શ્રાવણ મહિનામાં કોઈપણ દિવસે ૭ લાલ મરચાં થી કરી લો આ એક કામ, કરજ મુક્તિ, દુ:ખ નાશ, શત્રુનાશ, નજરદોષ માંથી મુક્તિ

Posted by

શ્રાવણ મહિનાના શુભ મંગળ દિવસોમાં કોઈપણ દિવસે ૭ લાલ મરચાથી અમે તમને જે ઉપાય જણાવીએ તે કરી લો. લાલ મરચાનો આ ઉપાય કરવાથી કરજ નો નાશ થાય છે, દુઃખોનો નાશ થાય છે તથા શત્રુનો વિનાશ થઈ જાય છે. આ ઉપાય કરવાથી નજરદોષ અને પિતૃદોષ બધું જ દુર થાય છે તથા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત થઈ જાય છે. સાત લાલ મરચા નો આ ઉપાય શ્રાવણ મહિનામાં જ કરવાનો છે. જીવન સુખ-દુઃખ અને તડકા-છાયાથી ભરેલું છે. ક્યારેક દુઃખનું પલડું ભારે હોય છે તો ક્યારેક સુખનો પલડું ભારે હોય છે.

Advertisement

ઘણી વખત મનુષ્ય જીવનમાં આવી રહેલી પરેશાનીઓના દબાણને લીધે ઘણા અવસર પર તુટી જતો હોય છે. તે મહેસુસ કરવા લાગે છે કે જેટલી સમસ્યાઓ તેની સામે આવેલી છે તેનો મુકાબલો તે કરી શકશે નહીં. ઘણી વખત વ્યક્તિ એવું પણ વિચારવા લાગે છે કે તે દુનિયાનો સૌથી દુર્ભાગ્યપુર્ણ વ્યક્તિ છે. પરંતુ જીવનની આવી સમસ્યાઓથી ક્યારેય પણ હારવું જોઈએ નહીં. વ્રત તથા ધાર્મિક સંકલ્પ પુજાપાઠ વગેરે અમુક ઉપાય કરીને તમે આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો.

ઘણી વખત નાની નાની ચીજો જે આપણી નજર સામે હોય છે અને આપણે દરરોજ તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, તે આપણને જીવનની ઘણી મોટી સમસ્યાઓમાંથી છુટકારો અપાવી શકે છે. પરંતુ આપણને તે ઉપાયો વિશે જાણ હોતી નથી. હકીકતમાં વધારે પૈસા ખર્ચ કર્યા વગર દરરોજ ઘરમાં ઉપયોગમાં થતી અમુક ચીજોનો ઉપયોગ કરીને આપણે જીવનના ઘણા બધા દુઃખોને દુર કરી શકીએ છીએ. આવા જ ઉપાયો વિશે આજે અમે તમને અમારા આ લેખમાં જણાવવાના છીએ.

આપણે બધા લોકો ભોજનમાં લાલ મરચા નો ઉપયોગ જરૂર કરીએ છીએ. તેનાથી ભોજનનો સ્વાદ વધે છે. લાલ મરચું ફક્ત રસોડામાં જ નહીં, પરંતુ જીવનની પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. આ ઉપાયથી તમે પૈસા મેળવી શકો છો, શત્રુને પરાસ્ત કરી શકો છો અને જો અઢળક મહેનત કર્યા બાદ પણ તમને સફળતા નથી મળી રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ.

લાલ મરચાનાં ઉપાયથી કામ ધંધો પકડી લેશે જોરદાર ઝડપ

જો તમારો કામ ધંધો યોગ્ય રીતે નથી ચાલી રહ્યો હતો માટીના ત્રણ દીવડા લો. તે ત્રણ દીવડામાં તલ, સરસવ, આખા ધાણા અને મીઠું રાખો. ત્યારબાદ ત્રણેય દીવામાં એક-એક લાલ મરચું રાખી દો અને તેને પોતાના વેપારની જગ્યા પર રાખો. થોડા દિવસોમાં જ તમને તેનો કમાલ જોવા મળશે.

માનસિક સમસ્યાઓ માંથી રાહત મેળવવા

માનસિક સમસ્યાઓથી તમે પરેશાન છો અને તમને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી તો તમારે એક લોટામાં પાણી ભરીને તેમાં સુકાયેલા ૨૧ મરચાનાં બીજ નાખી દેવા જોઈએ. ત્યારબાદ તે લોટા ને સુતા પહેલા પોતાના ઓશીકા પાસે રાખી લો. બીજા દિવસે સવારે ઉઠો અને પોતાના માથા ઉપરથી સાત વખત લોટો ઓવારી લો અને પાણીને ઘરની બહાર કોઈ યોગ્ય જગ્યાએ ફેંકી દો.

શુભ કાર્યમાં મળે છે સફળતા

જો તમે કોઈ શુભ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો અને ઈચ્છો છો કે તમને તે કામમાં નિશ્ચિત સફળતા મળે તો પોતાના ઘરના દરવાજા પર પાંચ લાલ મરચા રાખી દો. ત્યારબાદ જ્યારે તમે ઘરેથી બહાર નીકળો તો તે મરચા ઉપર પગ રાખીને આગળ વધો. તમને નિશ્ચિત રૂપથી તે શુભ કાર્યમાં સફળતા મળશે.

દર્દી થઈ જાય છે સ્વસ્થ

ઘરમાં કોઈ બીમાર હોય અને ઘણા સમયથી ઈલાજ કરવા છતાં પણ તેને રાહત મળી ન રહી હોય તો થોડાક કાળા તલ, સાત જાયફળ, ફટકડીના સાત ટુકડા અને સાત લાલ મરચા એક કપડામાં બાંધીને રાખી લો. ત્યારબાદ તે પોટલીને દર્દીની પાસે રાખો. એક મહિનામાં ચાર વખત દર શુક્રવારે આ ઉપાય કરો. તેના બીજા દિવસે એટલે કે શનિવારના દિવસે તે પોટલીને કોઈ વૃક્ષની પાસે રાખી દો થોડા દિવસોમાં જ તમને તેની અસર જોવા મળશે.

દુશ્મનનું મન પણ બદલી જાય છે

જો તમારો કોઈ પરિચિત અથવા અપરિચિત દુશ્મન સતત તમને પરેશાન કરી રહેલ છે તો તમારે લાલ મરચાનો ઉપાય કરવો જોઈએ. તમારે કોઈપણ મંગળવાર અથવા શનિવારની રાત્રે પોતાના ઘરેથી બહાર નીકળો અને જમીનમાં એક ખાડો કરો. ત્યારબાદ પોતાના દુશ્મનનું નામ લઈને સુકાયેલા પાંચ લાલ મરચા ને પોતાના માથા ઉપરથી ઉતારી લો અને તે મરચાને ખાડામાં દબાવીને માટેથી દાટી દો. ત્યારબાદ ચુપચાપ પોતાના ઘરે જ ચાલ્યા જવું અને પાછળ વળીને જોવું નહીં. માનવામાં આવે છે કે આ ઉપાયથી શત્રુનું મન બદલી જાય છે અને પછી તે ક્યારેય પરેશાન કરતો નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.