શ્રીકૃષ્ણ કહે છે કે દરરોજ આ સમયે નહાવા થી દુર થાય છે ગરીબી અને કષ્ટ

હિન્દુ સંસ્કૃતિમાં સ્નાનનું ખુબ જ મહત્વ છે. આખા વર્ષમાં એવા ઘણા દિવસ આવે છે જ્યારે લોકો મોક્ષની મનોકામના ની સાથે પવિત્ર નદીઓમાં ડુબકી લગાવે છે. વળી ઘરમાં સ્નાનનું પણ અલગ મહત્વ જણાવવામાં આવેલ છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. પરંતુ કયા સમયે સ્નાન કરવું જોઈએ તે પણ ખુબ જ મહત્વ ધરાવે છે આપણા ધર્મગ્રંથોમાં તેના વિશે સ્પષ્ટ પણે જણાવવામાં આવેલ છે અને સવારના સ્નાનને ચાર ઉપનામ આપવામાં આવેલ છે. આ નામ છે – મુનિ સ્નાન, દેવ સ્નાન, માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન.

મોટાભાગે આપણે સ્નાન દિનચર્યાના બીજા કામની જેમ જ કરીએ છીએ, એટલે કે જ્યારે પણ આપણને સમય મળે છે તે સમયે આપણે સ્નાન કરી લેતા હોઈએ છીએ. પરંતુ હિન્દુ ધર્મમાં સ્નાન કરવા માટેનો પણ સમય નક્કી કરવામાં આવેલ છે. જો આ નક્કી કરવામાં આવેલા સમય ઉપર સ્નાન કરવામાં ન આવે તો જીવનમાં ઘણી બધી પરેશાનીઓ અને સંકટ આવવા લાગે છે. સામાન્ય રીતે તો પુરાણોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું સર્વોત્તમ માનવામાં આવેલ છે, પરંતુ જો ઘરમાં સ્નાન કરી રહ્યા છો તો તેના માટેના પણ અમુક ખાસ નિયમ બનાવવામાં આવેલા છે.

સવારે પ થી ૬ વાગ્યાની વચ્ચે કરવામાં આવતું સ્નાન દેવ સ્નાન કહેવામાં આવે છે. આ સમય પર કરવામાં આવેલું સ્નાન શ્રેષ્ઠ સ્નાન જણાવવામાં આવેલ છે. તેનાથી જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સુર્યોદયનાં સમયે અથવા તો સુર્યોદય બાદ કરવામાં આવતું સ્નાન પણ ઉત્તમ ફળ આપનાર કહેવામાં આવે છે. તેને માનવ સ્નાન કહેવામાં આવે છે. તેનો સમય સવારે ૬ થી ૮ વાગ્યાની વચ્ચેનો કહેવામાં આવે છે. સવારે ૮ વાગ્યા બાદ જે સ્નાન કરવામાં આવે છે, તેને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. આ સ્નાનને ધર્મ પુરાણો અનુસાર નિષેધ માનવામાં આવે છે.

વળી જે સ્નાન સવારે ૮ વાગ્યા બાદ કરવામાં આવે છે, તેને રાક્ષસ સ્નાન કહેવામાં આવે છે. આ ૪ પ્રકારના સ્નાનમાં મુની સ્નાન સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે. દેવ સ્નાનને ઉત્તમ સ્નાન, માનવ સ્નાનને સામાન્ય સ્નાન, પરંતુ રાક્ષસ સ્નાનને સૌથી નિમ્ન કોટી નું સ્નાન જણાવવામાં આવેલ છે. વળી રાક્ષસ સ્નાન કરવાવાળા લોકોને રાક્ષસ પણ કહેવામાં આવેલ છે. એટલા માટે આપણે ક્યારેય પણ કોઈપણ સ્થિતિમાં સવારે ૮ વાગ્યા બાદ સ્નાન કરવું જોઈએ નહીં.

આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં જેવી રીતે ૪ પ્રકારના સ્નાનનું વર્ણન કરવામાં આવેલ છે, એવી જ રીતે આ ચાર પ્રકારના સ્નાનથી મળતા ફળ વિશે પણ જણાવવામાં આવેલ છે. જેમ કે મુની સ્નાન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, બળ અને આરોગ્યનું આગમન થાય છે. દેવ સ્નાન કરનાર વ્યક્તિના જીવનમાં યશ, કીર્તિ, સુખ, શાંતિ અને સંતોષ આવે છે. માનવ સ્નાન કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને તેના સારા કર્મોને લીધે પરિવારમાં એકતા જળવાઈ રહે છે. વળી રાક્ષસી સ્નાન કરનાર વ્યક્તિને પોતાના જીવનમાં ગરીબી, નુકસાની, કલેશ અને ધનહાની નો સામનો કરવો પડે છે.