શ્રીકૃષ્ણએ પોતે કહ્યું છે કે સારો સમય આવતા પહેલા મળે છે આ ૭ સંકેત

ભાગ્યથી વધારે અને સમય પહેલા કોઈને કંઈ મળતું નથી. જેના નસીબમાં જેટલું લખેલું હોય છે તેને એટલું જ મળે છે અને સમય આવવા પર જ મળે છે. એટલા માટે સમયની વ્યક્તિનાં જીવનમાં મહત્વની ભુમિકા હોય છે. ક્યારેક ક્યારેક વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે, તો ક્યારેક ખરાબ સમય પણ આવે છે. કહેવામાં આવે છે કે સારો સમય વ્યક્તિના જીવનમાં લાંબો સમય સુધી રહેતો નથી. એવી જ રીતે ખરાબ સમય પણ વધારે સમય સુધી રહેતો નથી.

સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. જો કોઈ નો સમય સારો હશે તો તેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તો ચાલો અમુક સંકેતો નાં આધાર પર તમે પણ જાણી શકો છો કે તમારી સાથે કંઈક સારું થવાનું છે. તો ચાલો આવા સંકેતો વિશે તમને જણાવીએ.

જ્યારે સવારે ઉઠી ગયા બાદ તમને અંદરથી એક ખુશી મહેસુસ થવા લાગે અને જ્યારે તમે પોતાના ચહેરાને અરીસામાં જુઓ તો તમને પોતાના ચહેરા માં એક અલગ પ્રકારની ચમક મહેસુસ થવા લાગે તો તમારે સમજી જવું જોઈએ કે તે દિવસે તમારી સાથે કંઈક સારું બનવાનું છે અથવા તો આવા સંકેતો નો મતલબ એવો હોય છે કે તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થવાની છે.

કોઈ કારણ વગર પરિવારના કોઈ સદસ્ય તરફથી તમને જો અમુક પૈસા મળે તો તેનો મતલબ હોય છે કે તમને કોઈ કામમાં સફળતા મળવાની છે અને તમારો જેટલો પણ ખરાબ સમય ચાલી રહ્યો હતો તે હવે દુર થવાનો છે. તેની સાથે જ તમારા ધનમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના વધી જાય છે.

જો તમે કોઈ કામ થી બહાર જઇ રહ્યા છો અને તમને રસ્તામાં પાણી થી ભરેલો ઘડો અથવા તો દુધથી ભરેલું વાસણ જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમને પોતાના કાર્યમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

તે વાત બધા જાણે છે કે પશુ-પક્ષી પણ આપણને આવનારા સમયમાં નો સંકેત આપે છે. જો તમારા ઘર અથવા આસપાસ બિલાડી બચ્ચાને જન્મ આપે છે તો તે સારા સમયનો સંકેત છે. ઘરેથી બહાર જતા સમયે કોઈ હસતું બાળક તમને જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારો આજનો દિવસ ખુબ જ સારો પસાર થવાનો છે. સાથોસાથ તમને કોઈ મોટો ધનલાભ મળવાની પણ સંભાવના રહેલી છે.