શિલ્પા શેટ્ટીના ૫ સૌથી ગંદા વિવાદ, જેને યાદ કરીને લોકો આજે પણ તેને ટ્રોલ કરે છે

Posted by

જ્યારે પણ બોલીવુડની સુંદર હસીનાઓની વાત થાય છે તો શિલ્પા શેટ્ટીની તસ્વીર આંખોની સામે આવી જાય છે. શિલ્પા શેટ્ટી એ પોતાની સુંદરતા અને ફેશન સ્ટાઈલની સાથો સાથ પોતાના અભિનયથી પણ દેશના લાખો કરોડો લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. દરેક લોકો અભિનેત્રીની સુંદરતા ના દિવાના છે. ભલે શિલ્પા શેટ્ટી ની ઉંમર ૪૮ વર્ષ થઈ ગઈ હોય, પરંતુ પોતાની અદાઓથી યુપી બિહાર લુંટવા વાળી શિલ્પા શેટ્ટીની સુંદરતાનો જાદુ આજે પણ જળવાયેલો છે. શિલ્પા શેટ્ટી પર વધતી ઉંમરનો કોઈપણ પ્રભાવ જોવા મળતો નથી. આ ઉંમરમાં પણ તે ૨૫ વર્ષની સુંદર યુવતી જેવી દેખાય છે.

Advertisement

શિલ્પા શેટ્ટીની ફિલ્મી કારકિર્દી ખુબ જ શાનદાર રહે છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક થી એક ચડિયાતી સુપરહિટ ફિલ્મો આપેલી છે અને તેમણે પોતાના દરેક કિરદારને ખુબ જ સારી રીતે નિભાવે છે. પરંતુ શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મોની સાથો સાથ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. પાછલા થોડા દિવસો પહેલા શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાનાં મામલાને લઈને ચર્ચામાં રહેલી હતી. શિલ્પા શેટ્ટી એ પોતાના પતિના મામલાને લઈને ઘણું બધું સહન કરવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે બોલીવુડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને મશહુર બિઝનેસમેન રાજ કુન્દ્રા અશ્લીલ વીડિયો બનાવવા અને તેને એપ ઉપર બતાવવાનો આરોપ લાગ્યો હતો, જેના કારણે તેમની ધડપકડ કરી લેવામાં આવેલ. પરંતુ ત્યારબાદ રાજ કુન્દ્રાને જામીન મળી ગયા હતા. જેલ માંથી છુટ્યા બાદ રાજ કુન્દ્રા પોતાના ઘરે પહોંચી ગયા છે. વળી શિલ્પા શેટ્ટી ના ઉદાસ ચહેરા પર ખુશી પરત આવી ગઈ હતી. પરંતુ આ પહેલા પણ શિલ્પા શેટ્ટી ઉપર ઘણી મુસીબતો આવી ચુકેલ છે.

શિલ્પા શેટ્ટી નો વિવાદો સાથે જુનો સંબંધ રહેલ છે. શિલ્પા શેટ્ટી ઉપર ઘણા પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ બધી વાતોને હવે ઘણા વર્ષ વીતી ચુક્યા છે, પરંતુ આજે પણ જ્યારે તે કિસ્સાઓ સામે આવે છે તો લોકો શિલ્પા શેટ્ટીને લઈને ભડકી જાય છે. તો ચાલો જાણીએ શિલ્પા શેટ્ટીના અંગત જીવનના વિવાદો વિશે.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી એ એક અમેરિકન રિયાલિટી શો “બીગ બ્રધર 5” માં ભાગ લીધો હતો. આ શો માં તેમણે નસ્લભેદી ટીપ્પણી કરી હતી અને ત્યારબાદ થી તે ખુબ જ ચર્ચામાં રહેલી હતી. હકીકતમાં શો અનેક કન્ટેસ્ટન્ટ જેડી ગુડ્ડીએ શિલ્પા શેટ્ટી ઉપર નસ્લભેદી ટિપ્પણી નો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારતમાં જેડી ગુડ્ડી વિરુદ્ધ ભારતીયોએ ખુબ જ આલોચના કરી હતી. આ શો માં શિલ્પા શેટ્ટીની ઘણા બધા લોકો સાથે લડાઈ થઈ હતી, પરંતુ અભિનેત્રીએ બધાનો બહાદુરીથી સામનો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી એ પરણીત રાજ કુન્દ્રા સાથે લગ્ન કરેલા છે. રાજ કુન્દ્રાની પહેલી પત્ની કવિતાએ એવો આરોપ લગાવ્યો હતો કે શિલ્પા શેટ્ટીને લીધે તેનું ઘર તુટી ગયું. હકીકતમાં રાજ કુન્દ્રા પરણિત હોવા છતાં પણ શિલ્પા શેટ્ટી તેને ડેટ કરી રહી હતી. શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કરવા માટે રાજ કુંદ્રા એ પોતાની પહેલી પત્ની કવિતાને છુટાછેડા આપી દીધા હતા. કવિતા નું ઘર તોડીને શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાની બીજી પત્ની બની ગઈ હતી. કવિતા એ શિલ્પા શેટ્ટી ઉપર ઘર તોડવા સિવાય અન્ય ઘણા આરોપ પણ લગાવ્યા હતા.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર સૌથી મોટો આરોપ ૨૦૧૩માં લગાવવામાં આવ્યો હતો. એવા સમાચાર આવ્યા હતા કે શિલ્પા શેટ્ટીનો સંબંધ અન્ડરવર્લ્ડ સાથે છે, પરંતુ શિલ્પા શેટ્ટી એ આ બધા આરોપોને સંપુર્ણ રીતે ખોટા જણાવ્યા હતા. શિલ્પા શેટ્ટીના અંડરવર્લ્ડ સાથે જોડાયેલા સમાચારોને સાંભળીને લોકોએ તેને ખુબ જ ટ્રોલ કરેલ હતી. પરંતુ બાદમાં આ મામલો ઠંડો પડી ગયો અને શિલ્પા શેટ્ટી સાધારણ રીતે પોતાનું જીવન પસાર કરવા લાગે.

તમને જણાવી દઈએ કે જ્યારે વર્ષ ૨૦૦૭માં શિલ્પા શેટ્ટી એડ્સને લઈને જાગૃતતા ફેલાવવા માટેનું કાર્ય કરી રહી હતી, તો આ દરમિયાન હોલિવુડનાં એક કાર્યક્રમમાં ત્યાંના અભિનેતા રિચર્ડ ગેરી પણ હાજર હતા. રિચર્ડ ગેરી એ શિલ્પા શેટ્ટીને કાર્યક્રમ દરમિયાન અચાનક કિસ કરી દીધી હતી. ત્યારબાદ શિલ્પા શેટ્ટી વિવાદોથી ઘેરાઈ ગઈ હતી.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે, જે બોલ્ડ ફોટોશુટ કરાવે છે. શિલ્પા શેટ્ટી એ જ્યારે ૨૦૦૬માં બોલ્ડ ફોટોશુટ કરાવ્યું હતું, તો ખુબ જ હંગામો થયો હતો જેના લીધે શિલ્પા શેટ્ટીની ખુબ જ આલોચના પણ થયેલી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *