શ્રાવણ મહિનામાં આ ૩ ચીજોનું જરૂરથી કરો દાન, ભોલેનાથ તમારી ઉપર પ્રસન્ન થઈ જશે

Posted by

થોડા સમયમાં જ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનો ભગવાન ભોલેનાથની ભક્તિ અને આસ્થા મહિનો છે. શ્રાવણનો આ મહિનો ભગવાન ભોલેનાથ નો પ્રિય મહિનો છે, એટલા માટે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો પુરી શ્રદ્ધાથી પુજા કરે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં દાન કરવાથી બધા જ પાપ કર્મોમાંથી મુક્તિ મળી જાય છે અને ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. શ્રાવણ મહિનામાં મહાદેવની પુજા અભિષેક અને શિવ કથા વાંચવાથી તથા સાંભળવાથી ખુબ જ લાભ પ્રાપ્ત થાય છે. અમુક લોકો જીવન અને પરિવારમાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે શ્રાવણ મહિનામાં દાન કરે છે.

Advertisement

શ્રાવણ મહિનામાં દાન પુણ્ય અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. આ વાતનો ઉલ્લેખ શિવપુરાણ અને લિંગ પુરાણમાં મળે છે. જો શ્રાવણ મહિનામાં ભક્તો અમુક ખાસ વસ્તુઓનું દાન કરે છે તો ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે. તો ચાલો આજે અમે તમને અમારા આ આર્ટિકલમાં જણાવીએ કે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં કરો આ ચીજોનું દાન

શ્રાવણ મહિનામાં ચંદન, ચોખા, ચાંદી, સાકર, ગાયનું ઘી, દુધ ખીર અને સફેદ ફુલનું દાન કરવાથી બધી મનોકામના પુરી થાય છે. તે પરિવારમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં નંદી અને ગાયને ઘાસ ખવડાવવાથી શિવજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

બીલીપત્ર, શિવલિંગી પત્ર અને આંમળાનાં પાન ભગવાન ભોલેનાથને અર્પિત કરવાથી દરેક પ્રકારના પાપ કર્મોમાંથી મુક્તિ મળી જાય છે. શ્રાવણ મહિનામાં બીલીપત્ર, આંમળા અને આંબાના પાન લગાવવાથી દાંપત્ય જીવન ખુબ જ સારું રહે છે અને વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

કાલસર્પ દોષ દુર કરવા માટે શ્રાવણ મહિનામાં ત્રાંબા, કાંસા અથવા ચાંદીમાંથી બનેલ સાંપની જોડી કોઈ મંદિર અથવા પવિત્ર સ્થાન ઉપર દાન કરવી જોઈએ. શ્રાવણ મહિનામાં લોકોને રુદ્રાક્ષનું દાન કરવાથી પ્રતિષ્ઠામાં સુધારો થાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે શ્રાવણ મહિનામાં વ્યક્તિએ અન્ન, જળ, ઘોડા, ગાય, કપડાં, ખુરશી તથા છત્રીનું દાન કરવું જોઈએ.

જો તમે શ્રાવણ મહિનામાં કાળા તલનું દાન કરો છો તો તેનાથી રાહુ, કેતુ અને શનિના ખરાબ પ્રભાવોથી બચી શકાય છે. ખાસ કરીને જે જાતકશાનીની સાડાસાતી, ઢૈયા, પિતૃદોષ વગેરેથી પરેશાન છે તેમણે ઉપાયના રૂપમાં શિવલિંગ ઉપર કાળા તલ અર્પિત કરવા જોઈએ અને કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલનું દાન કરવું જોઈએ.

નવા અને જુના કપડાનું દાન

હિન્દુ ધર્મમાં નવા અને જુના કપડાનું દાન પણ મહત્વપુર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોતાનું આયુષ્ય વધારવા માટે તમે કપડાનું દાન કરી શકો છો. નવા કપડાનું દાન કરતાં સમયે તમારે જ્યોતિષીને તેનો રંગ જરૂર પુછી લેવો જોઈએ. જુના કપડાં દાન કરી રહ્યા હોય તો તમારે પહેલા તેને ચોખ્ખા કરી લેવા જોઈએ અને જો કપડાં ફાટેલા હોય તો તેની સિલાઈ કરી દેવી જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.