શો હોસ્ટ કરવા માટે ખુબ જ મોટી રકમ વસુલ કરે છે આ સિતારાઓ, એક એપિસોડ માટે મળે છે કરોડો રૂપિયા

Posted by

ટીવી પર ઘણા બધા રિયાલિટી શો આવે છે, જે ખુબ જ ફેમસ છે. આ શોનાં ફેમસ થવાનુ મુખ્ય કારણ તેના હોસ્ટ છે. આ ફેમસ હોસ્ટ શો ની હોસ્ટિંગ માટે મોટી ફી લે છે અને તેની ફી જાણીને તમે પણ આશ્ચર્યમાં રહી જશો. તો આવો જાણીએ ટીવી જગતના જાણીતા હોસ્ટ એક શો માટે કેટલી રકમ વસુલે છે.

ભારતીય સિંહ અને હર્ષ લીમ્બાચીયા

ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા ની જોડીને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે અને આ બંનેએ એકસાથે ઘણા શોની હોસ્ટિંગ કરી છે. ભારતી સિંહ જ્યાં એક એપિસોડ માટે ૬ થી ૭ લાખ રૂપિયા વસુલે છે. જ્યારે તેમના પતિ દ્વારા એક એપિસોડ માટે ૩-૪ લાખ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. એટલે કે શો ની હોસ્ટિંગ કરીને તેઓ કરોડો રૂપિયા કમાઈ લે છે.

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણે ઘણા બધા સિંગિંગ શોને હોસ્ટ કર્યા છે. હાલમાં જ તેમણે ઇન્ડિયન આઇડલ ની હોસ્ટિંગ પણ કરી હતી. આ શોની હોસ્ટિંગ માટે આદિત્યએ લાખો રૂપિયાની ફી લીધી હતી. એક રિપોર્ટ અનુસાર ઇન્ડિયન આઇડલ-૧૨ નાં એક એપિસોડ માટે આદિત્ય ૨ થી ૨.૫ લાખ રૂપિયા લેતા હતા. તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણે પોતાના હોસ્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૯માં કરી હતી અને સૌથી પહેલા તેમણે “સારેગામાપા ચેલેન્જ” શો હોસ્ટ કર્યો હતો. આદિત્ય નારાયણ છેલ્લા ૧૫ વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. આ સિવાય તેમણે થોડી ફિલ્મોમાં પણ કામ કરી રાખ્યું છે.

મનીષ પોલ

મનીષ પોલ પણ ટીવી દુનિયાના જાણીતા હોસ્ટ છે અને તે ઘણા બધા શોનો ભાગ રહ્યા છે. મનીષે પોતાના હોસ્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૦ થી કરી હતી અને તે ઘણાં પ્રકારનાં રિયાલિટી શો હોસ્ટ કરી ચુક્યા છે. રિપોર્ટ પ્રમાણે તો મનીષ પણ એક શોને હોસ્ટ કરવા માટે કરોડો રૂપિયા લે છે. તેમની ફી ૧.૫ કરોડ રૂપિયાની આસપાસ છે.

સલમાન ખાન

સલમાન ખાન બિગ બોસની હોસ્ટિંગ ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે અને તે ટીવી જગતના સૌથી મોંઘા હોસ્ટ છે. તે દરેક સીઝન પછી પોતાની ફી વધારી દે છે. એક સિઝનને હોસ્ટ કરવા માટે સલમાનને કરોડોની રકમ આપવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે બીગ બોસ-૧૪ માટે સલમાન ખાનને ૨૦ કરોડ પ્રતિ એપિસોડ ચાર્જ કરવામાં આવ્યા હતા. સલમાન ખાનને બીગ બોસ-૧૪ ની આખી સિઝન માટે ૨૫૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે બિગ બોસ-૧૫ માટે સલમાન ખાન ૧૫ ટકા વધારે રકમ વસુલવાના છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની હોસ્ટિંગ કરે છે. રિપોર્ટ પ્રમાણે અમિતાભ બચ્ચને જ્યારે આ શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું તો તેમની ફી ૨૫ લાખ પ્રતિ એપિસોડ હતી. પરંતુ હવે તેમની ફી કરોડોમાં થઈ ગઈ છે. હવે અમિતાભ બચ્ચન પ્રતિ એપિસોડ માટે ૩ થી ૫ કરોડ ચાર્જ કરે છે.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી ખતરો કે ખીલાડી શો ઘણા વર્ષોથી હોસ્ટ કરી રહ્યા છે. તે આ શોનાં પ્રતિ એપિસોડની હોસ્ટિંગ માટે ૫૦ લાખ રૂપિયા લે છે. રોહિત આ શોની સતત ૬ સિઝન હોસ્ટ કરી ચુક્યા છે. હાલના સમયે તે ખતરો કે ખેલાડી ની ૧૧મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *