શ્રીકૃષ્ણએ મહાભારતનાં યુધ્ધ માટે કુરુક્ષેત્રને જ શા માટે પસંદ કર્યું હતું? જાણો એવું રહસ્ય જે ખુબ જ ઓછા લોકો જાણે છે

Posted by

દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના ૮મા અવતાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ હિન્દુ ધર્મના પ્રમુખ તહેવાર માંથી એક છે. આજે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે શ્રીકૃષ્ણએ મહાભારતના ભીષણ યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભુમિને જ કેમ પસંદ કરી.

મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ પણ કુરુક્ષેત્રમાં જ આપ્યો હતો. મહાભારત સમાપ્ત થઈ ગયું, પરંતુ તેનો ઉલ્લેખ આજે પણ થતો રહે છે. ધર્મ અને અધર્મ ની લડાઈનાં કિસ્સા રહસ્ય બનેલા છે. તેમાંથી એક છે શ્રીકૃષ્ણએ મહાભારતનાં યુદ્ધ માટે કુરુક્ષેત્રને જ કેમ પસંદ કર્યું.

કુરુક્ષેત્રનું રહસ્ય

એવું કહેવાય છે કે મહાભારત યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે લડવામાં આવ્યુ હતું. તે ભીષણ યુદ્ધમાં લાખો-કરોડો યોદ્ધાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ યુદ્ધ માટે ભુમિ શોધવાની જવાબદારી ભગવાન શ્રીકૃષ્ણને આપવામાં આવી હતી. કૌરવો અને પાંડવો વચ્ચે થનાર યુદ્ધના માટે શ્રીકૃષ્ણને એક એવી જમીનની જરૂરીયાત હતી, જેનો ઇતિહાસ ઘણો ભયાનક રહ્યો હોય. તે જાણતા હતા કે આ યુદ્ધ ભાઈઓ અને ઘનિષ્ઠ લોકો વચ્ચે થવાનું હતું. રણભુમિમાં પોતાનાને નિધન પામતા જોઈ યોદ્ધાઓના મનમાં સમાધાનની ભાવના ઉત્પન્ન થઈ શકતી હતી. એટલા માટે તે એક એવી રણભુમિ ઇચ્છતા હતા, જેનો ઇતિહાસ ક્રોધ અને દ્વેષ થી ભરેલો હોય.

આ કારણથી યુદ્ધ માટે કુરુક્ષેત્ર પસંદ કર્યું

એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ એવી જમીન શોધવા માટે ચાર દિશામા પોતાના દુત  મોકલ્યા. એક દુતે કુરુક્ષેત્રની જાણકારી આપી. દુતે બતાવ્યું, આ સ્થાન પર મોટાએ પોતાના નાના ભાઈને ખેતીના મેંઢ થી વહેતા પાણીને અટકાવવાનો આદેશ આપ્યો. જ્યારે નાના ભાઈએ એ પોતાના મોટાભાઈની વાત માનવાથી ઇનકાર કરી દીધો. ત્યારે મોટોભાઈ ક્રોધિત થયો અને તેણે છરી લઈને પોતાના ભાઇની હત્યા કરી દીધી. સૌથી ખાસ વાત તેણે પોતાના જ ભાઈ ની લાશને મેંઢ પાસે લગાવી. જેથી પાણીનું વહેણ ઓછું થઈ શકે. દુત ની વાત સાંભળીને શ્રીકૃષ્ણે નિશ્ચિત કરી લીધું કે ભાઈ-ભાઈ નાં યુદ્ધ માટે તેનાથી ઉપયુક્ત સ્થાન હોઈ શકે નહીં. એટલા માટે તેમણે મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્ર ને પસંદ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *