શિયાળામાં આંતરડા અને પેટ માટે ખુબ જ ફાયદાકારક છે મુળા અને તેના પાન, અન્ય ઘણા રોગોને જડમુળ માંથી દુર કરે છે

તે વાત બિલકુલ સાચી છે કે સ્વસ્થ જીવનશૈલી સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી વ્યતિત કરી રહેલ હોય તો તે પોતાના દરેક કાર્યમાં આગળ વધે છે. વળી જોવામાં આવે તો માનવનાં શરીરમાં ઘણા પ્રકારનાં બેક્ટેરિયા મળી આવે છે. જેમાં અમુક સારા હોય છે તો અમુક ખરાબ હોય છે. પરંતુ આપણે જ પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ તો આપણી અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામાં વધારો થાય છે. આવી ઘણી બધી ખાવા-પીવાની ચીજો છે, જેમાંથી આપણને ખરાબ બેક્ટેરિયા માંથી મુક્તિ અપાવી શકે છે. આ બધી ચીજોમાં સામેલ છે મૂળા.

જેવી શિયાળાની શરૂઆત થાય છે મૂળા બજારમાં આવવા લાગે છે. મૂળાનું સેવન કરવાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. ઘણા બધા એવા લોકો હોય છે જે મૂળાને સલાડના રૂપમાં ખાવાનું પસંદ કરે છે, તો અમુક લોકો મૂળાના પરાઠા બનાવીને પણ તેનું સેવન કરે છે. સાથે સાથે તેના પાનનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. મૂળાનાં પાન આપણા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. મૂળા ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવેલ છે. જો તેનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત બીમારીઓ દૂર ભાગી જાય છે.

મૂળાનું સેવન કરવાથી મળશે અદભુત ફાયદાઓ

  • જે લોકોને અવારનવાર કબજિયાતથી પરેશાન રહેતી હોય, તેમના માટે મૂળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
  • મૂળાનું સેવન કરવાથી પાઈલ્સમાં પણ રાહત મળે છે.
  • જો તમે મૂળાનું સેવન કરો છો, તો તેનાથી શરીરમાં જમા થયેલ ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે.
  • સ્થૂળતા ઘટાડવા માટે મૂળાનું સેવન ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
  • જો તમે પોતાના વાળને ખૂબ જ જલ્દી લાંબા અને ઘાટા કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમારે મૂળાનાં રસને પોતાના વાળમાં લગાડવો જોઈએ.
  • જે લોકોને ડાયાબિટીસ અને સમસ્યા છે, તેમણે મૂળાનું સેવન જરૂર કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • મૂળાનું સેવન કરવાથી પાચનક્રિયાને તંદુરસ્ત રહે છે.
  • મૂળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં સહાયક બને છે.
  • જો તમે મૂળાનું સેવન કરો છો તો તેનાથી તમને શરદી અને ખાંસીથી બચાવ થાય છે.

જાણો મૂળાનું સેવન કયા સમયે કરવું જોઈએ

શિયાળાની ઋતુમાં મૂળા વધારે પ્રમાણમાં આવે છે. તમે શિયાળાની ઋતુમાં મૂળાનું સેવનકરી શકો છો, પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે રાતના સમયે મૂળાનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે તેના કારણે શરદી અને ખાંસી જેવી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. ભલે મુળાની તાસીર ગરમ છે, પરંતુ સાંજ પશ્ચાત મુળાની તાસીર બદલી જાય છે. જેના કારણે શરીરને ઠંડક પહોંચાડે છે. રાત્રિના સમયે મૂળાનું સેવન કરવાથી બચવું જોઈએ. તમે રાત્રિના સમયે મૂળાના પાનનું શાક અથવા મૂળાનાં શાકનું સેવન કરી શકો છો.

મૂળાનું સેવન ક્યારે કરવું જોઈએ નહીં

જેમકે તમે બધા જાણો છો કે કોઈપણ ચીજનાં ફાયદા હોય છે, તો તેના નુકશાન પણ હોય છે. એટલા માટે જો તમે મૂળાનું સેવન કરી રહ્યા છો તો તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શરદી, કફ, ખાંસી, પેટમાં દુખાવો થવા પર તમારે મૂળાનું સેવન ન કરવું જોઈએ નહીં. કારણ કે આ દરમિયાન મૂળા ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ વધવાની સંભાવના રહે છે. જો તમે મૂળાનું સેવન આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કરો છો, તો તેનાથી તમારા આંતરડાની સફાઈ થાય છે અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઘણા ફાયદા પણ મળે છે.