શિયાળામાં રામબાણ થી ઓછી નથી ગોળ અને મગફળીની ચીક્કી, દુર થાય છે આટલી બીમારીઓ

આપણે અવારનવાર જોયુ હશે કે લોકો ગોળ અને મગફળીની ચીક્કી નું સેવન કરે છે. ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ લોકો ચીક્કીનું સેવન ખૂબ જ કરે છે. જે લોકો તેનું એક વખત સેવન કરી લે છે પછી તેનો સ્વાદ એવો હોય છે કે તેના વગર રહી શકતા નથી. વળી ચીક્કીનો સ્વાદ તો લાજવાબ હોય છે, પરંતુ તે શિયાળામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

હકીકતમાં ગોળ અને મગફળીનું કોમ્બિનેશન શિયાળા માટે ખૂબ જ લાભકારી હોય છે. તેની અંદર ઘણા પ્રકારના લાભ હોય છે અને બીમારીઓમાંથી તે છુટકારો અપાવે છે. તો ચાલો જાણીએ કે આખરે મગફળીની ચીક્કી ખાવાથી શું-શું ફાયદા થાય છે.

શરીરને રાખે ગરમ

હકીકતમાં મગફળીની તાસીર ગરમ હોય છે. એ જ કારણ છે કે તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમી મળે છે. જે ઠંડીના દિવસોમાં ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. વળી ગુણોની વાત કરવામાં આવે તો તે હંમેશા ખાંડ કરતાં શ્રેષ્ઠ વિકલ્પ છે. તેવામાં જે લોકોને લોહીની કમી હોય તેમના માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ

મગફળીની ચીક્કી ખાવાથી શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછો કરી શકાય છે અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે. સાથોસાથ હાર્ટ એટેક આવવાનો ખતરો પણ અમુક હદ સુધી ટાળી શકાય છે.

ઇમ્યુન સિસ્ટમને કરે બુસ્ટ

સામાન્ય રીતે ચીકકી ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. તેમાંથી એક ફાયદો એ છે કે તેનું સેવન કરવાથી શરીરની પ્રતિરક્ષા મજબૂત બને છે. મગફળી ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. જેનાથી શિયાળાની ઋતુમાં તથા વાયરલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો ઓછો થઇ જાય છે. સાથોસાથ તેનાથી તાવ-શરદી થી પણ બચાવ થાય છે.

પાચન ક્રિયામાં સુધારો કરે

મગફળી અને ગોળ ખાવાથી પાચન ક્રિયા સંબંધિત સમસ્યાઓ, પેટનો દુખાવો અને કબજિયાત માંથી પણ છુટકારો મળે છે. જે લોકોને પેટના દુખાવાની સમસ્યા સતત રહેતી હોય તેમણે ચીક્કીનું સેવન કરવું જોઈએ.

વજન કંટ્રોલ કરે

મગફળી અને ગોળનું સેવન કરવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. તેનાથી તમે શિયાળાની ઋતુમાં વારંવાર ખાવાથી, તળેલું-શેકેલું અને મસાલેદાર ખાવાથી બચી શકશો તથા તમારું વજન કંટ્રોલમાં રહેશે.

તણાવ દૂર રાખે

મગફળીમાં અમુક એવા તત્વ મળી આવે છે, જેનાથી ટ્રિપ્ટોફેન તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે. જેથી મગફળી અને ગોળની ચીક્કીનું સેવન મૂડને સારો બનાવે છે.

પીરિયડ્સનાં દુખાવામાં રાહત

મગફળી અને ગોળની ચીક્કી ખાવાથી મહિલાઓને ઘણા પ્રકારના ફાયદા થાય છે. તેનાથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે. સાથોસાથ એનિમિયાથી પીડિત લોકો માટે પણ ચીક્કી ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય ગર્ભવતી મહિલાઓએ પણ તેનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

આ વાતોનું જરૂર ધ્યાન રાખવું

  • ચીક્કી સ્વાદમાં ખૂબ જ સારી હોય છે, પરંતુ તેનો વધારે પડતું સેવન નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કોઈપણ ચીજનાં અતિરેકથી દુષ્પરિણામ થાય છે અને દિવસમાં ગોળનું સેવન પાંચ ગ્રામથી વધારે કરવું જોઈએ નહીં.
  • વધારે મગફળી ખાવાથી સ્કિન એલર્જી, પેટ ખરાબ થવુ, એસીડીટી અને સોજા ની પણ તકલીફ થઈ શકે છે.

  • મગફળીનું સેવન કર્યા બાદ તુરંત ક્યારેય પાણી પીવું જોઈએ નહીં. તેનાથી ખાંસીની સમસ્યા થઈ શકે છે.
  • જે લોકોને એસીડીટી અને આર્થરાઇટિસની બીમારી હોય તેમણે મગફળી અને ગોળની ચીક્કીનું સેવન સંભાળીને કરવું જોઈએ.
  • ચીક્કી ખાઇ લીધા બાદ ગરમ દૂધનું સેવન કરી શકો છો. તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ ઠંડું પાણી પીવાથી ખાંસીની સમસ્યા જરૂર થી ઉત્પન્ન થઇ શકે છે.