શુટિંગ માટે મનાલી પહોંચેલી કાજોલને આતંકવાદી મુઠભેડ માં વાગી ગોળી, વાઇરલ થઈ તસ્વીરો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી કાજોલ પોતાની શાનદાર એક્ટિંગ માટે મશહુર છે. જણાવી દઈએ કે કાજોલ ઘણા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. વળી તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ ઉપર કમાલનું પ્રદર્શન કરે છે. હવે હાલના દિવસોમાં કાજોલ પોતાની અપકમિંગ ફિલ્મ “સરજમી” નાં શુટિંગમાં વ્યસ્ત છે. જેના સેટ ઉપરથી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિપોર્ટનું માનવામાં આવે તો શુટિંગ દરમિયાન કાજોલને આતંકવાદીઓ સાથે થયેલ મુઠભેડ દરમિયાન ગોળી લાગી ગઈ હતી. તો ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

Advertisement

હકીકતમાં ફિલ્મ “સરજમી” નું શુટિંગ હાલના દિવસોમાં હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું છે. રિપોર્ટનું માનવામાં આવે તો મનાલીના પશ્ચિમી હિમાલયન પર્વતારોહણ સંસ્થાન પર ફિલ્મનું શુટિંગ થયેલ, જ્યાં આતંકવાદીઓ સાથે મુઠભેડ નો સીન ફિલ્માવવામાં આવેલ.

જોઈ શકાય છે કે નદીના કિનારે ઘણા લોકો ઉભેલા છે. આ દરમિયાન કાજોલ ફિલ્મનું શુટિંગ કરતી જોવા મળી રહી છે. ફિલ્મના સીન અનુસાર કાજોલ ને આતંકવાદીઓ સાથે મુઠભેડ દરમિયાન ગોળી લાગી જાય છે. ત્યારબાદ તે નદીમાં પડી જાય છે.

જણાવી દઈએ કે કાજોલે પોતે સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી તસ્વીર પોસ્ટ કરેલી છે. સુત્રો અનુસાર ફિલ્મમાં પર્વતારોહણ સંસ્થાનનાં જંગલને પાકિસ્તાન અથવા ભારત દર્શાવવામાં આવેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાજોલ નદીમાં પડીને વહીને ત્યાં પહોંચી જાય છે. આ ફિલ્મમાં કાજોલ ની સાથે મશહુર એક્ટર સૈફ અલી ખાનનાં દીકરા ઈબ્રાહીમ અલી ખાન તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર પૃથ્વીરાજ પણ નજર આવશે. ફિલ્મમાં કાજોલ ઈબ્રાહીમ અલી ખાનની માં નું કીરદાર નિભાવી રહેલ છે.

તમને કાજોલના અંગત જીવન વિશે જણાવીએ તો તેને જાણીતા અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કરેલા છે. કાજોલ પોતાની કારકિર્દીના પીક ઉપર હતી, ત્યારે તેણે અજય દેવગન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે તેમના આ લગ્ન સરળ રહ્યા ન હતા. કારણ કે લગ્ન બાદ તેમને બે વખત મિસકેરેજ થયું હતું.

હાલમાં થયેલ એક ઈન્ટર્વ્યુ દરમિયાન કાજોલે ખુલાસો કર્યો હતો કે તે પહેલી વખત અજય દેવગન ને ફિલ્મ “હલચલ” નાં સેટ ઉપર મળી હતી. અહીંયા પર બંને એકબીજા સાથે ખાસ વાતચીત કરતા ન હતા, પરંતુ ધીરે ધીરે તેમની મિત્રતા થઈ ગઈ. ત્યારબાદ તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. ત્યારબાદ ફક્ત ૨૪ વર્ષની ઉંમરમાં જ કાજોલ અને અજય દેવગને લગ્ન કરી લીધા હતા.

જણા કે ત્યારબાદ કાજોલ “કભી ખુશી કભી ગમ” દરમિયાન પ્રેગ્નેટ થઈ હતી, પરંતુ તેની ખુશી દુઃખમાં બદલી ગઈ હતી. હકીકતમાં ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળ સાબિત થઈ હતી તો વળી કાજોલ ના અંગત જીવનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. આ દરમિયાન કાજોલ મિસકેરેજ નાં દર્દમાંથી પસાર થઈ રહી હતી. હાલમાં જ તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ ફરીથી તેમણે પોતાના બાળકને ગુમાવી દીધું હતું.

કાજોલે કહ્યું હતું કે ત્યારબાદ ઉપરવાળાની મહેરબાની થઈ. આજે અમારી પાસે ન્યાસા અને યુગ છે.. અમારો પરિવાર પુર્ણ થઈ ગયો છે. જણાવી દઈએ કે કાજોલને છેલ્લી વખત ફિલ્મ સલામ વેંકી” માં જોવામાં આવેલ. જેમાં તેના પરફોર્મન્સને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *