શિલ્પા શેટ્ટીએ રવિના ટંડન સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, વિડીયો જોઈને દિવાના થયાં ફેન્સ

Posted by

તમામ આરોપો અને વિવાદોમાં ઘેરાઈ રહ્યા બાદ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ફરીથી કામ શરૂ કરી દીધું છે. એક્ટ્રેસ હાલના દિવસોમાં ડાન્સ રિયાલિટી શો “સુપર ડાન્સ ચેપ્ટર-૪” માં જજ તરીકે નજર આવી રહી છે. તેની સાથે તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે, જેમાં તે એક્ટ્રેસ રવીના ટંડન સાથે દિલ ખોલીને ડાન્સ કરતી નજર આવી રહી છે.

અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવાની બાબતમાં પતિ રાજ કુન્દ્રા ની ધરપકડ બાદ શિલ્પાએ કામથી અંતર જાળવી લીધું હતું. એક્ટ્રેસ દ્વારા હવે જીવનમાં આગળ વધવાનું નક્કી કરી લેવામાં આવેલ છે. સાથોસાથ અપકમિંગ એપિસોડમાં એક્ટ્રેસ રવીના ટંડન સાથે “ચુરા કે દિલ મેરા” ગીત ઉપર ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ આપવાની છે. તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ છવાઈ ગયેલો છે.

વીડિયોમાં શિલ્પા શેટ્ટી લાલ કલરની સાડીમાં છે તો રવીના ટંડન બ્લેક અને ગોલ્ડન કલરની સાડીમાં પોતાની અદાઓનો જલવો બતાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન બંને એક્ટ્રેસનાં મુવ્ઝ અને એક્સપ્રેશન ખુબ જ મનમોહક છે. સોની ટીવી દ્વારા રજુ કરવામાં આવેલા પ્રોમો વીડિયોને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામમાં ૧ લાખ ૬૮ હજાર થી વધારે વ્યુ મળી ચુક્યા છે.

શો નાં અપકમિંગ પ્રોમો પર ફેન્સ દિલ ખોલીને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. સાથોસાથ કોમેન્ટ કરીને એપિસોડ માટે એક્સાઇટમેન્ટ પણ વ્યક્ત કરતા જોવામાં આવ્યા હતા. મોટાભાગનાં ફેન્સ દ્વારા કોમેન્ટ સેક્શનમાં હાર્ટને ફાયર વાળી ઈમોજી પોસ્ટ કરવામાં આવેલ છે. જણાવી દઈએ કે શિલ્પા નાં પતિ અને બિઝનેસમેન હાલ અશ્લીલ ફિલ્મો નાં કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે. તો વળી તેમની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટી કોન્ટ્રોવર્શિયલ શો “બિગ બોસ ઓટીટી” માં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *