શ્રાવણ મહિનામાં માંસાહાર નું સેવન કરવાની શા માટે મનાઈ કરવામાં આવે છે, આ છે તેની પાછળનું સાચું કારણ

Posted by

શ્રાવણ મહિનાની ઋતુ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી મહત્વપુર્ણ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ ઋતુમાં ભગવાન શિવની પુજા કરવાની લીધે માંસાહારનું સેવન વર્જિત હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો આ મહિનામાં માંસાહરનું સેવન કરવું જોઈએ નહીં. આ મહિનામાં વરસાદ થતો હોય છે. વાતાવરણમાં ફંગસ અને ફંગલ ઇન્ફેક્શન વધવા લાગે છે. ખાવા પીવાનો સામાન જલ્દી ખરાબ થવા લાગે છે. કારણ કે સુરજ અને ચંદ્રની રોશની નો અભાવ થઈ જાય છે, જેના લીધે ખાદ્ય પદાર્થો જલ્દી સંક્રમિત થઈ જાય છે.

Advertisement

પાચનશક્તિ થઈ જાય છે કમજોર

શ્રાવણ મહિનામાં સતત વરસાદ થતો હોવાને લીધે ભેજનું પ્રમાણ વધી જાય છે. જેનાથી આપણી પાચન અગ્નિ કમજોર થઈ જાય છે. માંસાહર પદાર્થોને પચવામાં વધારે સમય લાગે છે. પાચનશક્તિ કમજોર હોવાને લીધે નોનવેજ ફુડ આંતરડામાં સડવા લાગે છે. પેટ ભરેલું લાગે છે. જો કે આપણું આખું શરીર પાચન અગ્નિ ઉપર નિર્ભર હોય છે. તેના લીધે આપણી તબિયત ખરાબ થઈ જાય છે. અગ્નિ જ આપણા શરીરના શક્તિ ધાતુઓનું નિર્માણ કરવામાં સક્ષમ હોય છે. કહી શકાય છે કે પાચન અગ્નિ જ આપણા સાત ધાતુઓની ગુણવત્તાઓને નિર્ધારિત કરે છે.

પશુઓ પણ થઈ જાય છે બીમાર

વાતાવરણમાં જીવજંતુ વગેરેની સંખ્યા વધી જાય છે. ઘણી બીમારીઓ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા થવા લાગે છે. જે જાનવરોને પણ બીમાર કરી દેતી હોય છે. તેમના માંસનું સેવન કરવું હાનિકારક હોય છે.

સમ અગ્નિમાં આપણી પાચન ક્રિયા સામાન્ય હોય છે. તેમાં ભોજન પચવામાં ૫ થી ૬ કલાકનો સમય લાગે છે. વળી મંદ અગ્નિમાં પાચન થવામાં ૭ થી ૮ કલાકનો સમય લાગી શકે છે, જેના કારણે આપણું ભોજન અંદર સડવા લાગે છે અને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે.

નબળી પાચન શક્તિવાળા એ ભોજન કરવું જોઈએ નહીં

જાનવર જે ફુલ છોડ અને ઘાસ ખાય છે, તેની સાથે ઘણા બધા ઝેરી જીવજંતુઓનું પણ સેવન કરી લેતા હોય છે. તેનાથી જાનવર બીમાર થઈ જાય છે. તેમને પણ સંક્રમણ થઈ જતું હોય છે. જાનવરોનું માંસ શરીર માટે ખુબ જ નુકસાન દાયક સાબિત થઈ શકે છે. શ્રાવણ મહિનામાં પાચન અગ્નિને તંદુરસ્ત રાખવા માટે ગિલોય, લીમડો, તુલસી, તજ, પીપળી, વરિયાળી તથા સિંધાલુણ મીઠા નું સેવન કરવું જોઈએ.

માછલી ઈંડા આપે છે તેનું સેવન હાનિકારક છે

આ ઋતુમાં માછલી એન્ડોત્સર્ગ કરે છે, તેનું સેવન કરવાથી બીમારીઓ થવાનો ખતરો રહેશે. અન્ય પશુઓના ગર્ભધારણ પ્રજનન નો સમય હોય છે. તેમના શરીરમાં હોર્મોનલ પરિવર્તન થાય છે. જેથી શ્રાવણ મહિનાના સમયે માંસાહારનો સેવન કરવું સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણ થી બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતું નથી. જેથી શ્રાવણ મહિનામાં માંસાહર કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.