શ્રાવણ મહિનામાં વ્રત રાખવા વાળા ભક્ત જાણી લે આ જરૂરી નિયમ, બધી જ મનોકામના થઈ જશે પુરી

Posted by

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર  પાંચમો મહિનો શ્રાવણના હોય છે અને આ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની વિધિ-વિધાન પુર્વક પુજા-અર્ચના કરવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહિનામાં શિવજીની પુજા-અર્ચના કરે છે તેની બધી ઈચ્છાઓ પુરી થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ૯ ઓગસ્ટ થી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.

ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શિવજી સૌથી જલ્દી પ્રસન્ન થવાવાળા દેવતા માનવામાં આવે છે. જો તેમને સાચા મનથી પુજા કરવામાં આવે તો તેમનો આશીર્વાદ ભક્તો ઉપર બની રહે છે. તમને જણાવી દઈએ કે પાર્વતીજી એ શ્રાવણ મહિનામાં નિરાહાર રહીને કઠોર વ્રત અને તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. એટલા માટે ઇચ્છિત વર મેળવવા માટે શ્રાવણ સોમવારના વ્રતનું ખુબ જ મહત્વપુર્ણ બતાવવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં વ્રત રાખવા પહેલા આ જરૂરી નિયમ જાણી લો

  • ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં વ્રત કરવાથી ભક્તની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે. આ સિવાય ઘણા લોકો આ આખા મહિનામાં વ્રત રાખે છે. તેવામાં લોકોએ થોડી ખાસ વાતોને ધ્યાન રાખવી ખુબ જ આવશ્યક છે. શ્રાવણનાં આખા મહિનામાં વ્રત કરી રહ્યા છો તો એ દરમિયાન જમીન પર સુવું જોઈએ અને સુર્યોદય પહેલાં ઊઠવું જોઈએ.
  • જાગવા પર વધારે સમય ભગવાનની આરાધના લગાવવો જોઈએ અને મૌન રહેવું ખુબ જ સારૂ માનવામાં આવે છે, જેથી કોઈ ખોટા શબ્દ મોઢામાંથી ના નીકળે અને ના તમારું ધ્યાન આમતેમ ભટકે.

  • જે લોકો શ્રાવણ મહિનામાં વ્રત કરી રહ્યા છે, તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વ્રતમાં દુધ, સાકર, દહીં, તેલ, પાંદડાવાળી શાકભાજી, મસાલેદાર ભોજનનું સેવન ન કરો. તમારે ફળાહાર પર પણ સંયમ કરવો જોઈએ. તમે એટલું જ ભોજનનું સેવન કરો જેમાં તમને ઊંઘ ન આવે અને ભગવાનની આરાધનામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ઉત્પન્ન ન થાય.
  • જે લોકો આખા શ્રાવણ મહિનાનું વ્રત નથી કરી રહ્યા, તેમણે સોપારી, માંસ અને મદિરાનું સેવન ભુલથી પણ કરવું જોઈએ નહીં.

  • શ્રાવણ મહિનાનું આખું વ્રત રાખવા વાળા લોકોએ આ વાતનું ધ્યાન રાખવા પડશે કે આ દરમિયાન દાઢી ન કરાવો. વાળ અને નખ પણ ન કાપો.
  • શ્રાવણ મહિનામાં પતિ પત્ની એ વિશેષ સંયમ રાખવું પડશે. બની શકે તો વ્રતમાં યાત્રા ન કરો. તમે ઘર પર રહીને જ ભગવાનની આરાધના કરી શકો છો.
  • શ્રાવણનાં પવિત્ર મહિનામાં તમે ભગવાન શિવજી સિવાય ભગવાન વિષ્ણુ અને તમારા ઈષ્ટ દેવની આરાધના કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *