શિયાળમાં જો તમે ગોળનો પાક નથી ખાધો તો સમજી લો કે તમે પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યા છો, આયુર્વેદમાં તેને શરીર માટે અમૃત માનવામાં આવે છે

Posted by

પોતાને તંદુરસ્ત રાખવા માટે આપણે ઘણા પ્રકારના સપ્લિમેન્ટ લેતા હોઈએ છીએ, પરંતુ ભુલી જઈએ છીએ કે આપણા ઘરમાં એવી ઘણી ચીજો છે, જે શરીરને વધારે ફાયદો પહોંચાડી શકે છે. ગોળનો પાક પણ આવું જ હેલ્ધી ફુડ છે, જેને શિયાળામાં જરૂરથી ખાવો જોઈએ. તેનાથી ઘણાં પ્રકારની બીમારીઓ પણ દુર થાય છે અને શરીર તાકતવર બની જાય છે. તો ચાલો તમને ગોળ નો પાક ખાવાના ફાયદા અને તેની રેસિપી જણાવીએ.

ગોળનો પાક ખાવાનાં ફાયદા

શિયાળામાં ગોળનો પાક ખાવો ખુબ જ ફાયદાકારક છે. તે શરીરને સંપુર્ણ રીતે તંદુરસ્ત જાળવી રાખે છે અને અંદરની તાકાત વધારે છે. તેમાં રહેલ સુકોમેવો, સુંઠ અને ઘી ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. જે શરીરમાં દુખાવો, તાવ, શરદી, ખાંસી વગેરે બીમારીઓથી બચાવે છે. તે શરીરને તાકાત પણ પ્રદાન કરે છે, જેના કારણે ભારતના ઘણાં કિસ્સામાં બાળકોની ડિલિવરી બાદ મહિલાઓને ગોળનો પાક ખવડાવવામાં આવે છે. શિયાળામાં ગોળનો પાક ખાવાથી શરીરમાં ગરમાહટ આવે છે અને ઠંડી ઓછી લાગે છે.

કેવી રીતે બનાવશો ગોળનો પાક

સામગ્રી : ૧ કિલો ગોળ, ૨૦૦ ગ્રામ મખના, ૧૫૦-૧૫૦ ગ્રામ કાજુ, બદામ, અખરોટ, ગુંદર અથવા અન્ય મનપસંદ સુકોમેવો, ૫૦-૫૦ ગ્રામ હળદર, પીસેલા અજમા, પીસેલા તીખા અને અડધો કિલો ગ્રામ દેશી ઘી.

ગોળનો પાક બનાવવાની વિધિ

ગોળને બારીક ટુકડા કરી લો અને થોડો સમય ઘીમાં શેકી લો. ગોળ જ્યારે યોગ્ય રીતે શેકાય જાય તો તેને અલગ કરીને ઠંડુ કરી લો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરીને સુંઠ, તીખા, હળદર, અજમા ઉમેરો અને ગોળને ફરીથી ગરમ કરી લો. થોડું મિક્સ કર્યા બાદ ગોળમાં થોડું પાણી ઉમેરો. જ્યારે ગોળ અને અન્ય વસ્તુઓ યોગ્ય રીતે મિક્સ થઈ જાય તો તેમાં બારીક સમારેલા સુકા મેવાને મિક્સ કરી દો. ધ્યાન રાખો કે કિસમિસને કાપવાની નથી. હવે આ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરી લો. જ્યારે તે યોગ્ય રીતે મિક્સ થઈ જાય તો તેને એક થાળીમાં ઘી લગાવીને ફેલાવી દો. જ્યારે આ મિશ્રણ યોગ્ય રીતે જામી જાય તો તેને બરફીનાં આકારમાં કાપી લો.

ક્યારેક ખાવો જોઈએ ગોળનો પાક

ગોળના પાક નો પુરો ફાયદો લેવા માટે રાતના સમયે તેનું સેવન કરો. ધ્યાન રાખો કે તેને હુંફાળા દુધ અથવા પાણી સાથે સેવન કરો. શિયાળાની ઋતુમાં તે શરીર માટે સૌથી હેલ્ધી મીઠાઈ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *