શિવલિંગને ઘરમાં આ જગ્યાએ રાખવાથી દુર થાય છે ગરીબી, ઘરમાં જોવા મળશે અદભુત ચમત્કાર

સનાતન ધર્મમાં ભગવાન શંકર એટલે કે શિવજી પ્રમુખ દેવતાઓમાંથી એક માનવામાં આવેલ છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની આરાધના કરવાથી બધા જ કષ્ટ દુર થઈ જાય છે. ભગવાન શિવની પુજા કરવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે અને તેનાથી ઘરમાં ખુશહાલી જળવાઈ રહે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવના લિંગ રૂપ ને શિવલિંગ કહેવામાં આવે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગની પુજા કરવી ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.

શિવપુરાણમાં શિવલિંગ ની પુજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. જો નિયમિત રૂપથી શિવલિંગની પુજા કરવામાં આવે તો ભગવાન ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને ઇચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે. અમુક લોકો શિવલિંગના ઘરમાં પણ રાખે છે. પરંતુ ઘરમાં શિવલિંગ રાખવાના અમુક નિયમ છે, જેના વિશે મોટાભાગે લોકોને જાણકારી હોતી નથી. જો શિવલિંગ સાથે સંબંધિત આ નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી ઘરમાં તમારી પરેશાની વધી શકે છે.

શાસ્ત્રો અનુસાર શિવલિંગની પુજા નિરંતર કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ઘરમાં શિવલિંગ રાખવું ખુબ જ શુભ હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શિવલિંગ રાખતા સમયે અમુક વાતો ઉપર ધ્યાન આપવામાં આવે તો તેનો લાભ અનેક ગણો વધી જાય છે.

આ દિશામાં હોય તમારું મુખ

વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગ એક એવી જગ્યા પર સ્થાપિત કરવું જોઈએ જ્યાંથી પુજા કરતા સમયે તમારું મુખ દક્ષિણ દિશામાં હોવું જોઈએ. શિવલિંગની પુજા કરતા સમયે ક્યારેય પણ તમારો મુખ પુર્વ દિશામાં હોવું જોઈએ નહીં. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને પુજા નું અનુકુળ ફળ મળતું નથી.

આવા સ્થાન ઉપર શિવલિંગ રાખવું માનવામાં આવે છે ઉત્તમ

જો તમે પોતાના ઘરમાં શિવલિંગ રાખવા માંગો છો તો તેને ખુલ્લા સ્થાન પર રાખવું જોઈએ. આવી જગ્યા પર શિવલિંગ રાખવું લાભદાયક હોય છે. યાદ રાખો કે શિવલિંગ ક્યારે પણ અંધારી જગ્યામાં રાખવું જોઈએ નહીં. જો તમારી પાસે જગ્યાની કમી હોય તો તુલસીજીનાં કુંડામાં પણ શિવલિંગ સ્થાપિત કરી શકો છો.

શિવલિંગની આ દિશામાં બેસીને પુજા કરવી નહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગ ની ઉત્તર દિશામાં ક્યારેય સ્થાન ગ્રહણ કરીને પુજા કરવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે શિવલિંગની ઉત્તર દિશામાં ભગવાન શિવજીનું ડાબું અંગ ઉપસ્થિત હોય છે અને આ દિશામાં પાર્વતી વાસ કરે છે. જો તમે અશુભ ફળ થી બચવા માંગો છો તો શિવલિંગની ઉત્તર દિશામાં ક્યારેય પણ બેસીને પુજા કરવી જોઈએ નહીં.

રેશમી કપડા ઉપર રાખો શિવલિંગ

વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે શિવલિંગ હંમેશા રેશમી કપડા ઉપર રાખવું જોઈએ. રેશમી કપડા ઉપર શિવલિંગ રાખવાથી વાસ્તુ દોષ દુર થાય છે. સાથોસાથ ઘરમાં આર્થિક તંગી પણ સમાપ્ત થઈ જાય છે.

શિવલિંગની સાથે રાખો શિવ પરિવારની મુર્તિ

વાસ્તુશાસ્ત્રના જાણકારો અનુસાર જો તમે પોતાના ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માંગો છો તો શિવલિંગની સાથે શિવ પરિવારની મુર્તિ જરૂર સ્થાપિત કરવી જોઈએ.