શિલ્પા શેટ્ટીએ આપી “સુપર ડાન્સર-૪” છોડવાની ધમકી, કહ્યું – “હું શો છોડી રહી છુ, અમારી ઔકાત નથી”

Posted by

બોલીવુડ ઇંડસ્ટ્રીની મશહુર અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં “સુપર ડાન્સર-૪” માં જજનાં રૂપમાં જોવા મળી રહે છે. તેની સાથે આ રિયાલિટી શો માં ગીતા કપુર અને અનુરાગ બાસુ પણ જજ તરીકે નજર આવી રહ્યા છે. આ શોમાં શિલ્પા શેટ્ટી બંને જજની સાથે મળીને ખુબ જ મસ્તી કરતી નજર આવી રહી છે વળી શિલ્પા શેટ્ટી સુપર થી ઉપર જેવા કોમ્પ્લીમેન્ટ આપીને પ્રતિયોગી ઓનો આત્મવિશ્વાસ પણ વધારતી રહે છે પરંતુ તેની વચ્ચે કંઈક એવું થયું કે શિલ્પા શેટ્ટીએ શો છોડીને જવાની ધમકી આપી હતી. આખરે અભિનેત્રી આવુ શા માટે કર્યું ચાલો તેના વિશે વિસ્તારપુર્વક જાણીએ.

તમને જણાવી દઈએ કે હાલમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સુપર ડાન્સર-૪ શોનાં એક એપિસોડમાં એવું કહ્યું હતું કે, “આ પ્રકારનાં રુવાડા ઉભા કરી દેતા પર્ફોર્મન્સમાં કરવું અમારું કામ નથી.” જ્યારે શિલ્પા શેટ્ટી આ પ્રકારની વાતો કરે છે તો તેનાથી ભાગ લેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે શિલ્પા શેટ્ટીએ શો છોડવાની ધમકી આપી તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

હકીકતમાં સુપર ડાન્સર-૪ શોનાં એક એપિસોડમાં ચંકી પાંડે અને ગોવિંદા ગેસ્ટના રૂપમાં પહોંચ્યા હતા. શોમાં એક કન્ટેસ્ટન્ટ પરી અને તેના સુપર ગુરુ પંકજે એક ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. તેમણે માઇકલ જેક્શન મુન વોક કરીને શોનાં જજને ખુબ જ પ્રભાવિત કરી દીધા હતા.

જ્યારે સુપર ડાન્સર-૪ માં ગેસ્ટનાં રૂપમાં આવેલ ચંકી પાંડે તેનું પરફોર્મન્સ જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વળી આ શોમાં જજનાં રૂપમાં નજર આવનાર શિલ્પા શેટ્ટી તે આ પરફોર્મન્સ બાદ કહ્યું હતું કે, “હું આ તો છોડીને જઈ રહી છું. અમારી ઔકાત નથી.”

તમને જણાવી દઈએ કે સુપર ડાન્સર-૪ નાં આ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ દ્વારા ગોવિંદા અને ચંકી પાંડે પર ફિલ્માવવામાં આવેલા ગીત ઉપર ધમાકેદાર પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું અને બધા લોકોએ મળીને ખુબ જ મસ્તી કરી હતી. ઘણા કન્ટેસ્ટન્ટ ગોવિંદા અને ચંકી પાંડેનાં ગીત પર શ્રેષ્ઠ ડાન્સનો જલવા બતાવતા નજર આવ્યા હતા, જેને જોઈને ગોવિંદાએ કહ્યું હતું કે, “આ ડાન્સ સુપર નથી, ઉપર પણ નથી, પરંતુ સુપર ડુપર થી પણ ઉપર થઈ ગયો છે.”

વળી જોવામાં આવે તો બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ શોનાં જજ ની ભુમિકા માંથી બે વખત પારિવારિક કારણોને લીધે બ્રેક લીધેલ છે. પહેલા જ્યારે શિલ્પા શેટ્ટીએ બ્રેક લીધો હતો તે દરમિયાન રાજ કુંદ્રા અને તેના બાળકોને કોરોના થઈ ગયો હતો. વળી બીજી વખત જ્યારે શિલ્પા શેટ્ટીનાં પતિ અને મશહુર બિઝનેસમેન રાજ કુન્દ્રા ની ધરપકડ કરવામાં આવી ત્યારે શિલ્પા શેટ્ટીએ આ શો માંથી બ્રેક લીધો હતો અને ઘણા સપ્તાહ સુધી શો માં નજર આવી ન હતી. અંદાજે એક મહિના બાદ ઓગસ્ટ મહિનામાં શિલ્પા શેટ્ટી આ શોમાં ફરીથી પરત ફરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *