બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાં તમને એક ફિલ્મ સ્ટાર બનવું હોય તો ત્યાં તમારો દેખાવ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. ફિલ્મોમાં બધું જ સુંદર અને તડક ભડક વાળું બતાવવામાં આવે છે. ખાસ કરીને જે મુખ્ય અભિનેતા અને અભિનેત્રીનો ઓન સ્ક્રિન સુંદર દેખાવ એ કોઈપણ નિર્માતા અથવા નિર્દેશકને પ્રથમ પ્રાથમિકતા હોય છે. હંમેશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું પણ થાય છે કે જ્યાં લોકો પાસે ઘણી પ્રતિભા હોય છે, પરંતુ પરફેક્ટ લુક ન મળવા પર તેમને રોલ મળતો નથી.
વળી એવું પણ જોવા મળે છે કે અમુક લોકોમાં ટેલેન્ટ હોતું નથી પરંતુ લુક હોવાને કારણે તેઓને રોલ મળી જાય છે. અત્યારે ભલે સ્થિતિ સુધરી રહી હોય, પરંતુ પહેલાના જમાનામાં લુકને અધિક મહત્વ આપવામાં આવતું હતું. એવામાં આજે અમે તમને બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમને પણ ક્યારેક પોતાના લૂકના માટે રિજેક્ટ થવું પડ્યું હતું.
તબ્બુ
તબ્બુને લઈને કાસ્ટિંગ ડાયરેક્ટર વિચારતા હતા કે તેમનો લુક “ટોમબોય” (છોકરાઓ જેવો) છે. તેમને લાગતું હતું કે તબ્બુ બોલીવુડ હિરોઇન માં રોલ કરવા માટે યોગ્ય નથી.
ઈરફાન ખાન
સ્વર્ગીય ઇરફાન ખાનને પણ પોતાની કારકિર્દી ની શરૂઆતમાં લુકના કારણે જ રિજેક્શન નો સામનો કરવો પડ્યો હતો. જોકે ઈરફાન ખાનની અંદર એ પ્રતિભા હતી, જેને લોકો લાંબા સમય સુધી અવગણી શક્યા ન હતા. આવી જ રીતે તેઓએ બોલીવુડ થી લઈને હોલિવૂડ સુધી પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી.
અર્જુન કપુર
ફિલ્મની શરૂઆત પહેલા અર્જુન કપુર ખુબ જ જાડા હતા. તેમને જોઈને બધા એમ જ કહેતા હતા કે આ છોકરો હીરો બનવાના લાયક નથી. અહી સુધી કે અર્જુન કપૂર પણ આજ કારણે એક્ટિંગ ના બદલે ડાયરેક્શનમાં જવા માંગતા હતા. પરંતુ પછી અર્જુન કપૂરે પોતાનું વજન ઓછું કરીને બધાની બોલતી બંધ કરી દીધી હતી.
ધનુષ
સાઉથ ફિલ્મો ના સુપરસ્ટાર ધનુષને તેમના લૂક ના લીધે ખૂબ જ મજાક ઉડાડવામાં આવતો હતો. તેમને દેખાવના કારણે ઘણી વાર રિજેક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ હાર માની નહિ અને પોતાના સપના પુરા કર્યા.
કોંકણા સેન
કોંકણા સેન ને આપણે ઘણીવાર ઓફબીટ ફિલ્મોમાં જ અભિનય કરતાં જોઈ છે. તેનું કારણ એ છે કે ડાયરેક્ટર્સને લાગતું હતું કે તેમનો લુક અને રંગ કમર્શિયલ ફિલ્મ ના લાયક નથી.
શાહરુખ ખાન
તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ડસ્ટ્રી માં મોટું નામ બનતા પહેલા શાહરૂખ ખાનને પણ ઘણીવાર તેમના લુક નાં લીધે રિજેક્ટ કરવામાં આવ્યા હતા.
નવાજુદ્દીન સિદ્દીકી
તેમના દેખાવને કારણે નવાજુદ્દીન સિદ્દીકીને પણ ઘણીવાર મોટા બજેટની ફિલ્મોમાં મુખ્ય રોલ ભજવવાની તક મળી ન હતી. તેમણે મુખ્ય અભિનેતાનું પદ મેળવવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો છે.
કેટરિના કૈફ
આ નામ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ શકો છો, પરંતુ કેટરિનાનો વિદેશી લુક અને સારી રીતે હિન્દી ન બોલી શકવું, તે તેમના રિજેક્શનનું કારણ બનતા હતા. જોકે હવે કેટરિના કૈફે આ બધા અવરોધોને હરાવી દીધા છે.
અનુષ્કા શર્મા
અનુષ્કાને કારકિર્દીની શરૂઆતમાં ડાયરેક્ટર એટલા માટે રિજેક્ટ કરી દેતા હતા કેમ કે એમને લાગતું હતું કે અનુષ્કાનો લુક ખૂબ જ સાદો અને સરળ છે.
અમિતાભ બચ્ચન
કારકિર્દીની શરૂઆતમાં અમિતાભ બચ્ચનની ઊંચાઈ અને ભારે અવાજ તેમના રિજેક્શનનું કારણ બનતી હતી. હવે વર્તમાન સમયમાં આજ તેમની યુએસપી પણ છે.
અજય દેવગન
પોતાના રૂપ ના લીધે અજયને પણ કારકિર્દીની શરૂઆતમાં ઘણીવાર એવા પાત્રો ભજવ્યા હતા, જે તેમની પ્રતિભાને અનુરૂપ ન હતા. પરંતુ તેઓ પોતાની આ ઇમેજને તોડવામાં સફળ રહ્યા.