રાજ કુન્દ્રાની ધરપકડ : શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિજનેસમેન રાજ કુન્દ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી, અશ્લીલ ફિલ્મો બનાવવાનો છે આરોપ

Posted by

બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેમની ઉપર પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવા અને અમુક એક ઉપર તેને પબ્લિશ કરવાનો મામલો છે, જે અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે. અશ્લીલ ફિલ્મનાં શુટિંગ મામલામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને મામલાની તપાસ થઇ રહી હતી. અશ્લીલ ફિલ્મનાં શુટિંગને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજ કુંદ્રા આ સમગ્ર મામલામાં માસ્ટર માઇન્ડ હતા.

કેન્દ્રીન નામની એક કંપની જેનું રજીસ્ટ્રેશન યુકેમાં કરવામાં આવ્યું હતું તે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ ફિલ્મો પબ્લિશ કરતી હતી. આ કંપની રાજ કુન્દ્રાએ જ બનાવી હતી અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું, જેથી સાયબર લો થી બચી શકે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રા પરિવારનાં લોકો જ આ કંપનીનાં ડાયરેક્ટર હતા. આ કંપની સર્વર્સ પર મુંબઈ અથવા ભારતના અન્ય જગ્યા પર શુટ કરવામાં આવેલ વિડીયો અપલોડ કરતી હતી. વી ટ્રાન્સફર દ્વારા અહીંયાંથી વિડીયો મોકલવામાં આવતા હતા.

ક્રાઈમ બ્રાન્ચનાં જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રાએ આ બિઝનેસમાં ૧૦ કરોડ રૂપિયા લગાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચનાં જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કુન્દ્રા કેન્દ્રીય કંપની સાથે જોડાયેલા હતા, પરંતુ સીધી લીંક નહીં હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાયેલી હતી. હકીકતમાં ઉમેશ કામત નામનાં એક વ્યક્તિની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાંચની તપાસ આગળ વધી. તેણે સમગ્ર વિગતો ક્રાઇમ બ્રાન્ચની સામે ખોલી દીધી હતી. સાબિતીનાં રૂપમાં ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે ૮-૧૦ કરોડનું ટ્રાન્જેક્શન થયેલું છે. ત્યાર બાદ આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ કુન્દ્રાને ઓફિસમાં બોલાવવામાં આવેલ હતા અને પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

કાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે

રાજ કુન્દ્રાને કાલે મુંબઈની એક કોર્ટમાં રજુ કરવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે આ મામલામાં અન્ય ઘણા મોટા નામ સામેલ થઈ શકે છે. આ બાબતમાં રાજ કુંદ્રા સાથે પુછપરછ પણ કરવામાં આવશે. લોકડાઉન ને લીધે આ બિઝનેસનું ચલણ વધી ગયું હતું અને ધડાધડ વિડીયો બનાવવાનાં શરૂ કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજ કુંદ્રા વિરુદ્ધ પર્યાપ્ત સાબિતી છે. આ પહેલો અવસર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે. આ પહેલાં પણ ઘણા વિવાદોને લઈને તેઓ ચર્ચામાં રહેલા છે.

જણાવી દઈએ કે એક્ટ્રેસ અને મોડલ પુનમ પાંડેએ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા અને તેના સહયોગી વિરુદ્ધ કેસ કર્યો હતો. પુનમ પાંડેનો આરોપ હતો કે દેશ અને બહારથી વારંવાર આવી રહેલ કોલથી તે પરેશાન થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે પાછલા વર્ષે જુનમાં એક ટૈગલાઈન (કોલ મી આઈ સ્ટ્રીપ ફોર યુ) ની સાથે તેમની એપ પર લીક થઇ ગઇ હતી. તેનો દાવો છે કે આ એપને રાજ કુંદ્રા ની કંપની જ સંચાલિત કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *