શ્રીકૃષ્ણએ કહેલું છે કે ઘરનાં મંદિરમાં એક વસ્તુ મુકી દો, બની જશો ધનવાન

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં વસ્તુઓ અને તેની સ્થિતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલ દરેક વસ્તુમાં એક ઊર્જા હોય છે, જેની વ્યક્તિ ઉપર સકારાત્મક અથવા નકારાત્મક અસર પડે છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુદોષ હોય તો પૂર્ણ થવા આવેલુ કામ પણ અટકી જાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં કઈ ચીજો રાખવી જોઈએ, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે અને તમારા ઉપર તથા તમારા પરિવાર ઉપર હંમેશા મા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે. જે મંદિર માટે સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ મંદિર બનાવવું જોઈએ નહીં. કહેવામાં આવે છે કે જો મંદિરનો મુખ દક્ષિણ દિશા તરફ હોય તો ધનહાની થવાની સંભાવના રહે છે.

મોર પંખ માટે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રેમ જગ જાહેર છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં મોર પંખ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથોસાથ ઘરમાં રહેતા લોકોની વચ્ચે પણ પ્રેમ અને સુખ-શાંતિ જળવાઈ રહે છે.

ઘરમાં નિયમિત રૂપથી શંખ વગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. કહેવામાં આવે છે કે ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથોસાથ ઘરમાં ધન ધાન્યની પણ ક્યારેય કમી રહેતી નથી. એવી પણ માન્યતા છે કે શંખને ઘરમાં રાખવાથી કોઈ પણ કાર્યમાં આવી રહેલી અડચણ દૂર થઈ જાય છે.

હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે. કહેવામાં આવે છે કે પવિત્ર જળ ક્યારેય પણ ખરાબ થતું નથી. હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એજ કારણ છે કે ઘરના મંદિરમાં હંમેશા પવિત્ર જળ રાખવું જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરના બધા વ્યક્તિઓ ઉપર પોતાની કૃપા વરસાવે છે.

શાલીગ્રામ ભગવાન વિષ્ણુનું જ એક રૂપ માનવામાં આવે છે. ભગવાન શાલીગ્રામ ને પૂજા સ્થળ ઉપર રાખવા અત્યંત શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં એક જ શાલીગ્રામ હોવા જોઈએ. ઘણા ઘરના મંદિરમાં શાલીગ્રામની સંખ્યા એક કરતાં વધારે રાખવામાં આવે છે, જે બિલકુલ પણ યોગ્ય નથી.

હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગૌમૂત્રને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવેલ છે. માન્યતા છે કે ઘરના મંદિરમાં ગૌમૂત્ર રાખવાથી ઘરના બધા સદસ્યો ઉપર દેવી-દેવતાઓના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.