શર્લિન ચોપડાએ ખોલી શાહરુખ ખાનની પાર્ટીઓની પોલ, “બાથરૂમમાં બોલીવુડ સ્ટાર્સની પત્નીઓ…” : VIDEO

Posted by

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલના સમયમાં ખુબ જ ચર્ચામાં છવાયેલો છે. શનિવારના રોજ એનસીબી દ્વારા તેને અને અન્ય લોકોને મુંબઈથી ગોવા જતાં ક્રુઝમાં સફેદ પાવડર અને રેવ પાર્ટી નાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તે ૭ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. સફેદ પાવડર નાં કેસમાં આર્યન ખાનનું નામ આવતાંની સાથે જ બોલિવુડનાં સિતારાઓ તેના બચાવમાં ઉતરી પડ્યા છે.

બોલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટી એ કહ્યું હતું કે, “હજુ તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાળકને શ્વાસ તો લેવા દો”. વળી સિંગર મીકા સિંહે કહ્યું હતું કે, “શું આખા ક્રુઝ ઉપર ફક્ત એકલો આર્યન ખાન જ ફરી રહ્યો હતો?” જોકે અમુક બોલિવુડ સિતારા એવા પણ છે જે આર્યન ખાન નો બચાવ કરવાને બદલે તેને દોષિત જણાવી રહ્યા છે.

હકીકતમાં શર્લિન ચોપડા એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક જુનો ઇન્ટરવ્યુ શેર કર્યો છે. ઇન્ટરવ્યુમાં શર્લિન બોલીવુડમાં થતી સફેદ પાવડરની પાર્ટીઓનો ઉલ્લેખ કરે છે. શર્લિન દાવો કરે છે કે શાહરૂખ ખાનની પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટર્સની પત્નીઓ સફેદ પાવડર લેતી હોય છે.

શર્લિને પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે એક વખત તે કોલકાતામાં શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ જોવા માટે ગઈ હતી. આ મેચ બાદ શાહરૂખ ખાનને એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટર્સની પત્નીઓ પણ હાજર હતી. શર્લિન ચોપડાએ કહ્યું હતું કે પાર્ટીમાં ખુબ જ ડાન્સ મસ્તી ચાલી રહી હતી. મેં પણ ખુબ જ ડાન્સ કર્યો હતો. પરંતુ ત્યારબાદ ડાન્સ કરીને હું થાકી ગઈ, તેવામાં હું વોશરૂમ ગઈ હતી.

શર્લિન કહે છે કે વોશરૂમ નો દરવાજો ખોલતાની સાથે જ ત્યાનું દ્રશ્ય જોઈને મને ખુબ જ જોરદાર ધક્કો લાગ્યો હતો. મને એવું લાગ્યું હતું કે હું કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ગઈ ને. હકીકતમાં વોશરૂમમાં બોલિવુડ સ્ટાર્સની પત્નિઓ અરીસાની સામે ઊભા રહીને સફેદ પાઉડર લઈ રહી હતી.

શર્લિન ચોપડાએ આગળ જણાવ્યું હતું કે આ દ્રશ્ય જોઈને હું ચોંકી ગઈ હતી. તેમણે મને જોઇને સ્માઈલ આપી, તો મેં પણ સામે સ્માઇલ કરી હતી. ત્યારે મેં તે લોકોની હરકતને નજરઅંદાજ કરવાનું યોગ્ય માન્યું હતું. તે બધા પોતપોતાની અલગ દુનિયામાં ખોવાયેલા હતા. ત્યારબાદ મને એવું લાગ્યું કે મારે અહીંથી નીકળી જવું જોઈએ. ત્યારબાદ મેં શાહરુખ ખાન અને તેમના મિત્રોને કહ્યું કે હું અહીંથી જઈ રહી છું. બસ તે દિવસ બાદ મને સમજમાં આવી ગયું કે બોલિવુડમાં આવી પાર્ટીઓ અવારનવાર થાય છે.

શર્લિન નો જુનો ઇન્ટરવ્યુ


વળી આવું પહેલી વખત નથી, જ્યારે બોલિવુડ અને સફેદ પાઉડરનું કોઈ કનેક્શન નીકળ્યું હોય. આ પહેલાં પણ અન્ય એવી ઘણી પાર્ટીઓ સામે આવી ચુકી છે, જેમાં સફેદ પાઉડરનો સેવન થતું હોય છે. રાજપુત કેસની તપાસમાં પણ સફેદ પાઉડરનું એંગલ સામે આવ્યું હતું. આ દરમિયાન પણ ઘણા મોટા મોટા બોલીવુડ સિતારાઓનાં નામ કેસમાં ઉછળ્યાં હતા. તેવામાં જો કોઈ સ્ટાર અથવા તેમનો દીકરો, દીકરી કે પત્ની સફેદ પાવડર સાથે પકડાઈ છે તો તે કોઈ આશ્ચર્યજનક બાબત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *