શરીરની ચરબીને ઓગાળીને તમને સ્લિમ અને ટ્રીમ બનાવી દેશે રસોડામાં રહેલું આ મફતનું ડ્રિંક

Posted by

મીઠા લીમડાના પાન ઘણા લાંબા સમયથી ભારતીય ઘરોમાં ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સાથોસાથ ઘણા સમયથી ઘરેલુ નુસખામાં પણ ઘણા પ્રકારના રોગના ઈલાજ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વળી ભૂખ્યા પેટે તેને ખાવાની પરંપરા ભારતમાં ઘણાં લાંબા સમયથી ચાલી આવી રહી છે. ડાયાબિટીસથી પીડિત લોકો તેને રામબાણ ઈલાજ સમજે છે. વળી મીઠા લીમડાના પાન શરીરમાં રહેલી વધારાની ચરબી માંથી છુટકારો મેળવવા અને વજન ઓછું કરવામાં પણ તમારી મદદ કરી શકે છે.

હકીકતમાં લીમડાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે અને સ્થૂળતા જેવી જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓનો મુકાબલો કરવા માટે કરવામાં આવે છે.

તે તમારા ચયાપચયને વધારે છે અને ફેટને બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેનાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળે છે. વળી રોજ સવારે મીઠા લીમડાના પાનનું જ્યુસ પીવાથી ખૂબ જ ઝડપથી વજન ઘટાડી શકાય છે. તો ચાલો જાણીએ કે મીઠા લીમડાના પાન માંથી જ્યુસ અથવા ચા કેવી રીતે બને અને તેના ફાયદા શું છે.

પાચનમાં સુધારો કરે છે મીઠા લીમડાના પાન

મીઠા લીમડાના પાન ખાવાથી આંતરડાની ફાયદો થાય છે. જેનાથી પાચનમાં સુધારો થાય છે. જે લોકોને ગેસ અને અપચાની ફરિયાદ રહેતી હોય તેઓએ આ તમામ સમસ્યાઓથી બચવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવો જોઈએ. વળી આપણે બધા જાણીએ છીએ કે એક સારું પાચન તંત્ર વજન ઓછું કરવામાં આપણે કેટલી મદદ કરી શકે છે.

શરીરને ડિટોક્ષ કરે છે લીમડાના પાન

લીમડાના પાનને ચાવવાથી અને ખાવાથી નિયમિત રૂપથી શરીરની સફાઈ થતી રહે છે. તેનાથી શરીરમાં રહેલા હાનીકારક ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. એટલા માટે લીમડાના પાન તમારા શરીરને સ્વાભાવિક રૂપથી ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે અને વધારાની કેલરી બર્ન કરે છે. સાથોસાથ તે શરીરને ફેટનાં સંચયથી પણ બચાવે છે. જેના પરિણામ સ્વરૂપે વજન ઓછું થાય છે. રોજ સવારે તેનું ડ્રિંક પીવાથી ક્વિક ડિટોક્ષ ડ્રિંક ની જેમ કામ કરે છે. જે તમને એનર્જી લેવલ અને મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.

ચરબી તોડવામાં અસરદાર

લીમડાના પાન વજન ઘટાડવા માટે એક કૈટીલિસ્ટ ની જેમ કામ કરે છે. તેમાં એલ્કાલોઈડ હોય છે, જેનાથી સ્થૂળતા અને લિપિડ ને ઓછું કરવાના ગુણ હોય છે. આ પ્રકારે લીમડાનાં પાનનું સેવન કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના સ્તરને ઓછું કરીને વજનને ઘટાડવામાં મદદ કરે છે. સાથોસાથ તે બ્લડ સુગરના સ્તરને પણ જાળવી રાખે છે. કહેવામાં આવે છે કે સુગર સ્તર વજન વધારવા અને વજન ઘટાડવાને પ્રભાવિત કરે છે.

કેવી રીતે બનાવવું લીમડાના પાનનું જ્યુસ

લીમડાના પાનનો ઉપયોગ દરેક પ્રકારના વ્યંજનમાં કરવામાં આવે છે. પરંતુ તેનું પાણી ભૂખ્યા પેટે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે તેને બનાવવા માટે –

  • થોડા લીમડાના પાન લો અને તેને પાણીમાં ઉકાળી લો.
  • થોડી મિનિટ બાદ, આંચ વધારી દો અને તેને ઉકળવા દો.
  • તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો. તેનાથી પાચન તંત્રને વધારે ફાયદો મળશે.
  • હવે તેને જ્યુસ અથવા ચા ની જેમ સેવન કરી લો.
  • સુનિશ્ચિત કરો કે તમે સવારે ખાલી પેટે જ પીવો, ત્યારે તમને તેની અસર વધારે નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *