શ્રાવણ મહિનામાં કેટલા સોમવારનું વ્રત રાખવું શુભ હોય છે? ૪ કે પછી ૫? મોટાભાગનાં લોકોને તેની સાચી ખબર જ નથી

શ્રાવણ મહિનાનાં સોમવારનું ખુબ જ મોટું ધાર્મિક મહત્વ છે. શ્રાવણ મહિનાને પવિત્ર મહિનો કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ મહિનો ભગવાન શિવ ને પણ ખુબ જ પ્રિય છે. એટલા માટે શ્રાવણ મહિનામાં શિવજીની પુજા કરવાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પુજાથી તેમને પ્રસન્ન કરી શકાય છે. ભોલેનાથના ભક્ત શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખે છે. વળી અમુક ભક્ત ભગવાન શિવની કૃપા મેળવવા માટે કાવડ યાત્રા પણ કરે છે.

શ્રાવણ મહિનાના સોમવારને લઈને ભક્તોમાં અસમંજસની સ્થિતિ રહેતી હોય છે. હકીકતમાં હિન્દુ કેલેન્ડરના હિસાબથી શ્રાવણ મહિનામાં ક્યારેક પ તો ક્યારેક ૪ સોમવાર આવે છે. તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં પ સોમવારનું વ્રત રાખવું જોઈએ કે પછી ૪ સોમવારનું વ્રત રાખવું જોઈએ.

સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે ભગવાન શિવના નામથી વ્રત કરવામાં આવે તો ભગવાન શિવ સ્વયં ભક્તની મનોકામના પુરી કરે છે. ભગવાન શિવને ભોલેનાથ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે શિવ ભોળા ભાવથી વધારે સમય ન લઈને ભક્તોની મનોકામના જલ્દી પુરી કરે છે. એટલા માટે ઘણા લોકો સોમવારનું વ્રત રાખે છે.

અમુક લોકો શ્રાવણના મહિનામાં શ્રાવણીયા સોમવારનું વ્રત રાખે છે, તો અમુક લોકો પ્રત્યેક સોમવારનું વ્રત કરે છે. જો તમે પણ પ્રત્યેક સોમવારનું વ્રત કરો છો તો આ વ્રત કેટલા કરવા જોઈએ તે જાણવા માટે અમારો આર્ટીકલ અંત સુધી જરૂરથી વાંચજો.

કેલેન્ડર અનુસાર હાલમાં જ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર જઈ ચુક્યો છે. વળી શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ૮ ઓગસ્ટનાં રોજ આવી રહ્યો છે. તેની સાથે જ ત્રીજા સોમવારનું વ્રત ૧૫ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. તે સિવાય ૨૨ ઓગસ્ટનાં રોજ શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર આવે છે તથા શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ૨૯ ઓગસ્ટનાં રોજ આવી રહેલ છે.

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચુકી છે. વળી સંક્રાતિના હિસાબથી જોવામાં આવે તો શ્રાવણ મહિનો શરૂ પણ થઈ ચુક્યો છે. આ વખતે સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભક્તો સંક્રાતિના હિસાબથી વ્રત રાખવા માંગે તો તેમણે પાંચ સોમવારના વ્રત રાખવા જોઈએ.

તે સિવાય જો તમે પ્રત્યેક સોમવારનું વ્રત કરવા માંગો છો અને તમને જાણ નથી કે તમારે કેટલા સોમવારના વ્રત કરવા જોઈએ તો અમે તમને જણાવી દઈએ કે જો તમે સોમવારના વ્રતનો પ્રારંભ કરો છો તો તમારે પ્રત્યેક સોમવાર સતત ૧૬ સોમવાર સુધી વ્રત રાખવા જોઈએ. એટલે કે તમારે સતત ૧૬ સોમવારનું વ્રત કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ૧૬ સોમવારના વ્રતની શરૂઆત સ્વયં માતા પાર્વતીએ કરી હતી. જો તમે સતત ૧૬ સોમવારના વ્રત કરો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

એવું માનવામાં આવે છે કે સતત ૧૬ સોમવારના વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અમુક લોકો તો પાંચ વર્ષ માટે પણ સોમવારના વ્રત કરવાનો સંકલ્પ લેતા હોય છે. જો તમે પણ પાંચ વર્ષ સુધી સોમવારનું વ્રત કરવામાં સક્ષમ છો તો તમે પણ પોતાની ઈચ્છા અનુસાર પાંચ વર્ષ સુધી સોમવારનું વ્રત રાખી શકો છો.