હિન્દુ ધર્મશાસ્ત્રમાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. ધર્મ શાસ્ત્રમાં સોમવારના વ્રતનું મહત્વ ખુબ જ શુભ ફળદાયક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે અવિવાહિક યુવતીઓ ઇચ્છિત વર મેળવવા માટે અને વિવાહિત સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે સોમવારનું વ્રત રાખે છે. વળી પુરુષો પણ જીવનની સમસ્યાઓનું નિવારણ કરવા માટે સોમવારનું વ્રત રાખે છે. ભગવાન શિવ નું વ્રત રાખીને વિધિ વિધાનથી પુજા કરવાથી તેઓ અતિ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પુરી કરવાના આશીર્વાદ આપે છે.
પરંતુ અમુક લોકો માટે સોમવારનું વ્રત વર્જિત માનવામાં આવે છે. જો આ લોકો સોમવારનું વ્રત કરે છે, તો તેમણે ભગવાન શિવની નારાજગી સહન કરવી પડે છે. તેની સાથોસાથ આ લોકોને વ્રત અને પુજા નું ફળ પણ પ્રાપ્ત થતું નથી. તેમને લાભ થવાને બદલે નુકસાન થઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓ ન રાખે વ્રત
ગર્ભવતી મહિલાઓને વ્રત રાખવાની મનાઈ હોય છે. કારણ કે આખો દિવસ ભુખ્યા રહેવાને લીધે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. સાથોસાથ ગર્ભમાં રહેલ બાળક ઉપર પણ પ્રભાવ પડી શકે છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓએ સવારે સ્નાન વગેરે કરીને ભગવાન ભોલેનાથને જળ ચડાવવું જોઈએ.
વૃદ્ધ વ્યક્તિએ પણ ન કરવું જોઈએ વ્રત
શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરતા સમયે ફક્ત એક જ વખત ભોજન કરવામાં આવે છે. તે સિવાય દિવસમાં ફળ આહાર લઈ શકાય છે. તેવામાં વૃદ્ધ વ્યક્તિઓએ પણ સોમવારનું વ્રત કરવું જોઈએ નહીં. તેનાથી તેમના શરીરમાં કમજોરી આવી શકે છે. જેનાથી વ્રત ભંગ થઈ જાય છે. જોકે સોમવારના દિવસે મંદિરમાં જઈને શિવજીની પુજા કરી શકો છો.
બીમાર વ્યક્તિ ન કરે વ્રત
જો કોઈ વ્યક્તિ બીમાર છે અથવા દવાઓ ચાલી રહી છે, તો તેને પણ વ્રત ઉપવાસ રાખવા જોઈએ નહીં. કારણ કે દવાઓ લેવાની લીધે વ્રત ભંગ થઈ શકે છે અને દવાઓની સાથે ડાયટ પણ યોગ્ય રીતે લેવું જોઈએ. એટલા માટે આવા લોકોએ વ્રત રાખવું જોઈએ નહીં.
જે પુરુષો પોતાના મનમાં મહિલાઓ પ્રત્યે ગંદા વિચાર રાખે છે અને તેમનો અનાદર કરે છે, આવા લોકોથી ભગવાન શિવ પ્રસન્ન થતા નથી. તેવામાં આવા ગંદા વિચારોની સાથે પુરુષોએ સોમવારનું વ્રત રાખવું જોઈએ નહીં. વળી જે લોકોના લગ્ન વહીવહીક રીતે રિવાજો અથવા ધાર્મિક વિધિ વિધાનથી ન થયેલા હોય ધાર્મિક અને નૈતિક કર્તવ્યનું પાલન ન કરવામાં આવ્યું હોય, આવા લોકોથી ભગવાન શિવ પ્રસન્ન રહેતા નથી. તેમને સોમવારનાં વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી. આવા લોકોએ સોમવારનું વ્રત ન રાખવું જોઈએ.