શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ ૭ મહાપાપ ની સજા મહાકાલ પોતે આપે છે

Posted by

હિન્દુ ધર્મમાં અમુક પુરાણ શાસ્ત્ર અને ગ્રંથ છે, જે વ્યક્તિને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તેમાંથી એક છે શિવપુરાણ, જે સારા ખરાબ સત્ય અસત્ય વિશે આપણું માર્ગદર્શન કરે છે. તેમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે ભગવાન શિવ ક્યારે સૌથી વધારે ક્રોધિત થાય છે. તેના અનુસાર સંસારમાં એવા ૭ ઘોર પાપ છે, જેને કરવાથી મહાદેવ અત્યંત ક્રોધિત થાય છે અને કઠોર દંડ આપે છે. શિવપુરાણમાં જણાવવામાં આવેલ છે કે આ ૭ માંથી કોઈપણ એક પાપ કરવા પર મહાકાલ પોતે દંડ આપે છે. આવા વ્યક્તિનું જીવન નરક સમાન થઈ જાય છે અને તેને કોઈપણ કાર્યમાં સફળતા મળતી નથી. તો ચાલો જાણીએ કે તે સાત મહા પાપ ક્યાં છે.

Advertisement

ખરાબ વિચારસરણી અથવા દુર્ભાવના

ભલે તમે પોતાના કર્મ અથવા વચનથી કોઈને નુકસાન ન પહોંચાડ્યું હોય, પરંતુ તેના પ્રત્યે મનમાં દુર્ભાવના રાખવી પણ ઘોર પાપ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ વિશે ખરાબ વિચારીને પણ તમે પાપના ભાગીદાર બની શકો છો. એટલા માટે જરૂરી છે કે તમારે કોઈપણ વ્યક્તિ વિશે ખરાબ વિચારવું ન જોઈએ. એટલા માટે ક્યારેય પણ કોઈના પ્રત્યે મનમાં દુર્ભાવના રાખવી નહીં અને કોઈનો ખરાબ વિચારવું નહીં. આવું કરવાથી તમે જીવનભર માટે પોતાને દુઃખમાં મુકી શકો છો.

પૈસા સાથે જોડાયેલ વિશ્વાસઘાત

શિવપુરાણમાં જણાવવામાં આવેલ પાપ માંથી બીજું પાપ છે પૈસા સાથે સંબંધિત વિશ્વાસઘાત. કોઈપણ વ્યક્તિની સાથે ધન સાથે સંબંધિત દગો કરવો મહાપાપ માનવામાં આવે છે. ઘણા બધા લોકો લાલચમાં આવીને પોતાના સગા સંબંધીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. કોઈપણ વ્યક્તિની ધન સંપત્તિ પ્રત્યે ખરાબ નજર રાખવી તમને પાપના ભાગીદાર બનાવી શકે છે. કોઈપણ વ્યક્તિ પોતાની મહેનત અને ધગસ્તી પૈસા એકઠા કરે છે અને તેના પૈસાની સાથે હેરાફેરી કરવી ખુબ જ મોટું પાપ માનવામાં આવે છે. આવું કરવાથી તમને મરણોપરાંત નરકમાં સ્થાન મળે છે. દરેક વ્યક્તિએ ફક્ત પોતાની મહેનતથી કમાવવામાં આવેલા ધનનો ઉપયોગ કરવા વિશે વિચારવું જોઈએ. જો તમારા મનમાં પણ આવા વિચાર આવી રહ્યા હોય તો તુરંત તેનો ત્યાગ કરી દેવો જોઈએ.

કોઈના લગ્ન તોડવાનો વિચાર

શિવપુરાણ અનુસાર કોઈપણ સ્ત્રી અથવા પુરુષ કોઈ બીજાની પત્ની અથવા પતિ ઉપર ખરાબ નજર નાખે છે તો ભગવાન ભોલેનાથ તેને ક્યારેય પણ માફ કરતા નથી. જે સ્ત્રી અથવા પુરુષ પોતાના જીવનસાથી ની સાથે વફાદારી સાથે સંબંધ નિભાવતા નથી એવા સ્ત્રી અથવા પુરુષ શિવપુરાણમાં બતાવવામાં આવેલા નિયમો અનુસાર પાપના ભાગીદાર બને છે. જે પુરુષ અને સ્ત્રી પોતાના જીવનસાથી ની સાથે સંપુર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી સંબંધ નિભાવતા નથી તેમને મહાકાલ પોતે સજા આપે છે.

ગર્ભવતી સાથે આવો વ્યવહાર કરવો

જે વ્યક્તિ કોઈ ગર્ભવતી મહિલા અથવા તો માસિક કાળમાં કોઈ મહિલાને ખરાબ શબ્દો કહે છે તેને નરકમાં પણ જગ્યા મળતી નથી. આવી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર વ્યક્તિ પાપનો ભાગીદાર માનવામાં આવે છે. ભલે તમારી પત્ની કેમ ન હોય, પરંતુ કોઈ પણ મહિલાને ક્યારેય પણ ખરાબ શબ્દો કહેવા જોઈએ નહીં. ગર્ભવતીને બોલવામાં આવેલા ખરાબ શબ્દો તેના બાળક ઉપર ખરાબ અસર પડે છે અને જે વ્યક્તિ આવું કરે છે, મહાકાલ પોતે તેને કઠોર દંડ આપે છે.

ખોટી અફવા ફેલાવવી

ઘણા બધા લોકો જાણી જોઈને કોઈ વ્યક્તિ અથવા તો કોઈ ધર્મ વિશે ખોટી અફવા ફેલાવે છે, તો આવા વ્યક્તિ એ મહાકાલનાં ક્રોધનો શિકાર બનવું પડે છે. આવા લોકોને ભગવાન ક્યારેય પણ માફ કરતા નથી. કોઈ વ્યક્તિની પીઠ પાછળ તેની બુરાઈ કરવી અથવા સમાજમાં તેની છબીને નુકસાન પહોંચાડવું પાપની શ્રેણીમાં આવે છે. તમારે ભુલથી પણ આવું કરવું જોઈએ નહીં.

ધર્મ વિરુદ્ધ કામ કરવું

જે વ્યક્તિ ધર્મ વિરુદ્ધ પોતાની મરજીથી કામ કરે છે તે પણ પાપનો ભાગીદાર કહેવાય છે. જે મનુષ્ય ધર્મમાં વર્જિત જણાવવામાં આવેલી ચીજોનું સેવન કરે છે, તેને સ્વયં મહાકાલ કઠોર દંડ આપે છે. એવું કોઈ કાર્ય કરવું જેને ધર્મમાં અસ્વીકાર કહેવામાં આવેલ હોય તે પાપ કહેવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારે નરકમાં ન જવું પડે તો તમારે આવા કાર્યોથી દુર રહેવું જોઈએ. મહિલા અને બાળકો વિરુદ્ધ કારણ વગર કરવામાં આવેલી હિંસા અથવા દુરાચાર પણ ધર્મ વિરુદ્ધ કરવામાં આવતા કાર્યોમાં સામેલ છે. આવું કરવું મહાપાપ કહેવામાં આવે છે.

કોઈનું અપમાન કરવું

શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાના માતા-પિતા, ઘરની લક્ષ્મી, ગુરુ, પુર્વજો અથવા ઘરના કોઈ સદસ્યનું અપમાન કરે છે અથવા તેમને ખરાબ શબ્દો કહે છે તો આવા વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે. તેમને મૃત્યુ બાદ પરલોકમાં પણ નાની મોટી ચીજો માટે તરસવું પડે છે. કોઈ નિર્ધન અથવા તો પોતાનાથી કમજોર વ્યક્તિનું અપમાન કરવું તમને મહાદેવના ક્રોધના ભાગીદાર બનાવે છે. એટલા માટે હંમેશા બધાનું સન્માન કરવું જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.