સોશિયલ મીડિયા પર હંમેશા બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલને તસવીરો પોસ્ટ કરતા જોવામાં આવે છે. એ જ કારણ છે કે અમિષા પટેલ હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અમીશા પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમે ધ્યાન આપશો તો તમને અહીંયા નિયમિત રૂપથી તેમની લેટેસ્ટ ફોટો જોવા મળી જશે. પોતાના પ્રશંસકો માટે અમીશા પટેલ હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના વિશે અપડેટ કરતી રહે છે. જો કે આ ક્રમમાં અમીષા પટેલે કંઈક એવું કરી દીધું, જેના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ નો શિકાર થઈ ગઈ છે. પોતાની એક ભૂલને કારણે તે ટ્રોલર્સનાં નિશાના પર છે.
મંદિર વાળી તસવીરો અને વીડિયો
વળી અમીશા પટેલ હમેશા અલગ અલગ જગ્યા પર જતી રહે છે, પરંતુ લોકડાઉનને કારણે તે વધારે બહાર કોઈ જગ્યાએ જઈ શકી નથી. તેમ છતાં પણ લોકડાઉન માં થોડી છૂટછાટ આપ્યા બાદ અમિષા પટેલને હાલમાં જ લાંબા સમય બાદ એક મંદિરની બહાર જોવામાં આવેલ છે. અમીશા પટેલના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. અમિષા પટેલની તસ્વીરો અને તેમના વીડિયો જોયા બાદ લોકોએ અમિષા પટેલને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
ટૂંકા કપડામાં અમીષા પટેલ
હકીકતમાં ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે અમીશા પટેલ એક મંદિર પહોંચી હતી. આ દરમિયાન તેમણે ખૂબ જ ટૂંકા કપડાં પહેર્યા હતા અને સાથોસાથ શુઝ પહેર્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયામાં અમીશા પટેલ ટ્રોલર્સનાં નિશાના પર આવી ગઈ. તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહેલ છે. ટ્રોલર્સે કહેવાનું શરૂ કરી દીધું કે ભગવાનના દર્શન કરવા માટે આવી હતી, તો તેમણે આવા કપડાં પહેરવા જોઈએ નહીં.
અમીશા પટેલ ટેંક ટોપ અને શોર્ટ્સ માં
શ્રાવણ મહિનો ભગવાન શિવજીની પૂજા કરવા અને મંદિરમાં તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો ખાસ મહિનો છે. કદાચ એ જ કારણ છે કે અમીશા પટેલ પણ ભોલેનાથના દર્શન કરવા માટે મંદિર પહોંચી ગઈ હતી. અમિષા પટેલે આ દરમિયાન ટેન્ક ટોપ અને શોર્ટ્સ પહેરેલ હતું.
લોકડાઉનને કારણે જોકે આ મંદિર બંધ હતું. તેવામાં અમીશા પટેલ ગાડીમાંથી ઉતરે છે અને મંદિર સુધી પહોંચી જાય છે. હાથ જોડીને તેમણે પ્રાર્થના કરવાની શરૂ કરે છે. અમિષા પટેલે પોતાના સૂઝ પણ ઉતાર્યા ન હતા. ભગવાનની સમક્ષ પ્રાર્થના કર્યા બાદ અમિષા પટેલે કેમેરામેનને હાથ બતાવીને વેવ પણ કરે છે. ત્યારબાદ તે પોતાની ગાડીમાં બેસીને ચાલી ગઈ.
થઈ ગઈ ટ્રોલ
સોશિયલ મીડિયા યુઝર્સ ને અમિષા પટેલનો આ અંદાજ પસંદ આવ્યો નહીં. એ જ કારણ છે કે તેમણે અમીશા પટેલના ફોટો અને વિડીયોને શેયર કરીને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યાં એક યૂઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું હતું કે હવે આટલું બધું ઉતારી દીધું છે, તો પછી સૂઝ પણ ઉતારી નાંખો અમ્મા. વળી એક મહિલા યૂઝરે લખ્યું કે, અરે મેમ તમે તો શૂઝ પહેરી રાખ્યા છે. તેને કાઢવા પડે છે.
હાલમાં જ ૪૪ વર્ષની અમિષા પટેલને કલર્ડ બિકિનીમાં પોતાની તસવીરો શેયર કરતા જોવામાં આવેલ હતી. તે બાલ્કનીમાં ઊભી હતી અને તેમનો કાતિલાના અંદાજ સોશિયલ મીડિયા યૂઝર્સને ખુબ જ પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૦માં કહોના પ્યાર હૈ થી અમીશા પટેલે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઋતિક રોશનની સાથે પ્રમુખ ભૂમિકામાં હતી.. તેમની વધુ એક ફિલ્મ ગદર પણ ખૂબ જ ધૂમ મચાવી હતી. જોકે વિતેલા ઘણા વર્ષોથી અમીશા પટેલ ફિલ્મોથી દૂર જતી રહી છે.