ઉર્ફી જાવેદ હંમેશા પોતાના ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે અને પોતાની અજીબોગરીબ ફેશન માટે પણ ઓળખવામાં આવે છે. તે અવારનવાર નવા નવા આઉટફીટ પહેરીને લોકોની સામે આવે છે. ક્યારેક કોથળા, ક્યારેક પથ્થર તો ક્યારેક બ્લેડ માંથી બનેલા આઉટફીટ પહેરીને તે બહાર નીકળે છે. તેના ફેન્સને પણ તેના આ આઉટફીટ પસંદ આવે છે, તો વળી ક્યારેક ક્યારેક તે પોતાના ડ્રેસિંગ સેન્સને લઈને લોકોને દિલ જીતી લેતે હોય છે.. તો વળી ક્યારેક ખુબ જ ખરાબ રીતે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.
અભિનેત્રી અને ફેશન આઈકોન ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તે અવારનવાર નવા નવા આઉટફીટ પહેરીને પોતાના ફેન્સની સાથે તસ્વીરો શેર કરતી રહે છે. તેની તસ્વીરો આવતાની સાથે જ સમગ્ર સોશિયલ મીડિયામાં ધમાલ મચી જાય છે. એકવાર ફરીથી ઉર્ફી જાવેદ એ પોતાના લુક ની સાથે એક નવો એક્સપરિમેન્ટ કરીને બતાવેલ છે, જેના વિશે ભાગ્યે જ કોઈએ વિચારેલું હશે. પરંતુ ઉર્ફીનો આ વિડિયો આવતા ની સાથે જ તેના ફેન્સને તેનો આ એક્સપેરિમેન્ટ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરેલ છે, જેમાં તેણે બ્લુ ડેનિમ પેન્ટ ની સાથે શરીર ઉપર ફુલ લગાવેલા છે અને તેને ટેપ ની મદદથી ચોંટાડેલા છે. તે ટેપની મદદથી પોતાનો ક્રોપ ટોપ બનાવેલ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી કોઈ ગાર્ડનમાં ઉભી રહેલી છે અને તે એક જ જગ્યા પર ચાલતા ચાલતા ગોથા ખાતી હોય છે.
આ વખતે ઉર્ફી જાવેદ એ પ્લાસ્ટિક માંથી બનેલ ઓફ શોલ્ડર ક્રોપ ટોપ પહેરેલ છે. આ ક્રોપ ટોપ ને ઉર્ફી એ બ્લુ ડેની સાથે મેચિંગ કરેલ છે. આ ક્રોપ ટોપ ને વાઇબ્રન્ટ લુક આપવા માટે કલરફુલ ફ્લાવર પીસ ને પણ એટેચ કરેલ છે. એક્ટ્રેસ એ હાઇ પોનીટેલ લિપસ્ટિક, ઈયરિંગ્સ, પિન્ક લિપસ્ટિક, ગ્લિટરી આઈ મેકઅપ અને ફ્લોલેસ બેઝની સાથે પોતાના લોકોને કમ્પ્લીટ કરેલ છે.
ઉર્ફી જાવેદ પોતાના આ લુક્સ ને લીધે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. તેના દરેક લોકોને ફોટોગ્રાફર કવર કરતા હોય છે. ઉર્ફી પણ ફોટોગ્રાફર ની ફેવરિટ છે. એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “આજે હું જે કંઈ પણ છું તે ફોટોગ્રાફરને લીધે છું. જો ફોટોગ્રાફર તેની તસ્વીરો કેપ્ચર ન કરે તો તે આટલી ફેમસ બની ન હોત.”
View this post on Instagram