શ્રાવણ મહિનામાં મેળવવા માંગો છો શિવજીની વિશેષ કૃપા તો ઘરે લઈ આવો આ સમાન, ચમકી જશે ભાગ્યનાં સિતારાઓ

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને સાત્વિકતા પૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણ મહિનો શિવજીનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં તેમની કૃપા મેળવવી વધુ સરળ બની જાય છે. આ પવિત્ર મહિનામાં વ્યક્તિ ઊર્જાવાન અને સકારાત્મક મહેસૂસ કરે છે. શ્રાવણ મહિનામાં વરસાદ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. ચારો તરફ ભોલેનાથની જય-જયકાર સાંભળવા મળે છે. તેવામાં જો તમે શિવજીની વિશેષ કૃપા મેળવવા માંગો છો અને નસીબને મજબૂત બનાવવા માગો છો, તો પોતાના ઘરમાં આ સામાન જરૂરથી લાવો.

એટલા માટે નીલકંઠ કહેવાયા

શ્રાવણ માસને લઈને શિવ પુરાણમાં એક કથા જણાવવામાં આવી છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન દરમિયાન વિષ નિકળ્યું હતું, જેને મહાદેવે પોતાના કંઠમાં ધારણ કરી લીધું. તેના કારણે ભગવાન શિવજીનું ગળું લીલું પડી ગયું અને એજ કારણને લીધે ભગવાન શિવજીને નીલકંઠ પણ બોલાવવામાં આવે છે.

આ ઘટના તે વાતનું પ્રતીક છે કે સંસારમાં જ્યારે પણ કોઈ સ્થાન પર ખરાબ શક્તિઓ અત્યાચાર વધારે છે, તો ભગવાન શિવ કોઈને કોઈ રૂપમાં આવીને ખરાબ શક્તિઓનો નાશ કરી દે છે. આજે અમે તમને જણાવીશું કે શિવજી સાથે જોડાયેલ અમુક વાસ્તુના ઉપાય, જેનાથી તમે ઘરમાં રહેલી ખરાબ શક્તિઓનો નાશ કરી શકશો અને પોતાના નસીબને મજબૂત બનાવી શકશો.

પૂર્વ દિશામાં જળનો સ્ત્રોત

વાસ્તુ અનુસાર પૂર્વ દિશાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિશામાં ભગવાન નિવાસ કરે છે. એ જ કારણ છે કે કોઈપણ પૂજા અથવા શુભ કાર્ય પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પોતાને ઉર્જાવાન બનાવવા માટે તમે ઈચ્છો તો જળનો એક નાનો સ્ત્રોત બનાવીને ઘરની બહાર રાખી શકો છો. આવું કરવા માટે તમે કુત્રિમ વોટર ફાઉન્ટેન લગાવીને પૂર્વ દિશામાં રાખી શકો છો.

તુલસીની પૂજા

તુલસીની પૂજા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં તુલસી ની સેવા જરૂર કરવી જોઈએ. તેના માટે ઉત્તર દિશામાં માટીના કુંડામાં તુલસીનો છોડ લગાવો અને નિયમિત તેની પૂજા કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને સાથોસાથ તમારા પૂર્વજોના પણ આશીર્વાદ મળશે. જો કુવારી કન્યા પોતાના હાથથી તુલસીનો છોડ લગાવે છે તો તેમને યોગ્ય વર મળે છે.

અર્ધનારીશ્વર ને કરો સ્થાપિત

પૂર્વ દિશામાં બધા દેવતાઓનો નિવાસ હોય છે અને ભગવાન શિવ પણ આ દિશામાં રહે છે. તેવામાં પૂર્વ દિશા અને હંમેશા ચોખ્ખી રાખવી જોઈએ. આ દિશામાં તમે ભગવાનનાં અર્ધનારેશ્વર રૂપની મૂર્તિ સ્થાપિત કરી શકો છો. જો ભગવાનના આ રૂપની સફેદ આરસની એક પથ્થરમાંથી બનાવેલ પ્રતિમા મળે તો તે વધારે શુભ રહેશે. તેને પોતાના ઘરની પૂર્વ દિશામાં સ્થાપિત કરી દો. આવું કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિ આવશે અને વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહેશે.

રુદ્રાક્ષ ખાસ

રુદ્રાક્ષ એક ખાસ પ્રકારનું ફળ છે, જેને શિવજીનો અંશ માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુમાંથી થઇ છે. રૂદ્રાક્ષ ધારણ કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારી ઉપર રહેલા બધા પ્રકારના અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો થાય છે અને સાથે-સાથે તમને શાંતિ પણ મળે છે. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે પરિવારના લોકોમાં સંતુલન સ્થાપિત કરી શકશો. વળી વૈવાહિક જીવનમાં મીઠાશ ઉમેરવા માટે ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરો.

ધતુરાનો છોડ લગાવો

ભગવાન શિવજીને ધતુરા ખૂબ જ પ્રિય છે. એટલા માટે શિવજીની પૂજામાં હંમેશા ધતુરાના ફૂલ અને ફળનો ઉપયોગ થાય છે. તેવી માન્યતા છે કે જો ભગવાન શિવજીની પૂજામાં જે વ્યક્તિ ધતુરાનો ઉપયોગ કરે છે તે ભય મુક્ત થઈ જાય છે અને તેના જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. તેવામાં શ્રાવણ મહિનામાં તમે પોતાના ઘરની બહાર ધતુરા નો છોડ લગાવો અને જીવનના બધા કષ્ટોમાંથી મુક્તિ મેળવી લો.