શ્રાવણ મહિનાનાં પહેલા સોમવારે જરૂરથી કરી લો આ ૫ મહાઉપાય, જ માંગશો એ બધી ઈચ્છા પુરી થશે

Posted by

હિન્દુ ધર્મમાં સપ્તાહના સાત દિવસોમાંથી સોમવારનો દિવસ કલ્યાણના દેવતા માનવામાં આવતા ભગવાન શિવની સાધના માટે સમર્પિત છે. આ દિવસનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે તે શ્રાવણ મહિનામાં આવે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં આવતા સોમવારના દિવસે જપ, તપ અને વ્રત કરવાથી વ્યક્તિની બધી મનોકામના ખુબ જ જલ્દી પુરી થાય છે. કારણ કે શ્રાવણ મહિનાને ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે.

Advertisement

સોમવારના દિવસે તો અવારનવાર મહિલાઓ પોતાના સૌભાગ્ય સંતાન અને સુખ સંપત્તિની પ્રાપ્તા માટે પુજા પાઠ કરતી હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં આવતા વ્રતને મહિલાઓ પુરુષો વડીલો તથા બાળકો બધા લોકો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે કરે છે. તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે એવો કયો ઉપાય છે, જેને કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પુરી થઈ જાય છે.

કેવી રીતે રાખવું સોમવારનું વ્રત

શ્રાવણીયા સોમવારનું વ્રત રાખવા માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ ભગવાનનું ધ્યાન કરો. જો શક્ય હોય તો સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. ત્યારબાદ ચોખ્ખા વસ્ત્ર પહેરીને ભગવાન શિવનું ધ્યાન કરો. યાદ રાખો કે ભગવાન શિવની પુજા ક્યારે પણ કાળા વસ્ત્ર પહેરીને કરવી જોઈએ નહીં. ભગવાન શિવનું ધ્યાન કર્યા બાદ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત વિધિ વિધાનથી કરવાનું સંકલ્પ કરો. ત્યારબાદ ભગવાન શિવને દુધ અને ગંગાજળથી સ્નાન કરાવો અને ત્યારબાદ ભગવાન શિવને તેમને સૌથી પ્રિય ચીજો જેમ કે સફેદ ચંદન, ભસ્મ, રુદ્રાક્ષ, બીલીપત્ર, ભાંગ, ધતુરો, ચોખા વગેરે ચઢાવો. ત્યારબાદ ભગવાન શિવના મંત્ર “ૐ નમઃ શિવાય” મંત્રની ઓછામાં ઓછી એક માળા જાપ અવશ્ય કરો. મહાદેવની પુજા બાદ જે પ્રસાદ ચડાવો, તેને વધુમાં વધુ લોકો ને વહેંચો.

શ્રાવણ મહિનાના સોમવાર પર શિવજીની પુજાનો મહાઉપાય

શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવને આંકડાના ફુલ ચડાવવાથી તેઓ ખુબ જ જલ્દી પ્રસન્ન થઈને ઇચ્છિત વરદાન આપે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે આંકડાના છોડના મુળને શિવના મંત્રોથી અભિમંત્રિત કરીને કોઈ વ્યક્તિને પહેરાવી દેવામાં આવે તો તે હંમેશા ખરાબ નજરથી બચી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાનું વ્રત રાખવા સિવાય શિવલિંગ ઉપર જળાભિષેકને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. સાથોસાથ શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે ગાયને ચારો ખવડાવો અને ગરીબોમાં ભોજન તથા વસ્ત્રોનું દાન કરવાથી મહાદેવ ખુબ જ પ્રસન્ન થાય છે.

પહેલા સોમવારના દિવસે સવારે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થઈને ગંગાજળ, ખાંડ, ચોખા અને કાચા દુધના મિશ્રણવાળું જળ ભગવાન શિવને અર્પિત કરો. માન્યતા છે કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે આ ઉપાય કરવાથી વેપાર, નોકરી, ધન-સંપત્તિ અને વૈવાહિક જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની અડચણ દુર થાય છે.

ભોલેનાથની પુજામાં બીલીપત્રને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેવામાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે બીલીપત્ર ઉપર ચંદનથી “ૐ નમઃ શિવાય” લખો અને ત્યારબાદ તેને મહાદેવને અર્પિત કરી દો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.