શું તમે જાણો છો શ્રીકૃષ્ણ નાં ભાભીનું નામ શું હતું? તમારા માંથી ૯૮% લોકો નહીં જાણતા હોય

Posted by

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સોની ટીવી પર પ્રસારિત થનાર ખુબ જ લોકપ્રિય કાર્યક્રમ “કૌન બનેગા કરોડપતિ” લોકોમાં ખુબ જ પોપ્યુલર છે અને તેનું એક કારણ એ પણ છે કે આ શોને હોસ્ટ બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. વળી તમને તો જાણ હશે કે આ શો એવો છે, જે અહીંયા આવતા પ્રતિયોગીઓને મિનિટમાં લાખોપતિ અને કરોડપતિ બનાવી દે છે. જોકે તેના માટે તમારે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવાનો હોય છે, ત્યારે જ તે સંભવ બને છે.

તેવામાં થોડા સમય પહેલા કેબીસીમાં એક સવાલ પુછવામાં આવ્યો હતો, જેનો સાચો જવાબ આપવા પર પ્રતિયોગીને ૨૫ લાખની રકમ મળવાની હતી. પરંતુ અફસોસની વાત એ છે કે જવાબ ન માલુમ હોવાને લીધે પ્રતિયોગીએ ગેમ અધવચ્ચે છોડી દીધી હતી અને ફક્ત ૧૨.૨૫ લાખ રૂપિયા લઈને નીકળી ગયેલ હતા. આ એપિસોડ ખુબ જ જુનો હતો.

હકીકતમાં કેબીસીમાં ૨૫ લાખ રૂપિયા માટે અમિતાભ બચ્ચને સામે બેઠેલા પ્રતિયોગીને સવાલ કર્યો હતો કે, “ભગવાન શ્રીકૃષ્ણની ભાભીનું નામ શું હતું?” હવે તે પ્રતિયોગી અહીં ફસાઈ ગયો અને તેણે ગેમ અધુરી છોડવી પડી હતી. જોકે ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણી બધી જાણકારીઓ રહેલી છે. પરંતુ આ સવાલનો જવાબ આપી શક્યો નહીં. બની શકે કે કદાચ તમને પણ તેનો જવાબ માલુમ નહિ હોય. તો ચાલો જાણીએ કે શ્રીકૃષ્ણના ભાભીનું નામ શું હતું.

દેવકી નાં સાતમાં પુત્ર હતા કૃષ્ણનાં મોટા ભાઈ

સર્વપ્રથમ તો તમને જણાવી દઈએ કે શ્રીકૃષ્ણના મોટાભાઈ એટલે કે બલરામજી નો જન્મ વાસુદેવ ની પહેલી પત્ની રોહિણી નાં ગર્ભ થયો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પુરાણો અનુસાર શ્રી કૃષ્ણના ભાઇ બલરામનો જન્મ ખુબ જ ચમત્કારીક રીતે થયો હતો. જેને આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે સરોગેસી ની એક રીત માનીએ છીએ. બલરામ દેવકીના સાતમાં પુત્ર હતા. જોકે તેને યોગમાયા એ દેવકીના ગર્ભમાંથી કાઢીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા હતા.

બલરામજીની પત્ની એક દિવ્ય કન્યા હતી

શ્રીકૃષ્ણનાં મોટાભાઈ હતા બલરામજી, જેને તેઓ પ્રેમથી “દાઉ” કહીને બોલાવતા હતા. જણાવી દઈએ કે જે રીતે બલરામજી નો જન્મ ખુબ જ વિશેષ રીતે થયો હતો, કંઈક એવી જ રીતે તેમના લગ્નની કહાની પણ અદભુત અને દિવ્ય જણાવવામાં આવે છે. હકીકતમાં તેમના વિવાહ તેમની ઉંમર થી ઘણા લાખ વર્ષ મોટી એક દિવ્ય કન્યા સાથે થયા હતા. તમને આ સાંભળીને ખુબ જ આશ્ચર્ય થયું હશે અને અજીબ પણ લાગી રહ્યું હશે. પરંતુ આ વાતનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ કરવામાં આવેલ છે. તેમની પત્નીનું નામ “રેવતી” હતું, જેનો જન્મ અગ્નિથી થયો હતો.

પુરાણો અનુસાર જણાવવામાં આવે છે કે તે સમયે ધરતીલોક ઉપર રેવત નામના એક રાજા હતા, જેને પોતાની કન્યાને ખુબ જ વિશેષ રૂપથી ઉત્પન્ન કરેલ હતી અને તેને વિશેષ શિક્ષા પણ આપી હતી. જણાવવામાં આવે છે કે જ્યારે રેવતી વિવાહ યોગ્ય થઈ તો રાજાએ તેના માટે કોઈ યોગ્ય વર ની શોધ શરૂ કરી, જે તેના સમાન હોય. પરંતુ લાખો પ્રયત્ન કરવા છતાં પણ તેમને કોઈ યોગ્ય વર મળી શક્યો નહીં, તો તેઓ પોતાની સમસ્યાઓની સાથે પોતાની પુત્રીને લઇને બ્રહ્મલોકમાં પહોંચી ગયા.

અહીંયા પર બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે તમે ફરીથી ધરતી પર જાઓ, જ્યાં હાલના સમયમાં ભગવાન વિષ્ણુએ એક મનુષ્યનાં રૂપમાં રહેલા છે અને તે સિવાય શેષનાગ જેમણે બલરામજી નું સ્વરૂપ ધારણ કરેલું છે, તેમાંથી કોઈ એક સાથે તમે પોતાની દિવ્ય કન્યાનાં વિવાહ કરાવો. વળી તેઓ આ કન્યા માટે સર્વશ્રેષ્ઠ છે.

રાજા રેવત નાં પ્રસ્તાવને સાંભળીને બલરામજી વિવાહ માટે તૈયાર થઈ ગયા. પરંતુ હવે તેમની સમક્ષ એક નવી સમસ્યા ઊભી થઈ હતી અને તે સમસ્યા હતી ઉંમર અને કન્યાનાં શરીરનો બાંધો, જે બલરામજી ખુબ જ વધારે મોટી હતી. જોકે તેના પર શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે આ સમસ્યા એટલા માટે છે કારણ કે રાજા રેવત નાં બ્રહ્મલોકમાં જવા તથા ત્યાંથી પરત આવવામાં સત્યયુગ અને ત્રેતાયુગમાં પસાર થઈ ગયા છે. આટલા સમયમાં મનુષ્યનાં આકાર અને પ્રકૃતિ બંનેમાં ખુબ જ બદલાવ આવી ગયો છે, જેના લીધે તમારો આકાર મોટો છે અને અમારો આકાર નાનો છે.

પરંતુ તેનાથી રાજા એવત કંઈ વધારે સંતુષ્ટ થયા નહીં અને દ્વિધામાં હતા. ત્યારે બલરામજી એ તેમની સમસ્યાનો ખુબ જ અનોખો ઉકેલ કાઢ્યો હતો અને પોતાનું દિવ્ય હળ ઉઠાવ્યું અને તેને રેવતી નાં માથા અને ખભા પર રાખી દીધું. જેવું બલરામજી એ આવું કર્યું તે ક્ષણે યુવતીનો આકાર ઘટવા લાગ્યો અને તે ઓછો થઈને બલરામજીનાં સમાન બની ગયો. આ ચમત્કાર બાદ રેવત ખુબ જ પ્રસન્ન થયા અને ત્યારબાદ બલરામ અને રેવતી નાં વિવાહ સંપન્ન થયા. તો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ ને રેવતી નાં રૂપમાં પોતાની ભાભી મળી હતી, જેના વિશે આજે પણ મોટાભાગનાં લોકો અજાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *