શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ચોખા ચડાવતા સમયે બોલી દો આ નાનો મંત્ર, દિલમાં રહેલી તમામ ઈચ્છા ૨૪ કલાકમાં પુરી થઈ જશે

Posted by

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે ભક્તો શ્રાવણ મહિનામાં શિવજીની પુજા અર્ચના કરે છે તેના બધા જ કષ્ટ દુર થાય છે અને તેના દિલમાં રહેલી દરેક ઈચ્છા પુર્ણ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પોતાના દિલમાં રહેલી કોઈ ઈચ્છા પુરી કરવા માંગો છો તો શ્રાવણ મહિનામાં તમારે ભગવાન શિવજીને ચોખા અર્પિત કરતા સમયે એક ખાસ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ. આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી ભગવાન શિવજી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના મનમાં રહેલી દરેક ઈચ્છા તુરંત પુરી કરી આપે છે.

Advertisement

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની પુજા કરતા સમયે હળદર, કંકુ, ફુલ અને ચોખા ચડાવવા શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી દેવી-દેવતાઓ અતિ પ્રસન્ન થાય છે. આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પુજા કરવી ખુબ જ ફળદાયક હોય છે. કારણ કે માન્યતા છે કે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથ ને અતિપ્રિય છે. આ મહિનામાં ભગવાન શિવની જે લોકો પુજા અર્ચના કરે છે તેમની ઉપર ભગવાન શંકર અતિ પ્રસન્ન થાય છે. ભગવાન શિવના આશીર્વાદથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે.

ભગવાન શિવની વિધિપુર્વક પુજા કરવા દરમિયાન ચોખા જરૂરથી અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને આખા ચોખા અર્પિત કરવા જોઈએ. ધાર્મિક માન્યતાઓ છે કે ભગવાન શિવને ચોખા અર્પિત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે તથા સમાજમાં યશ, માન અને સન્માનની વૃદ્ધિ થાય છે. એટલા માટે ભક્તોએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે તેમની ઉપર કાચા ચોખા જરૂરથી અર્પિત કરવા જોઈએ.

શિવલિંગ ઉપર ચોખા ચડાવવાની યોગ્ય રીત

ચોખાને પુર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે ભગવાન શિવની પુજા ચોખા અર્પિત કર્યા વગર પુર્ણ માનવામાં આવતી નથી. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ચોખા ચડાવતા સમયે ફક્ત ચોખા અર્પિત ન કરવા જોઈએ, પરંતુ તેની સાથો સાથ ફુલ, કંકુ, અબીલ વગેરે જરૂરથી અર્પિત કરો. તમે ઈચ્છો તો ચોખામાં થોડી હળદર પણ ઉમેરી શકો છો. ત્યારબાદ તે ભગવાન ભોલેનાથને અર્પિત કરો. ભગવાન શિવને ચોખા અર્પિત કરતા સમયે હાથની મધ્યમાં અને અનામિકા આંગળીની સાથે અંગુઠાનો ઉપયોગ કરો. વળી ચોખા અર્પિત કરતા સમયે નીચે આપવામાં આવેલા મંત્રનું ઉચ્ચારણ પણ અવશ્ય કરો.

અક્ષતશ્ચ સુરશ્રેષ્ઠ કંકુમાત્કા: સુશોભિતા:  મયા નિવેદિતા ભક્ત્યાઃ ગૃહાણ પરમેશ્વર ।।

ધાર્મિક માન્યતા છે કે આ વિધિની સાથે અર્પિત કરવામાં આવતા ચોખા થી તમારી પુજા પુર્ણ માનવામાં આવે છે અને ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.