શિલ્પા શેટ્ટી થી લઈને મલાઇકા અરોરા સુધી આ અભિનેત્રીઓને પતિને લીધે ઇજ્જતનો થઈ ગયો હતો કચરો

Posted by

થોડા દિવસો પહેલાં જ્યારથી અશ્લીલ ફિલ્મને લઈને રાજ કુન્દ્રાની ધરપકડ થઈ છે. ત્યારથી સતત રાજ કુંદ્રા થી વધારે શિલ્પા શેટ્ટીની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તો એવું પણ લખવામાં આવ્યું કે, ” શિલ્પા શેટ્ટી યોગમાં જ લાગી રહી અને તેમના પતિ રાજ કુન્દ્રા …” વળી ફિલ્મી કલાકારોનું વિવાદોમાં બની રહેવુ કોઈ નવી વાત નથી. ફિલ્મી કલાકાર કોઈને કોઈ કારણે હંમેશા વિવાદોમાં રહે જ છે. પરંતુ ક્યારેક ક્યારેક તેમને પોતાના પાર્ટનરના કારણે પણ શરમનો સામનો કરવો પડે છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સાથે પણ એજ થયું છે. તમને જણાવી દઈએ કે શિલ્પા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ પતિ રાજના અરેસ્ટ થયા બાદ તે ચૂપ છે.

રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે અને આ વિષયમાં કોર્ટે તેમને ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે અને આગળ શું થશે? તે તો સમય જ બતાવશે. જ્યારે હવે તમને જણાવીએ કે હાલમાં ખરાબ વાતાવરણને જોતા શિલ્પાએ પોતાના રીયાલીટી શોને પણ કેન્સલ કરી દીધો છે અને આ સાથે જ તે પોતાની આવનારી ફિલ્મ હંગામા-2 નું પ્રમોશન પણ હાલમાં નહિ કરશે. હવે શિલ્પા કોઈ પહેલી એક્ટ્રેસ નથી, જેમને પતિ ના કારણે શરમ માં મુકાવુ પડ્યું હોય. આ પહેલા પણ ઘણી એવી અભિનેત્રીઓ રહી છે, જેમને પોતાના પતિનાં કારણે ઘણું સહન કરવું પડ્યું છે. તો આવો જાણીએ આમાં કોણ કોણ સામેલ છે.

મદાલસા શર્મા

ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા જે મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય ચક્રવર્તીની પત્ની છે અને તેમના પર એક એક્ટ્રેસે જબરદસ્તીનો કેસ નોંધાવ્યો હતો. આ વાત વર્ષ ૨૦૧૮ની છે. આ ઘટના તેમના લગ્ન બાદ થઇ. વળી મહાક્ષય એ આ આરોપોનો ઇનકાર કર્યો હતો.

નિશા રાવલ

એક્ટ્રેસ  નિશા રાવલ પતિ કરણ મહેરા સાથે મારપીટને લઈને ચર્ચામાં આવી હતી. નિશાએ મીડિયા સામે આવીને એક ઘણો જ મોટો ખુલાસો કર્યો હતો, નિશાએ પતિ વિરૂદ્ધ ઘરેલુ મારપીટનો કેસ પણ નોંધાવ્યો હતો.

દિવ્યા કુમાર ખોસલા

થોડા વર્ષો પહેલાં જ્યારે “મિ ટુ કેમ્પેન” ચાલ્યું હતું. તે દરમિયાન દિવ્યા કુમાર ખોસલા ના પતિ અને T-series નાં પ્રમુખ ભૂષણ કુમાર પર એક મોડેલે બળા-ત્કારનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ભૂષણ કુમારે પોતાના પર લાગેલા બધા આરોપોથી ઇનકાર કર્યો હતો.

સુઝેન ખાન

ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ને ત્યારે શરમ નો સામનો કરવો પડ્યો, જ્યારે તેમના પતિ કો-સ્ટાર બાર્બરા મોરી અને કંગના રનૌત સાથે રિલેશનને લઈને ખબરોમાં બન્યા હતા. વળી સુઝેન ખાને કંગના બાબતમાં ઋતિકનાં નિર્દોષ હોવાની વાત કરી હતી.

મલાઈકા અરોડા ખાન

મલાઈકા હવે પોતાના પતિ અરબાઝ થી અલગ થઈ ચુકી છે. પરંતુ તે પણ શરમનો શિકાર થઇ ચુકી છે. છૂટાછેડા પહેલા મલાઈકાએ ત્યારે શરમમાં મુકાવું પડયું હતું, જ્યારે અરબાઝનું નામ સટ્ટાબાજી સામે આવ્યુ હતું. જેનાથી તે ઘણી પરેશાન થઈ ગઈ હતી અને પછી તેમનું નામ અર્જુન સાથે જોડાયું. પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યાર બાદથી બંને અલગ-અલગ જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *