શ્રાવણ મહિનામાં શરીરનાં આ અંગ ઉપર આજે જ બાંધી લો કાળો દોરો, થઈ જશો કરોડપતિ અને માલામાલ

Posted by

તમે ઘણી વખત પોતાના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે કોઈપણ શુભ કાર્યમાં કાળા કપડા પહેરવા જોઈએ નહીં. કારણ કે કાળા કપડાને અશુભ માનવામાં આવે છે. પરંતુ ખરાબ નજરથી બચવા માટે હંમેશા કાળા રંગનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે કાળો દોરો, કાળું તિલક અને કાળા તલ. કાળા રંગનો ઉપયોગ આપણે હંમેશા ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ. આપણે પોતાની આસપાસ જોયું હશે કે વડીલ હોય કે બાળક બધાને ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો બાંધવામાં આવે છે. બાળપણથી જ આપણે વડીલોની સલાહ માનીને કાળો દોરો બાંધતા આવીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો કાળો દોરો શા માટે બાંધે છે?

Advertisement

કાળો દોરો લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે. અમુક લોકો તેને ફક્ત અંધવિશ્વાસ માને છે. સામાન્ય સમજ અનુસાર કાળો રંગ નજર લગાવનાર વ્યક્તિની એકાગ્રતાને ભંગ કરે છે, જેના લીધે નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિને પ્રભાવિત કરી શકતી નથી.

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં જો શરીરના અમુક ખાસ અંગ ઉપર કાળો દોરો બાંધવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવી રહેલી તમામ અડચણ દુર થાય છે અને વ્યક્તિના ઘરમાં અઢળક ધન સંપત્તિ આવવા લાગે છે. આવા વ્યક્તિને ચારે બાજુથી ધન લાભ થવા લાગે છે તથા આવકના નવા સ્ત્રોત મળે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં તમારે પણ પોતાના શરીરના અમુક ખાસ અંગ ઉપર કાળો દોરો બાંધી લેવો જોઈએ, જેથી મહાદેવની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહે.

હકીકતમાં કાળો દોરો બાંધવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણા શરીર પાંચ તત્વોથી મળીને બનેલ છે. આ પાંચ તત્વ છે પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ. તેમાંથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. તેમાંથી મળતી ઉર્જાથી જ આપણે બધી સુવિધાઓ પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગે છે ત્યારે આ પાંચ તત્વ થી મળવા વાળી સંબંધિત સકરાત્મક ઉર્જા આપણા સુધી પહોંચતી નથી. એટલા માટે ગળામાં કાળો દોરો બાંધવામાં આવે છે. હકીકતમાં અમુક લોકો કાળા દોરામાં ભગવાનનું લોકેટ પણ ધારણ કરે છે, તેને ખુબ જ શુભ માનવામાં આવે છે.

કાળો દોરો બાંધવાથી આપણે ખરાબ નજરથી બચીએ છીએ. સાથોસાથે આપણને માલામાલ પણ બનાવી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમે કરોડપતિ બની જાવ તો તમારે કાળા દોરા નો આ સરળ ઉપાય કરવાનો રહેશે. શ્રાવણ મહિનામાં બજારમાંથી રેશમનો અથવા સુતરનો કાળો દોરો લઈ આવો અને કોઈ પણ શનિવાર અથવા મંગળવારના દિવસે આ કાળો દોરો હનુમાનજીના મંદિરમાં લઈ જવો. આ કાળા દોરામાં ૯ નાની ગાંઠ લગાવી લો અને તેની ઉપર હનુમાનજીના પગનો સિંદુર લગાવી લો. ઘરે લાવીને આ કાળા દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો અથવા તિજોરી પર બાંધી દો. આ એક નાના ઉપાયથી તમે ખુબ જ જલ્દી માલામાલ બની જશો.

શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે શરીરમાં કાળો દોરો બાંધવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના દિવસોમાં જમણા પગમાં કાળો દોરો બાંધવો શુભ હોય છે અને તેના પ્રભાવથી જાતકના જીવનમાં આર્થિક સુખ અને ઘરમાં ધન સમૃદ્ધિ નું આગમન થાય છે. સ્વાસ્થ્યનાં દૃષ્ટિકોણથી પણ કાળો દોરો બાંધવો ફાયદાકારક હોય છે. પેટનાં દુખાવાથી પીડિત લોકોએ પોતાના પગના અંગુઠામાં કાળો દોરો બાંધી લેવો જોઈએ. તેનાથી પેટનો દુખાવો ઓછો થઈ જાય છે. જે બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર હોય તેમને કાળો દોરો પહેરવાથી રોગ પ્રધિરોધક ક્ષમતા વધી જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.