શોલે અને બાજીગર સહિત આ ૫ હિટ ફિલ્મોનો ઓરીજનલ એન્ડ એવો નહોતો જે બતાવવામાં આવ્યો હતો, છેલ્લા સમયે કર્યો હતો આ બદલાવ

બોલિવુડ ફિલ્મોની એન્ડિંગ કે ક્લાઇમેક્સ પર ઘણું બધું નિર્ભર કરે છે. તેનાથી ઘણીવાર તે પણ નક્કી થઈ જાય છે કે ફિલ્મ ચાલશે કે નહીં. આ વાત ઘણી ફિલ્મોના વિષયમાં સિદ્ધ પણ થઈ ચુકી છે. અમુક ફિલ્મનો ક્લાઈમેક્સ છેલ્લા સમય પર કોઈને કોઈ કારણે બદલવામાં આવ્યો અને ફિલ્મો હિટ થઈ ગઈ. તો ચાલો જાણીએ એવી જ મુવી વિશે જેની એન્ડિંગ છેલ્લા સમયે બદલવામાં આવી.

શોલે

બોલિવુડની યાદગાર ફિલ્મ શોલે નાં બે ક્લાઇમેક્સ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાંથી જે ફિલ્મમાં બતાવવામાં આવ્યું, તેમાં ઠાકુરનાં ગબ્બરને સજા આપતા પહેલા પોલીસ પહોંચી જાય છે અને પકડીને લઈ જાય છે.

ફિલ્મના ડાયરેક્ટર રમેશ સિપ્પીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે એક વાતચીતમાં બતાવ્યું હતું કે ઓરીજનલ ક્લાઇમેક્સ એ હતો કે ઠાકુર ગબ્બર ને પગથી મારશે. જો કે સેન્સર બોર્ડે ઠાકુરનાં ગબ્બરને પગ થી મારવાના સીનને સાચો નહીં માન્યો. નિર્દેશક અનુસાર ઠાકુર પાસે ગબ્બરને મારવા માટે વિકલ્પ ન હતો. તેના હાથ જ ન હતા. એટલા માટે બંદુક ચલાવી શકતો ન હતો. આખરે તેનાં અંતને બદલવા પડ્યો.

બાજીગર

શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ બાજીગર એક્ટર ની સારી અને સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં બતાવવામાં આવે કે શાહરુખ ખાનનાં કીરદાર અજયનું નિધન થઈ જાય છે. જોકે હકીકતમાં તેનો અંત કંઈક બીજો જ પ્લાન કરવામાં આવ્યો હતો.

મુવીનાં નિર્દેશક અબ્બાસ-મસ્તાને PTI સાથે વાતચીતમાં બતાવ્યું હતું કે તેના બે ક્લાઇમેક્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એકમાં અજયનું નિધન થઈ જાય છે. બીજામાં અજયની પોલીસ ધરપકડ કરી લે છે. ફિલ્મ સાથે જોડાયેલા પ્રમુખ લોકોનું માનવું હતું કે અજયની ધરપકડથી દર્શકોની સહાનુભુતિ મળશે નહીં. એટલા માટે અજયનાં નિધન વાળો ક્લાઇમેક્સ સિલેક્ટ કરવામાં આવ્યો.

આંખે

અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને અર્જુન રામપાલનાં શાનદાર અભિનયથી સજેલી વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલી ફિલ્મ “આંખે” નો ક્લાઇમેક્સ પણ કંઈક બીજો વિચારવામાં આવ્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવે છે કે અમિતાભના કિરદાર વિજય સિંહ રાજપુતને જેલ થઈ જાય છે. અક્ષય અને અર્જુનનાં કીરદાર સુસ્મિતા સેનના ભાઈની દેખરેખની જવાબદારી લે છે.

ઓરીજનલ અંતમાં અમિતાભ પોલીસ અધિકારીને લુંટ માંથી એક ભાગ આપવાની લાલચ આપીને બચી નીકળે છે. ત્યારબાદ તે અક્ષય અને અર્જુન જે ટ્રેનની રાહ જોઈ રહ્યા હોય છે ત્યાં પહોંચી જાય છે. અમિતાભને જોઈને અક્ષય અને અર્જુન પોતાની પિસ્તોલ કાઢી લે છે અને બિગ-બી નાં હાસ્યની ગુંજ સાથે ફિલ્મનો અંત થઈ જાય છે. દુનિયાભરમાં આ અંત બતાવવામાં આવ્યો હતો. જોકે ભારતમાં અમિતાભની ધરપકડ પછી જેલ વાળો અંત બતાવવામાં આવ્યો.

પીકે

કમાણીનાં રેકોર્ડ બનાવવા વાળી આમિર ખાન સ્ટારર ફિલ્મ પીકે નો ક્લાઇમેક્સ પણ બદલવામાં આવ્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું કે પીકે નાં ગ્રહથી તેનો મિત્ર રણબીર કપુરનાં રૂપમાં તેને પરત લેવા આવે છે.

જોકે તેના અંત વિશે એવું વિચારવામાં આવ્યું હતું કે અનુષ્કાનો કિરદાર જગ્ગુ અને સુશાંત સિંહ રાજપુત ન કીરદાર સરફરાઝ પીકે ને યાદ કરી બેટરી રિચાર્જ ડાન્સ કરે છે.

પિંક

આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનની શોલે અને આંખે પછી ત્રીજી મુવી છે. જેની એન્ડિંગ બદલવામાં આવી. આ મુવીના ક્લાઈમેક્સમાં બતાવવામાં આવ્યું કે કોર્ટમાં વકીલોની દલીલો સાથે યુવતીઓની જીત થઈ જાય છે. તેમને નિર્દોષ સાબિત કરવામાં આવે છે.

જોકે આ મુવીનાં અલગ અંતમાં સાબિતી અને સાક્ષીની ઊણપને કારણે યુવતીઓ કેસ હારી જાય છે. ફિલ્મની એક્ટ્રેસ તાપસી પન્નુ ને બોલિવુડ લાઇફ સાથે વાતચીતમાં કહ્યું હતું કે મુવીનો ક્લાઇમેક્સ બદલીને યુવતીઓની જીત બતાવવી પડી. જેમાં લોકો આ વિષયની ગંભીરતાને સમજે.