શ્રી કૃષ્ણજી ની મનપસંદ વાંસળી તમારા નસીબનાં દ્વાર ખોલી નાંખશે, જાણો તેના ઉપાયો

Posted by

શાસ્ત્રોના અનુસાર જોવા જઈએ તો ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય વાંસળીનું ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. જો વ્યક્તિ વાંસળીને પોતાના ઘરમાં રાખે છે તો તેનાથી જીવનમાં શુભ ફળ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણજી ને વાંસળી વગાડવાનું ખૂબ જ પસંદ હતું અને તેની મધુર ધ્વનિ થી મન પ્રફુલ્લિત થઇ જાય છે. પરંતુ કૃષ્ણજી ની આ વાસળી તમારું નસીબ બદલવાની શક્તિ રાખે છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર વાંસળી વાસ્તુ દોષો દૂર કરવાનું કાર્ય કરે છે.

જો તમે વાસ્તુશાસ્ત્ર બતાવેલા થોડા ઉપાયોને કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ આવી જશે. આ ઉપાયોથી પૈસાની તંગીને પણ દૂર થઈ શકે છે. આજે અમે તમને વાસ્તુશાસ્ત્રના અનુસાર કૃષ્ણ પ્રિય વાંસળી તમારી કિસ્મત કેવી રીતે બદલી શકે છે, તેનાથી જોડાયેલા કંઈક ઉપાયો વિશે બતાવવાના છીએ. તો ચાલો આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાંસળી ના ઉપાય.

  • ઘર-પરિવારના વાદવિવાદ ને દૂર કરવા માટે તમે એક જ કલરની બે વાંસળી પોતાના ઘરના હોલમાં રાખો. આ ઉપાયને કરવાથી ઘર-પરિવારના સદસ્યોની વચ્ચે થવા વાળા મતભેદો દૂર થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.
  • જો તમને તમારા વેપારમાં કોઈપણ પ્રકારની ખલેલ ઉત્પન્ન થઈ રહી છે અથવા તો વેપાર-ધંધાને લગતી સમસ્યાઓ તમારો પીછો નથી છોડતી. તો એવામાં તમે તમારા કાર્યસ્થળની છત ઉપર લાલ રંગના દોરાથી વાંસળી બાંધીને લટકાવી દો. આનાથી તમારા વેપારમાં જે પણ કોઈ સમસ્યાઓ હશે તે દૂર થશે.
  • જો તમને નોકરીમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થઇ રહી છે. તો એવામાં તમે પોતાના બેડરૂમના દરવાજા ઉપર પીળા કલરની વાંસળી લટકાવી દો. આનાથી નોકરીથી સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને તમને એક સારી નોકરી મળશે.

  • ઘણીવાર જોવામાં આવ્યું છે કે દાંપત્યજીવનમાં વાદવિવાદ થાય છે. પતિ-પત્ની વચ્ચે લડાઈ અને ઝઘડાનું મુખ્ય કારણ વાસ્તુદોષને પણ માનવામાં આવે છે. એવામાં તમે તમારા બેડરૂમની છત ઉપર ૨ વાંસળી લાલ કલરના દોરાથી બાંધીને લટકાવી દો. આનાથી તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે.
  • જો કોઈપણ વ્યક્તિને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, પરંતુ તેમની ઇચ્છા પૂરી નથી થઈ રહી. તો એવામાં પતિ પત્નીએ પોતાના રૂમમાં લીલા કલરની વાંસળી રાખવી એ શુભ માનવામાં આવે છે.
  • જો અમે વાસ્તુશાસ્ત્રના અનુસાર જોઇએ તો મંદિરમાં ચાંદીની વાંસળી રાખવાથી ઘરની અંદરના ધનની દેવી લક્ષ્મી માતાજીનો વાસ બની રહે છે અને આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે. ચાંદી ની વાંસળી ઘરમાં પૈસાની તંગીને દૂર કરે છે.

  • જો તમે તમારા રસોડામાં સોનેરી કલરની વાંસળી રાખો છો તો તેનાથી રોગોથી રાહત મળે છે અને જો કુટુંબનો કોઈપણ વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય તો સોનેરી કલરની વાંસળીને રસોડામાં રાખવી અતિ લાભદાયક માનવામાં આવ્યું છે.
  • વાસ્તુશાસ્ત્રના અનુસાર જો ઘરની અંદર વાંસળી મૂકવામાં આવે તો તેનાથી ઘરની આસપાસ કોઈ પણ નકારાત્મક ઉર્જા રહેતી નથી અને ઘર પરિવારનું વાતાવરણ સકારાત્મક રહે છે. અને જો તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે તો ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. એટલે જ તમારે પોતાના ઘરના દરેક ખૂણામાં અલગ-અલગ કલરની વાંસળી રાખવી જોઈએ. પોતાના ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ જરૂરથી વાંસળી લટકાવીને રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *