રસોડામાં રહેલા મસાલા ભોજનનો સ્વાદ વધારવાની સાથો સાથ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. મસાલાની વાત કરવામાં આવે તો નાની એલચી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં મળી આવતા એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટીબાયોટિક ગુણ પાચન ક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
તે સિવાય એલચીમાં એવા પોષક તત્વ મળી આવે છે, જે તમારા પેટને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. તેનાથી બનેલું પાણીનું સેવન કરવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી થવા લાગે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ.
એલચી માં એવા ઘણા પોષક તત્વ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ એલચીનું પાણી પીવાથી પેટ વધવાનો ઓછું થઈ જાય છે. પાચનક્રિયા તંદુરસ્ત રહે છે અને પેટ ચોખ્ખું રહે છે. એલચીમાં મેટાટોનિન નામનું પોષક તત્વો મળી આવે છે, જે પેટની ચરબીને ઓછી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા અધ્યયનમાં તે વાત સાબિત થઈ ચુકેલ છે કે એલચીનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.
એલચી નું પાણી બનાવવા માટે એક એલચી લો અને તેને યોગ્ય રીતે પીસી લો. ત્યારબાદ એલચીને છાલ અને તેમાંથી નીકળેલા બીજને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દો. ધ્યાન રાખો કે એલચીને કાચના ગ્લાસમાં જ પલાળવી. એલચીને આખી રાત પાણીમાં પલળવા માટે રાખી દેવી. તમે બીજા દિવસે આ પાણીનું સેવન કરી શકો છો.
જો તમને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો તમે એલચીના પાણીનું સેવન કરી શકો છો. નિયમિત રૂપથી તેનું સેવન કરવાથી તમને આ સમસ્યામાં ઘણી બધી રાહત મળશે. એલચીનું પાણી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જો તમને ડાયાબિટીસ છે, તો તેનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પાણીને પીવાથી તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.
જો તમને હાઇ કોલેસ્ટ્રોલ ની સમસ્યા છે, તો તમે એલચીના પાણીનો સેવન કરી શકો છો. તે શરીરમાં વધી રહેલા કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરશે. તે સિવાય તે શરીરમાં લોહીનાં ગાઠા જામી જવાના ખતરાને પણ ઓછું કરવામાં મદદ કરે છે.