વિટામીન B-12 એક જરૂરી પોષક તત્વો છે, જે શરીરની તંત્રીકા કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરની લાલ રક્ત કોશિકાઓ અને ડીએનએ બનાવવામાં સહાયક છે. શરીર આપમેળે વિટામીન B-12 બનાવતું નથી, એટલા માટે તેને પ્રાપ્ત કરવા માટે વિટામીન B-12 થી ભરપુર ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જરૂરી છે. આવું નહીં કરવાથી તમારા શરીરમાં વિટામીન B-12 ની કમી થઈ શકે છે.
શરીરને દરરોજ કેટલું વિટામીન B-12 જોઈએ?
એક રિસર્ચ અનુસાર વયસ્કોને દરરોજ લગભગ 2.4 માઇક્રોગ્રામ વિટામીન B-12 ની આવશ્યકતા હોય છે. જે ગર્ભવતી છે અથવા તો સ્તનપાન કરાવી રહી છે, તેમણે વધારે માત્રાને આવશ્યકતા હોય છે. ઉંમરના આધાર પર બાળકોને વિટામિન B-12 ની માત્રા અલગ અલગ હોય છે.
વિટામીન B-12 ની કમી થી શું થાય છે?
શરીરમાં તેની કમીથી તમને લોહીની ઉણપ એટલે કે એનિમિયા સહિત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વિટામીન B-12 ની કમી થી ખુબ જ થાક અથવા કમજોરી મહેસુસ થવી, ઉલટી અથવા ડાયરિયા થવા, ભુખ ન લાગવી, વજન ઘટવું, મોઢા અથવા જીભમાં બળતરા થવી, હાથ પગમાં ખાલી ચડી જવી વગેરે સામેલ છે. વિટામીન B-12 ની કમીને કેવી રીતે પુરી કરી શકાય તેના માટે તમારે નીચે જણાવવામાં આવેલી ચીજોનું સેવન વધારી દેવું જોઈએ.
દુધ અને ડેરી ઉત્પાદક
દુધ અને અન્ય ડેરી પ્રોડક્ટ જેમ કે દહીં, પનીર, પ્રોટીન અને વિટામિન B-12 સહિત ઘણા વિટામિન અને ખનીજ નો સ્ત્રોત છે. દુધના એક કપમાં વિટામીન B-12 મળી આવે છે. જે દરરોજની જરૂરિયાતનો ૪૬% છે. પનીર પણ વિટામિન B-12 નો એક સમૃદ્ધ સ્ત્રોત છે. ૨૨ ગ્રામ પનીરમાં લગભગ ૨૮% વિટામીન B-12 મળી આવે છે.
ઈંડા
ઈંડા પ્રોટીન અને B વિટામિન, વિશેષ રૂપથી B-2 અને વિટામિન B-12 નો એક મોટો સ્ત્રોત છે. બે મોટા ઈંડા દરરોજની જરૂરિયાતનું લગભગ ૪૬% વિટામીન B-12 મળી આવે છે. શોધ ઉપરથી જાણવા મળ્યું છે કે ઈંડાની જર્દી માં ઈંડાના સફેદ ભાગને તુલનામાં વિટામિન B-12 નું સ્તર વધારે હોય છે. ઈંડાની જર્દીમાં રહેલ B-12 ને અવશોષિત કરવું પણ સરળ હોય છે.
સેમન માછલી
જો તમે વિટામીન B-12 ની સાથે સાથે પોષક તત્વો મેળવવા માંગો છો તો તમારે સેમન માછલીનું સેવન કરવું જોઈએ. તેમાં એક ટન ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન ની સાથોસાથ વિટામીન-B પણ હોય છે. પકાવવામાં આવેલ સેમનનાં અડધા ભાગમાં દરરોજની જરૂરિયાતનું ૨૦૦% થી વધારે વિટામીન B-12 હોય છે.
માંસ
માંસ વિટામીન B-12 નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. લગભગ ૧૯૦ ગ્રામ માંસમાં દરરોજની જરૂરિયાતનો ૪૬૭% વિટામીન B-12 મળે છે. વળી એટલી જ માત્રામાં વિટામીન B2, B3 અને B6 પણ મળે છે. સાથો સાથ તે સેલેનિયમ અને ઝીંકનો પણ ખુબ જ સારો સ્ત્રોત છે.