શિલ્પા શેટ્ટીએ પોતાની માં સાથે મળીને કરી છે કરોડોની ઠગાઇ, હવે થઈ શકે છે ધરપકડ

Posted by

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માં પર કરોડો રૂપિયાની ઠગાઇ કરવાનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં તેમની મુસીબત વધી રહી છે. હકીકતમાં થોડા સમય પહેલા “આયોસિસ સ્લિમિંગ સ્કીન સલુન તથા સ્પા” નામથી શિલ્પા શેટ્ટી તથા તેની માં સુનંદા શેટ્ટીએ મળીને એક કંપની ખોલી હતી. આ કંપનીની શાખા આપવાના નામ પર તેમણે ઘણા લોકો પાસેથી પૈસા લીધા, પરંતુ કોઈને પણ કંપનીએ શાખા આપી નહીં. તેવામાં ઉત્તર પ્રદેશની રાજધાનીમાં તેમની વિરુદ્ધ એક વર્ષ પહેલા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ પોલીસ ઝડપથી કરી રહી છે અને ખુબ જ જલ્દી શિલ્પા શેટ્ટી અને તેની માં ની પુછપરછ થઈ શકે છે. મળતી જાણકારી અનુસાર આ મામલામાં વિભુતીખંડ થાણામાં ઓમેક્સ હાઇટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણ અને હઝરતગંજ થાણામાં રોહિત વીર સિંહ દ્વારા ઠગાઇ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બંને મામલાની તપાસ ઝડપી બનાવવામાં આવી છે. જેમાં શિલ્પા શેટ્ટી તથા તેની મત સુનંદાની ભુમિકા પણ સામે આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતમાં હઝરતગંજ પોલીસ દ્વારા એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. શિલ્પા તથા તેની માં સુનંદા શેટ્ટીને એક મહિના પહેલા નિવેદન આપવા માટે આ નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ બંનેએ પોતાનું નિવેદન આપેલું નથી. વળી હવે ખુબ જ જલ્દી હજરતગંજ પોલીસ બંનેનું નિવેદન લેવા માટે મુંબઈ જઈ શકે છે.

વળી વિભુતીખંડ પોલીસની ટીમ પણ ખુબ જ જલ્દી નોટીસ મોકલવાની છે. એટલું જ નહીં ડીસીપી પુર્વી ની એક વિશેષ ટીમ મુંબઇ મોકલવામાં આવશે, જે ત્યાં જઈને તપાસ કરી રહી છે. તપાસ કર્યા બાદ બન્નેની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.

વિભુતીખંડ થાણાક્ષેત્રનાં ઓમેક્સ હાઇટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણે પાછલા વર્ષે જુનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતું અને આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી વેલનેસ સેન્ટર ખોલવાનાં નામ પર પૈસા લેવામાં આવ્યા હતા. તેમણે આયોસિસ કંપનીનાં કિરન વાવા, વિનય ભસીન, અનીકા ચતુર્વેદી, નવનીત કૌર, આશા, પુનમ ઝા સહિત ઘણા લોકો પર અંદાજે અઢી કરોડ રૂપિયા વસુલ કરવાનો આરોપ લગાવ્યો છે.

સેન્ટર ખોલવા માટે કંપનીના લોકોએ સામાન મોકલ્યો હતો, જેના બદલામાં પૈસા લેવામાં આવ્યા. તેના માટે ઘણા નકલી દસ્તાવેજોનો પ્રયોગ કરવામાં આવ્યો. સેન્ટરનાં ઉદ્ઘાટનમાં સેલિબ્રિટી આવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ ઉદ્ઘાટનનાં થોડા સમય પહેલાં જ બધા જ વચન તોડી નાખવામાં આવ્યા હતા. ફરિયાદ દાખલ કરાવતાં પીડિતે કહ્યું હતું કે શિલ્પાની કંપનીએ તેમને ખુબ જ નુકસાન પહોંચાડયું છે.

એસીપી વિભુતીખંડ અનુપસિંહ નાં જણાવ્યા અનુસાર જ્યોત્સના ચૌહાણનાં કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પીડિત પક્ષ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ સાક્ષીનાં આધાર પર આ કેસમાં નકલી દસ્તાવેજ કરવાની ધારણા પણ બનાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર આ કેસ ખુબ જ હાઈપ્રોફાઈલ અને સંવેદનશીલ છે. તેવામાં દરેક બાબતની તપાસ કરવામાં આવી રહી છે. સાબિતી એકથી થયા બાદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવશે.

મહત્વપુર્ણ છે કે હાલના સમયમાં શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા પોલીસ હિરાસતમાં છે. તેમણે ૧૯ જુલાઈનાં રોજ પોલીસ દ્વારા અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *