શાસ્ત્રો અનુસાર જે લોકોમાં હોય છે આ ૬ ખરાબ આદતો, તેનું ઘર છોડીને ચાલ્યા જાય છે માતા લક્ષ્મી

Posted by

આ સંસારમાં દરેક વ્યક્તિને ધનની ઈચ્છા હોય છે અને કોઈ પણ વ્યક્તિ એવો નથી હોતો જેને ધનની ઇચ્છા નથી હોતી. કારણ કે જો વ્યક્તિની પાસે ધન રહેશે તો તે પોતાના જીવનને આરામ પૂર્વક પસાર કરી શકશે. તે પોતાના જીવનમાં બધી જ ભૌતિક સુખ-સુવિધાઓનો આનંદ લઇ શકશે. વ્યક્તિ પોતાના જીવનમાં ધન કમાવવા માટે ખૂબ જ મહેનત કરતો હોય છે અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ પણ કરે છે.

એવું માનવામાં આવે છે કે જો વિધિ-વિધાન ની સાથે માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ પૂજા પાઠ કરવા છતાં પણ આપણને પોતાના જીવનમાં પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. શું લોકોએ ક્યારેય એવું વિચાર્યું છે કે આવું શા માટે બને છે?

શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરરોજ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અમુક દૈનિક અનૈતિક કાર્યોને કારણે માતા લક્ષ્મીજીનાં આશીર્વાદ મળતા નથી. વ્યક્તિની અંદર એવી ખરાબ આદતો હોય છે જેના કારણે તેને પોતાના જીવનમાં પૈસાની પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી આવી ૬ ખરાબ આદતો વિશે જાણકારી આપશુ, જે આદતોને કારણે ઘરમાં માતા લક્ષ્મી રોકાતા નથી.

વધુ પડતી ઉંઘ કરવી

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ મોડે સુધી સુતા રહે છે અને સૂર્યોદય થાય પછી જ પથરી માંથી ઊઠે છે અને ઘણા લોકો સૂર્યાસ્તના સમયે પણ સુતા હોય છે. તેમની આ આદતોને કારણે ધનની દેવી માતા લક્ષ્મીની નારાજ થાય છે. જેના કારણે ઘરમાં હંમેશા પરેશાનીઓ જળવાઈ રહે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

દીવો ન કરવો

જો વ્યક્તિ પોતાના ઘરમાં સવાર અને સાંજે દીવો નથી કરતો, એવા વ્યક્તિના ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી ક્યારેય પણ નિવાસ કરતા નથી.

ક્રોધ કરવો અને અપશબ્દો બોલવા

જે વ્યક્તિ દરેક વાતમાં ક્રોધ કરે છે અને અન્ય વ્યક્તિઓને ખરાબ શબ્દો બોલે છે, તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને તેમની આ આદતોને કારણે તેમના ઘરમાં હંમેશા માટે ધનનો અભાવ રહેતો હોય છે.

સંત, નિર્ધનો અને શાસ્ત્રોનો અનાદર કરવો

જે ઘરની અંદર સંતો નિર્ધન વ્યક્તિઓ અને શાસ્ત્રોના હંમેશાં આદર થતો હોય છે તેવા ઘરમાં ક્યારેય પણ ધનની દેવી માતા લક્ષ્મીજી નિવાસ કરતા નથી અને ઘરમાંથી માતા લક્ષ્મીજી હંમેશા માટે દૂર ચાલ્યા જાય છે.

સાફ-સફાઈ ન રાખવી

જે ઘરમાં સાફ-સફાઈ રહેતી હોય છે તે ઘરમાં જ ધનની દેવી માતા લક્ષ્મીજી પોતાનું સ્થાન બનાવે છે. જે વ્યક્તિ હંમેશા ગંદો રહેતો હોય અને ફાટેલા અને જૂના કપડાં પહેરતો હોય તથા પોતાના ઘરમાં સફાઈ ન રાખતો હોય તેવા ઘરમાં ક્યારેય પણ ધનની દેવી માતા લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતા નથી.

બ્રહ્મમુહૂર્ત અને સંધ્યાના સમયે ભોગવિલાસ કરવો

ઘણા વ્યક્તિઓને આદત હોય છે કે તેઓ સવારે અને સાંજના સમયે ભોગ વિલાસમાં લિપ્ત રહે છે. આવા વ્યક્તિઓને નર્કની પ્રાપ્તિ થાય છે અને ધનની દેવી માતા લક્ષ્મીજી આવા લોકોનું ઘર છોડીને ચાલ્યા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *