શ્રાવણ મહિનામાં મીઠું હાથમાં લઈને બોલી દો આ ૨ શબ્દો, એટલા પૈસા આવશે કે ઘરમાં પણ સાચવી નહીં શકો

Posted by

આપણે બધા લોકો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને આરાધના કરીએ છીએ. શિવજીને ભક્તિ ભાવથી જળ ચડાવીએ છીએ. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં દરેક ભક્તોએ શિવલિંગ ઉપર જળ ચઢાવવું જોઈએ. તેનાથી મનુષ્યના સમસ્ત પાપનો નાશ થાય છે અને શિવજી હંમેશા તે વ્યક્તિ ઉપર પ્રસન્ન રહે છે. સ્વયં મહાદેવે માતા પાર્વતી ને તે વાત જણાવી છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર અથવા દુધ ચડાવવાથી ભક્તોની બધી મનોકામનાઓ પુર્ણ થાય છે.

Advertisement

શ્રાવણ મહિનામાં મીઠાનો પ્રયોગ કરીને પણ શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. મીઠું એક ખુબ જ ચમત્કારિક પદાર્થ છે. તેની ઉત્પત્તિ સમુદ્રમાંથી થયેલી છે, જેના લીધે તે એક પ્રકારનું રત્ન પણ માનવામાં આવે છે. જો વ્યક્તિ અપાર ધન સંપત્તિ મેળવવા માંગે છે તો તેણે પોતાના ઘરની શુદ્ધતા અને પવિત્રતા જાળવી રાખવા માટે ઘરમાં મીઠા સાથે જોડાયેલા ઉપાય અવશ્ય કરવા જોઈએ.

ઘણી વખત એવું બને છે કે અઢળક મહેનત કરવા છતાં પણ પૈસાની આવક થતી નથી અથવા તો અચાનક કોઈ કારણથી બધા પૈસા બરબાદ થઈ જાય છે. ક્યારેક અમુક લોકો કરજ સાથે જોડાયેલી પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હોય છે. આવી ધન સાથે જોડાયેલી અઢળક સમસ્યાઓ મીઠાના માધ્યમથી સમાપ્ત કરી શકાય છે. શ્રાવણ મહિનામાં મીઠા દ્વારા તમે પોતાના જીવનની બધી મુશ્કેલીઓને સમાપ્ત કરી શકો છો. ભગવાન ભોલેનાથના મનપસંદ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તમારે અમુક મીઠાના ઉપાય કરવા જોઈએ. ભગવાન ભોલેનાથ તમારી દરેક મુશ્કેલીઓને સમાપ્ત કરી નાખે છે.

તમારે આ બધા ઉપાય શ્રાવણ મહિનાના સોમવારના દિવસે કરવા જોઈએ તથા અન્ય દિવસોએ પણ કરી શકો છો. પરંતુ સોમવારના દિવસે કરવા પર તમને તેનું વધારે શુભ પરિણામ પ્રાપ્ત થશે. જો તમારા ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે અથવા તો ઘરમાં વાદવિવાદ તથા લડાઈ ઝઘડા થતા રહે છે તો પણ તમારે મીઠાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. કારણ કે મીઠું એક એવો પદાર્થ છે જે નકારાત્મક ઊર્જાને શોષી લેવાની ક્ષમતા રાખે છે. મીઠું વાતાવરણમાં જે પણ નકારાત્મક ઊર્જા હોય છે તેને શોષી લેતું હોય છે અને ઘરનું વાતાવરણ અત્યંત પવિત્ર અને મંગલમય બનાવે છે.

મીઠાના આ ઉપાય કરીને જોશો તો તમને પોતાને મહેસુસ થવા લાગશે કે તમારા ઘરમાં સાકરાત્મકતા વધેલી છે. પરિવારના સદસ્યો ની આંખોમાં જે ગુસ્સો જોવા મળતો હતો તે હવે દુર થયો છે. વળી તે શાંતિમાં પરિવર્તિત થતો પણ જોવા મળે છે. સાથોસાથ ઘરમાં જો ધન સાથે જોડાયેલી આર્થિક તંગીની સમસ્યા હોય તો તમારે શિવજીના મંત્રનો ઉચ્ચારણ કરીને મીઠાના ઉપાય અવશ્ય કરવા જોઈએ.

આ ઉપાય કરવાથી તમને જરૂરથી કોઈને કોઈ માધ્યમથી ધનની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવજી ક્યારેય પણ તમારી ઈચ્છા ને અધુરી છોડશે નહીં. તમારે બસ પુરી શ્રદ્ધા ભક્તિ ભાવને સાથે ભગવાન ભોલેનાથના શરણમાં જવું જોઈએ. શિવજી ક્યારે પણ ભક્તોને નિરાશ કરતા નથી. સાધારણ મીઠાનો ઉપયોગ જેવી રીતે ભોજનમાં કરવા પર તે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એ રીતે જ તેનો ઉપયોગ ઘરમાં કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.

જે ઘરમાં મીઠા ને સ્ટીલ અને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવામાં આવે છે, તે ઘરમાં પરેશાની આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્ર ગ્રહનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો મીઠાને આવા ડબ્બામાં રાખવામાં આવે છે તો તેનો નકારાત્મક પ્રભાવ પડે છે, એટલા માટે મીઠાને હંમેશા કાચના વાસણમાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં કોઈપણ પ્રકારનો દોષ ઉત્પન્ન થતો નથી.

શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પોતુ લગાવતા સમયે પાણીમાં “ૐ નમઃ શિવાય” બોલીને મીઠું ઉમેરવું જોઈએ અને તે પાણીથી આખા ઘરમાં પોતું કરવું જોઈએ. આવું કરવાથી ઘરની અંદર રહેલ સમસ્ત પ્રકારની નકારાત્મક ઊર્જાનું નાશ થાય છે અને ઘરની અંદર કોઈ પણ ખરાબ શક્તિ નિવાસ કરી રહી હોય તો તે પણ છોડીને ચાલી જાય છે. આ ઉપાય ને કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબુત બને છે.

શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે રસોડામાં અથવા બાથરૂમમાં કોઈપણ કાચના કટોરામાં સમુદ્રી મીઠું અથવા સિંધાલુણ મીઠું ભરીને રાખો. આવું કરવાથી ઘરની નકારાત્મક શક્તિ અને દરિદ્રતાનો નાશ થાય છે. જો કરજ સાથે સંબંધિત સમસ્યા હોય તો તે પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. જો તમારે ધન સાથે જોડાયેલી સમસ્યા છે અથવા તો અચાનક પૈસાનો ખર્ચ થતો રહે છે તો તમારે કાચના એક વાસણમાં મીઠું ભરીને તેમાં ત્રણ લવિંગ ઉમેરીને આ વાસણને ઘરની ઉત્તર દિશામાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં રહેલ ધન સંબંધી તમામ પ્રકારની સમસ્યા સમાપ્ત થઈ જાય છે અને અનેક પ્રકારના માર્ગોથી ઘરમાં ધન આવવા લાગે છે. લવિંગને મીઠામાં નાખવાથી મીઠાના નવા માર્ગ બને છે અને ઘણા પ્રકારના લાભ થાય છે. આવું કરવાથી ઘરમાં અઢળક ખુશીઓ પણ આવે છે.

ઘરમાં જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના ઓશીકામાં દક્ષિણ દિશા તરફ એક કાચની કટોરીમાં મીઠું ભરીને અવશ્ય રાખો અને તે વ્યક્તિને “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવા માટે કહો. તેનાથી મૃત્યુ તુલ્ય કષ્ટનો પણ નાશ થાય છે. દક્ષિણ દિશામાંથી આવતી નકારાત્મક ઊર્જાને મીઠું શોષી લેતું હોય છે અને વ્યક્તિ સ્વસ્થ તથા બળવાન બને છે.

સૌથી મહત્વપુર્ણ વાત જે વ્યક્તિએ શ્રાવણ મહિનામાં અથવા કોઈપણ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે મીઠાનો ત્યાગ કરે છે તેને ભગવાન શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય મીઠાનો ત્યાગ કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ દુધ દહીંનો ત્યાગ કરે છે તેને સુંદર રૂપની પ્રાપ્તિ થાય છે અને જે વ્યક્તિ સોમવારના દિવસે ભોજનનો ત્યાગ કરે છે તે દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.