શ્રાદ્ધ (પિતૃપક્ષ) નાં મહિનામાં વાળ અને દાઢી શા માટે ના કાપવા જોઈએ? જાણો તેની પાછળનું કારણ શું છે

હિંદુ ધર્મમાં પિતૃપક્ષ ને એક મહત્વપુર્ણ પર્વ માનવામાં આવે છે. પિતૃપક્ષ ને શ્રાદ્ધ પણ કહે છે. આ પર્વ પિતૃ એટલે કે મૃત પરિજનોની આત્માને શાંતિ માટે કરવામાં આવે છે. પિતૃપક્ષમાં લોકો પોતાના પુર્વજોનું શ્રાદ્ધ કરવા માટે ઘણા બધા પ્રમુખ સ્થળો પર જાય છે. આ દરમિયાન લોકો પોતાના પુર્વજોનું સ્મરણ કરી શ્રધ્ધા ભાવથી અને ધાર્મિક રીત રિવાજનું પાલન કરી શ્રાદ્ધ કરે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ થી પિતૃની આત્માને શાંતિ મળે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે પિતૃપક્ષ ની શરૂઆત ૨૦ સપ્ટેમ્બરથી થવા જઈ ચુકી છે અને ૬ ઓક્ટોબરે તેનું સમાપન થશે. એટલે કે ૧૭ દિવસ સુધી તમે તમારા પુર્વજોનું શ્રાદ્ધ અને બીજી વસ્તુ વિધિ-વિધાન પુર્વક કરી શકો છો. શ્રાદ્ધનાં દિવસોમાં લોકો પોતાના પિતા માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરે છે. જેનાથી તેમના પુર્વજોના આત્માને શાંતિ મળી શકે.

ધાર્મિક માન્યતા અનુસાર જોવા જઈએ તો પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનાં દિવસોમાં લોકો ઘણાં પ્રકારનાં નિયમોનું પાલન પણ કરે છે. શ્રાદ્ધનાં દિવસોમાં લોકો દાઢી અને વાળ કપાવતા નથી. આખરે પિતૃપક્ષ દરમિયાન કયા કારણને લીધે લોકો વાળ અને દાઢી નથી કપાવતા?  ભાગ્યે જ કોઈ ને આ વિશે ખબર હશે. તો ચાલો જાણીએ આખરે તેની પાછળનું કારણ શું છે.

આ કારણથી પિતૃપક્ષમાં વાળ અને દાઢી નથી કપાવતા લોકો

તમે બધા લોકોએ આ ધ્યાન આપ્યું હશે કે પિતૃપક્ષ  દરમિયાન લોકો  વાળ કે પછી દાઢી ભલે ગમે એટલી વધી જાય, પરંતુ તે નથી કપાવતા. તમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં ઘણી પ્રકારની માન્યતા પ્રચલિત છે. જેમાંથી એક પિતૃપક્ષ દરમિયાન વાળ અને દાઢી ન કપાવવાની છે. એવું એટલા માટે કારણ કે આ શોખની વસ્તુ હોય છે. જેના લીધે આ વસ્તુને કપાવાથી ઇનકાર કરવામાં આવે છે અને હવે આ વસ્તુ પરંપરા બની ગઈ છે, જેનું લોકો પાલન પણ કરે છે. પિતૃપક્ષ દરમ્યાન લોકો દાઢી અને વાળને કપાવાથી દુર કરે છે.

પિતૃપક્ષનાં દિવસોમાં આ વસ્તુઓથી રહો દુર

પિતૃપક્ષ દરમિયાન લસણ અને કાંદાનું સેવન ભુલથી પણ કરવું જોઈએ નહીં. આ દિવસોમાં આ વસ્તુઓથી દુર રહો, કારણકે આ વસ્તુ તામસિક ભોજન માં આવે છે. જેના લીધે પિતૃપક્ષના દિવસોમાં કાંદા, લસણ અને માંસ કે પછી શરાબનું સેવન કરવાથી બચવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષના દિવસોમાં વાસી ખોરાકનું સેવન ભુલથી પણ કરવું જોઈએ નહીં. વળી ખાસ રીતે જે ભોજન કરી રહ્યો હોય અને જેને ભોજન કરાવવામાં આવી રહ્યું હોય, એવા લોકોએ જરા પણ વાસી ભોજન સેવન કરવું જોઇએ નહીં.

પિતૃપક્ષનાં દિવસમાં ભોજનમાં મસુરની દાળને સામેલ કરવી જોઈએ નહીં. એવું કહેવામાં આવે છે કે શ્રાદ્ધમાં કાચું ખાવાનું જેમ કે દાળ, રોટી, ભાત વગેરે નથી ખવડાવવામાં આવતું. એવી સ્થિતિમાં દહીં વડા અને કચોરી વગેરે બનાવવા માટે અડદ અને મગની દાળનો પ્રયોગ કરી શકાય છે. પરંતુ મસુરની દાળનો ઉપયોગ શ્રાદ્ધ દરમિયાન કરવો જોઈએ નહીં.

પિતૃ-પક્ષ દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જરૂરી છે. આ દરમ્યાન પતિ-પત્નીએ થોડો સંયમ રાખવો જોઈએ.