મિહિકા બજાજ અને રાણા દગ્ગુબાટી પોતાના લગ્નના સમાચારોને લઈને હાલના દિવસોમાં ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં જ બંનેની રોકા સેરેમનીની તસવીરો સામે આવી હતી, જેને તેના ફેન્સ એ ખૂબ જ પસંદ કરી હતી. મિહિકા અને રાણા દગ્ગુબાટી ના લગ્ન સાઉથના સૌથી બહુપ્રતિક્ષિત લગ્નમાંથી એક છે. ફેન્સ આ આ લગ્નની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેવામાં રોકા સેરેમની બાદ બંનેના સગાઇની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
મિહિકાએ શેયર કરી તસવીરો
હકીકતમાં મિહિકા બજાજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિવેડિંગ સેરેમની સાથે જોડાયેલી અમુક તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં તેમનો સુંદર ટ્રેડિશનલ અવતાર જોવા મળી આવે છે. મિહિકા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પરંતુ તેમની માસ્ક વાળી ફોટો ફેન્સને સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. મિહિકાએ પોતાના લહેંગા સાથે મેચ કરતો માસ્ક પણ ચહેરા પર લગાવેલો છે.
આ તસવીરોને શેયર કરતા મિહિકાએ કેપ્શન આપ્યું છે કે, “જશ્ન શરૂ છે. મારા દિવસને વધુ ખાસ બનાવવા માટે તમારા બધાનો ધન્યવાદ.” મિંટ ગ્રીન અને ઓરેન્જ કલરના લહેંગામાં મિહિકા અતિ સુંદર દેખાઈ રહી છે. રાણા દગ્ગુબાટી ના પિતા સુરેશ બાબુએ તે વાતનો ખુલાસો કર્યો હતો કે બંને ઓગસ્ટ મહિનામાં લગ્ન કરી શકે છે. તેમના અનુસાર ૮ ઓગસ્ટના રોજ બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
ઇન્ટિરિયર ડિઝાઇનર છે મિહિકા
જાણકારી માટે જણાવી દઈએ કે મિહિકા બજાજ હૈદરાબાદની રહેવાસી છે અને વ્યવસાયે એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. કામ માટે અવાર-નવાર તે મુંબઈ અને હૈદરાબાદ આવતી જતી રહે છે. બોલિવૂડમાં મિહિકા બજાજના ઘણા સેલિબ્રિટી મિત્રો રહેલા છે. એ જ કારણ છે કે ઘણી પાર્ટી અને મુંબઈમાં થતા કાર્યક્રમોમાં તેઓ નજર આવતી રહે છે. મિહિકા સુંદરતાની બાબતમાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રી થી ઓછી નથી.
અભિનેતા રાણા દગ્ગુબાટી ની વાત કરીએ તો ફક્ત દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, પરંતુ બોલીવુડમાં પણ તેઓ પોતાની એક વિશેષ ઓળખ બનાવી ચૂક્યા છે. અક્ષય કુમારની સાથે તેમણે ફિલ્મ બેબી, ધ ગાઝી એટેક અને હાઉસફુલ-૪ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. હાલમાં જ રાણા દગ્ગુબાટીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા હતા કે તેમને ફક્ત એક આંખથી જ દેખાય છે. એક ફેનનો આત્મવિશ્વાસ વધારતા નેશનલ ટેલિવિઝન પર તેઓએ આ વાત કહી હતી.
રાણા દગ્ગુબાટીનાં અપકમિંગ પ્રોજેક્ટ્સ
રાણા દગ્ગુબાટીનાં વર્કફ્રંટ ની વાત કરવામાં આવે તો તેઓ લોકપ્રિય શો No.1 Yaari With Rana Season-3 માં નજર આવનાર છે. તેમની ફિલ્મ હાથી મેરે સાથી એપ્રિલ મહિનામાં રિલીઝ જવાની હતી, પરંતુ લોકડાઉન ને કારણે હાલમાં આ ફિલ્મ અટકાવી દેવામાં આવી છે. નવી રિલીઝ ડેટ હવે નિર્માતાઓ તરફથી જણાવવામાં આવશે. તેલુગુ ફિલ્મ વિરાટ પરવમ માં પણ તેઓ મહત્ત્વપૂર્ણ ભુમિકા નિભાવવાનાં છે. આ ફિલ્મમાં ફીમેલ લીડ એક્ટરનાં રોલમાં સાઈ પલ્લવી નજર આવશે.