શ્રાવણ મહિનામાં ૧ લાખ વખત બોલી દો આ નાનો મંત્ર, ભોલેનાથ કોઈપણ ઈચ્છા અધુરી રહેવા દેશે નહીં

Posted by

શ્રાવણ મહિનો હાલમાં જ શરૂ થવા જઈ રહેલ છે. ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં જાય છે અને ભગવાન શિવની પુજા કરે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર પવિત્ર શ્રાવણ મહિનો સામાન્ય રીતે જુલાઈ ઓગસ્ટ દરમિયાન આવે છે. શ્રાવણ મહિનાનો સોમવાર નું મહત્વ વધારે છે, જે ભગવાન શિવને સમર્પિત છે. ભક્તો આ સમયગાળા દરમિયાન ઉપવાસ અને વ્રત કરે છે તથા ભગવાન શિવની પુજા અર્ચના કરે છે. ઘણા લોકો સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શિવના મંદિરમાં પણ જાય છે અને ભગવાનને પ્રણામ કરે છે.

Advertisement

ભગવાન ભોલેનાથના ભક્તો માટે શ્રાવણ મહિનો વિશેષ રૂપથી ફળદાયક માનવામાં આવે છે. શિવપુરાણમાં શ્રાવણ મહિનાના મહત્વનું વર્ણન પણ મળી આવે છે. શિવપુરાણ અનુસાર આ મહિનામાં જે ભક્ત સંપુર્ણ શ્રદ્ધાથી ભગવાન ભોલેનાથ ની પુજા અર્ચના કરે છે, તેની બધી જ ઈચ્છા પુરી થાય છે. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રાખવાની સાથો સાથ જો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો અમુક વિશેષ મંત્રોનો જાપ કરે છે તો તેમને અવશ્ય લાભ મળે છે. શિવપુરાણ અનુસાર આ મંત્રોના જાપથી ભક્તોની બધી જ પરેશાનીઓ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ ભગવાન ભોલેનાથના તે મંત્રો વિશે.

આ મંત્રોનો જાપ કરવાથી ભોલેનાથ થાય છે પ્રસન્ન

ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં અથવા શ્રાવણ મહિનાનાં સોમવારના દિવસે આ વિશેષ મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ.

  • શ્રી શિવાય નમઃ
  • શ્રી શંકરાય નમઃ
  • શ્રી મહેશ્વરાય નમઃ
  • શ્રી રુદ્રાય નમઃ
  • ૐ પાર્વતીપતયે નમઃ

સુખ સમૃદ્ધિ માટે મંત્ર

શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરીને સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ કરી શકાય છે. તેના માટે તમારે શિવજીના આ મંત્રનો ૧૦૧ વખત જાપ કરવાનો રહેશે. મંત્ર આ પ્રકારે છે – સામ્બ સદાશિવાય નમઃ.

નીરોગી જીવન માટે

દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે હંમેશા નીરોગી રહે. જે પણ ભક્ત શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે તેને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જે વ્યક્તિ શિવલિંગ ઉપર જળ ચડાવતા સમયે મહામૃત્યુંજય મંત્રનો ૧ લાખ વખત જાપ કરે છે ભગવાન ભોલેનાથ તેની કોઈપણ ઈચ્છા અધુરી રહેવા દેતા નથી. શ્રાવણ મહિનામાં જો મહામૃત્યુંજય મંત્રનો ૧ લાખ વખત જાપ કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ પાસે જે પણ માંગવામાં આવે તેવો દરેક મનોકામના પુરી કરે છે. મંત્ર આ પ્રકારે છે – ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

એશ્વર્યા અને યશની પ્રાપ્તિ માટે મંત્ર

શ્રાવણ મહિનામાં વ્યક્તિએ પોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે ભગવાન ભોલેનાથની પુજા કરવી જોઈએ, સાથો સાથ ૐ એં નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જે ભક્ત યશ મેળવવા માંગે છે તેમણે હ્રીં નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ ૧૦૧ વખત કરી શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.