ભગવાન શિવની અપાર ભક્તિ અને શક્તિનો પવિત્ર શ્રાવણ મહિનો હવે શરૂ થવા આવ્યો છે. શ્રાવણના આ મહિનામાં શિવ અને શક્તિ બંનેની સન્માનિત રૂપથી પુજા કરવામાં આવે છે. શ્રાવણના મહિનામાં ભક્તો દરરોજ શિવજીને અભિષેક કરે છે અને માં પાર્વતીના આશીર્વાદ લેતા હોય છે. શ્રાવણના દરેક સોમવારના દિવસે વ્રત રાખવામાં આવે છે. તે સિવાય શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાને લઈને અમુક નિયમ જણાવવામાં આવે છે. આ નિયમ ખાણીપીણી સિવાય મનુષ્યના આચરણને લઈને બનાવવામાં આવેલ છે. તો ચાલો તમને જણાવીએ કે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ
શ્રાવણના મહિનામાં દર સોમવારનું વ્રત રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે. તે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ લાભદાયક છે અને ધાર્મિક દ્રષ્ટિથી પણ તેનો ખુબ જ મહત્વ છે. આખા મહિનાનાં દરેક સોમવારના વ્રત રાખવા જોઈએ. શ્રાવણના મહિનામાં દરરોજ શિવજીના મંદિરમાં જઈને પુજા કરવી જોઈએ. વ્રત રાખનાર લોકોએ મહામૃત્યુંજય મંત્રનો દરરોજ ઓછામાં ઓછો ૧૦૮ વખત જાપ કરવો જોઈએ.
ભગવાન શિવજીની પુજા કરતા સમયે અથવા જળાભિષેક કરતાં સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવને બીલીપત્ર અર્પિત કરવાની સાથો સાથ દુધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ નું પંચામૃત બનાવીને અભિષેક કરો. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષ ધારણ કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ રુદ્રાક્ષ પહેરવા વિશે વિચારી રહ્યા છો તો તેના માટે શ્રાવણ મહિનો સૌથી સારો છે. દર સોમવારના દિવસે શ્રાવણીયા સોમવારની વ્રત કથા સાંભળો. આ કથા ને ભગવાન શિવનું વૃતાંત માનવામાં આવેલ છે.
શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ
શ્રાવણ મહિનામાં ભુલથી પણ શરાબનું સેવન કરવું જોઈએ નહીં. શ્રાવણ મહિનામાં લસણ, ડુંગળી અને માંસનું સેવન કરવું જોઈએ નહીં. તે સિવાય શ્રાવણ મહિનામાં રીંગણાનુ સેવન કરવું પણ વર્જિત માનવામાં આવે છે. શ્રાવણ મહિનો તપ અને સાધના નો મહિનો છે, એટલા માટે જીવનમાં વિલાસિતા વાળી ચીજોથી દુર રહેવું જોઈએ. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ગાદલા ઉપર સુવું જોઈએ નહીં અને આ દરમિયાન જમીન ઉપર સુવું જોઈએ.
શ્રાવણ મહિનામાં વાળ અને દાઢી કાપવા જોઈએ નહીં. સાથો સાથ નખ કાપવાની પણ મનાઈ હોય છે. શ્રાવણ મહિના દરમિયાન દિવસના સમયે સુવું જોઈએ નહીં. આ સમગ્ર મહિનામાં તમારે ફક્ત રાતના સમયે સુવું જોઈએ અને બાકીનો દિવસ શિવભક્તિમાં પસાર કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં દુધનું સેવન પણ કરવું જોઈએ નહીં, પરંતુ તમે શિવલિંગ ઉપર દુધથી અભિષેક કરી શકો છો. તે સિવાય શ્રાવણ મહિનામાં કાંસાનાં વાસણમાં ભોજન કરવું જોઈએ નહીં. શ્રાવણ મહિનામાં મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર અથવા ખરાબ વિચારવું જોઈએ નહીં. જો તમે શિવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ મહિનામાં પોતાના માતા-પિતા અને ગુરુઓનું સન્માન જરૂરથી કરો.