો. તેનાથી કોઈપણ તમારું ખરાબ નહીં કરી શકશે. દુશ્મનની ખરાબ નજર કે ષડયંત્ર પણ ફેઇલ થશે.

જીવનસાથી માટે

જો તમને મનગમતો જીવનસાથી નથી મળી રહ્યો તો ટેન્શન ન લો. બસ સોમવારનાં  દિવસે શિવજીની પુજા કરો. તેમને જળ અર્પિત કરો. ત્યારબાદ એક કાળા રંગનો દોરો લો અને તેમાં ૭ ગાંઠો બાંધી લો. દરેક ગાંઠને બંધતા સમયે “ૐ નમઃ શિવાય” જરૂર બોલો. ત્યારબાદ ૭ ગાંઠ વાળા દોરાને ગળામાં ધારણ કરી લો. જેનાથી તમને જલ્દી જ સાત જન્મ સુધી સાથ નીભાવવા વાળા જીવન સાથી મળી જશે.

સ્વસ્થ રહેવા માટે

કોઈ બીમારી કે દુર્ઘટનાથી બચવા અને હંમેશા સ્વસ્થ રહેવા માટે આ ઉપાય કરો. ગુરુવારનાં દિવસે વિષ્ણુ ભગવાનની પુજા કરો. ત્યારબાદ કાળો દોરો તમારી કમર પર બાંધી લો. તે તમારી ખરાબ તબિયત કે કોઈ અનહોની થી રક્ષા કરશે. જેનાથી તમે હંમેશા સ્વસ્થ અને સહી સલામત રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *