શિવજીનો આ એક ચમત્કારિક મંત્ર તમને સૌથી ધનવાન વ્યક્તિ બનાવી દેશે, કરોડપતિ લોકો આ મંત્રનો જાપ કરે છે

Posted by

ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થઈને તેમની દરેક મનોકામના પુરી કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એવા ઘણા મંત્ર છે, જેનો નિત્ય જાપ કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામના પુરી કરી શકે છે. શિવપુરાણમાં આવા ઘણા બધા મંત્રોનું વર્ણન કરવામાં આવેલ છે, જે માનવ કલ્યાણ માટે ખુબ જ પ્રભાવી માનવામાં આવે છે. જો તમે પણ ભગવાન શિવને પ્રસન્ન કરીને અમીર બનવા માંગો છો તો તમારે જલ્દીથી આ સ્થળ ઉપાય ને અપનાવી લેવા જોઈએ.

Advertisement

શિવજીને જલ્દી પ્રસન્ન કરવા માટે સૌથી પ્રભાવશાળી મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર. આ મંત્રનો જાપ કરવાથી વૈભવ તથા ઐશ્વર્ય ની મનોકામના પુરી થાય છે. મહામૃત્યુંજય મંત્ર – ‘ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીય મામૃતાત્”. આ એક એવો ચમત્કારી મંત્ર છે, જેનો દરરોજ જાપ કરવાથી કુંડળીમાં રહેલા તમામ દોષો દુર થઈ જાય છે.

આ મંત્રનો જાપ કરવાથી માંગલિક દોષ, નાડી દોષ, કાલ સર્પદોષ, ખરાબ નજર દોષ, રોગ, ખરાબ સપના, વૈવાહિક જીવનની સમસ્યા, સંતાન બાધા વગેરે દરેક પ્રકારની સમસ્યા દુર થાય છે. જે વ્યક્તિ ભક્તિપુર્વક આ મંત્રનો જાપ કરે છે તેને અકાળ મૃત્યુનો ભય પણ પરેશાન કરતો નથી અને આયુષ્યમાં વધારો થાય છે. આ મંત્રને જીવન પ્રદાતા મંત્ર પણ કહેવામાં આવેલ છે.

મહામૃત્યુંજય મંત્રનો દરરોજ જાપ કરવાથી તથા ભગવાન શિવજીની પુજા કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તે દરેક પ્રકારના રોગમાંથી મુક્ત થઈ જાય છે. જો તમને આર્થિક સમસ્યા રહેતી હોય, ધનહાની થતી હોય, વેપારમાં લાભ મળતો ન હોય તો આ મંત્રનો દરરોજ જાપ કરવાથી ધન દોલત અને વૈભવ પ્રાપ્ત થાય છે.

આ મંત્રનો નિરંતર જાપ કરનાર વ્યક્તિને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે છે, સમાજમાં સન્માન જળવાઈ રહે છે, દરેક જગ્યાએ ખ્યાતિ ફેલાય છે, નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે, જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે તથા સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. એવા વ્યક્તિ જે નિઃસંતાન છે તેમણે દરરોજ શિવજીને જળ અર્પિત કરવાની સાથો સાથ આ મંત્રનો જાપ કરવો જોઈએ, તો તેમને ખુબ જ જલ્દી સુંદર સંતાનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ પણ જગ્યાએ ધનહાની થઈ રહી હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.

શાસ્ત્રો અનુસાર આ મંત્રનો જાપ કરવા માટે સવારે ૨ થી ૪ વાગ્યાનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ જો તમે આ સમય દરમિયાન મંત્રનો જાપ નથી કરી શકતા તો સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરો. ત્યારબાદ ઓછામાં ઓછી પાંચ વખત રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.

જો તમારી કુંડળીમાં કોઈપણ પ્રકારથી મૃત્યુ દોષ છે, તો આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ પ્રકારની મહામારીથી બચી શકાય છે. સાથોસાથ મંત્ર જાપ પારિવારિક કલેશ અને સંપત્તિ વિવાદથી પણ બચાવે છે. આ મંત્ર માં આરોગ્યકર શક્તિઓ છે, જેનો જાપ કરવાથી તમને એવી ઊર્જા મળે છે જે તમને મૃત્યુના ભય માંથી મુક્ત કરે છે. એટલા માટે તેને મોક્ષ મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી શિવજીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમને વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તો તમારે મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તેનાથી થોડા દિવસોમાં જ તમને પોતાના વેપારમાં લાભ જોવા મળશે. ભવિષ્ય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સારુ સ્વાસ્થ્ય, ધન, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *