શું કોરોનાને રોકવા માટે જરૂરી છે કે વધુમાં વધુ વાયરસ ફેલાય? વેક્સિન વગર હર્ડ ઇમ્યુનિટી દ્વારા કેવી રીતે ખતમ થશે વાયરસ

Posted by

કોરોના વાયરસનો પ્રકોપ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. ચીનમાં મહામારી બનીને નિકળેલ આ ઘાતક વાયરસ ૨૧૦ થી વધારે દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં ૫૩,૪૩,૭૨૮ લોકો સંક્રમિત થયા છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યું છે. જોકે ૨૧,૮૦,૦૬૬ લોકોએ આ વાયરસને હરાવી પણ દીધો છે અને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી ગયા છે. કોરોનાવાયરસ નો કોઈ ઈલાજ નથી. જોકે તેની વચ્ચે ઇટાલી એ દુનિયાને પહેલી કોરોના વાયરસ વેક્સિન બનાવી હોવાનો દાવો પણ કર્યો છે. પરંતુ આ ખબરમાં કેટલી સત્યતા છે અને તે વેક્સિન બજારમાં ક્યારે આવશે, તેના વિશે ચોક્કસ કોઈ માહિતી કે જાણકારી નથી.

દુનિયાભરના તમામ ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો દિવસ-રાત એક કરીને કોરોના વાયરસનો ઈલાજ શોધવામાં જોડાયેલા છે. પાછલા બે મહિનામાં જેટલા પણ અધ્યયનોમાં દવા બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો, તેના પરથી ફક્ત એ વાત માલુમ પડે છે કે કોરોના વાયરસની કોઈપણ દવા અથવા વેક્સિન આવવામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ જેવો સમય લાગી શકે છે. તેની વચ્ચે કોરોના વાયરસનો પ્રકોપ કયા લેવલ સુધી જઈ શકે છે તે વાતનો અંદાજો ઝડપથી વધી રહેલા આંકડાઓને જોઇને લગાવી શકાય છે.

કોરોના વાયરસને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો ૨ ભાગમાં વહેંચાયેલા છે. એક ગ્રૂપનું કહેવું છે કે આ વાયરસ થી બચવું હોય તો લોકડાઉન જરૂરી છે. વળી બીજા ગ્રૂપનું કહેવું છે કે લોકડાઉન માંથી લોકોને આઝાદી આપવી જોઈએ. કારણ કે આ એક જ ઉપાય છે જેનાથી કોરોના વાયરસ સાથે લડવામાં મદદ મળી શકે છે. અને તે ચીજ છે હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity). કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી સમગ્ર દુનિયાને કોરોના વાયરસ સાથે લડવામાં મદદ મળી શકે છે. તો ચાલો જાણીએ કે હર્ડ ઇમ્યુનિટી શું છે અને તે કોરોના વાયરસને ખતમ કરવામાં કેવી રીતે સહાય કરી શકે છે.

હર્ડ ઇમ્યુનિટી શું છે?

હર્ડ ઇમ્યુનિટીનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે તો સામૂહિક રોગ પ્રતિરોધક ક્ષમતા થાય છે. વળી હર્ડ નું શાબ્દિક અનુવાદ ટોળું થાય છે. વિશેષજ્ઞોના અનુસાર જો કોરોના વાયરસને સિમિત રૂપથી ફેલાવવાનો મોકો આપવામાં આવે તો તેનાથી સામાજિક સ્તર પર કોરોના વાયરસને લઈને એક રોગપ્રતિરોધક ક્ષમતા વિકસિત થશે. જેના લીધે લોકો આ વાયરસથી સંક્રમિત થશે, વ્યક્તિના શરીરમાં તેની સાથે લડવાની તાકાત તેટલી વધારે ઉત્પન્ન થશે. તેને જ હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજવામાં આવે તો જ્યારે દુનિયામાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસ થી સંક્રમિત થઇ જશે, ત્યારે તેમનામાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ પેદા થઇ જશે. ત્યારબાદ કોરોના વાયરસની લોકો પર વધારે અસર નહીં થાય. તેનો મતલબ છે કે જે લોકો બીમારી સાથે લડીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે, તેઓ આ બીમારીથી “ઇમ્યુન” થઈ જાય છે, એટલે કે તેમનામાં પ્રતિરક્ષણાત્મક ગુણ વિકસિત થઇ જાય છે.

એક ઉદાહરણ પરથી સમજવામાં આવે તો, માની લો કે કોઈ વ્યક્તિને સંક્રમણ થયું અને ત્યારબાદ તેની રોગપ્રતિરોધક ક્ષમતા એ વાયરસનો મુકાબલો કરવા માટે સક્ષમ એન્ટિબોડીઝ તૈયાર કરી લીધા. જેમ-જેમ વધારે લોકો ઇમ્યુન થતાં જાય છે, તેમ-તેમ સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો થતો જાય છે. તેનાથી તે લોકોને પણ પરોક્ષ રૂપથી સુરક્ષા મળી જાય છે જે ના તો સંક્રમિત થયા છે અને ના તે બીમારી માટે “ઇમ્યુન” છે.

ભારતમાં કેટલી સફળ થશે હર્ડ ઇમ્યુનિટી

પ્રિન્સટન યુનિવર્સિટી અને સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિક્સનાં શોધકર્તાઓના કહેવું છે કે હર્ડ ઇમ્યુનિટી ની ટેકનોલોજી ભારતમાં કોરોના સાથે લડવા માટે કારગર સાબિત થઇ શકે છે. શોધકર્તાઓના કહેવું છે કે આ વૈજ્ઞાનિક ટેકનીક હકીકતમાં ભારત જેવા દેશમાં કામ કરી શકે છે. કારણ કે ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા વધારે છે, જેનાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવાનો ખતરો ખૂબ જ ઓછો હશે.

આંકડાઓ અનુસાર જે દેશોમાં મલેરિયા ફેલાઈ ચૂક્યો છે, ત્યાં કોરોના વાયરસની અસર બિલકુલ નથી અથવા તો ખૂબ જ ઓછી છે. હકીકતમાં આવું એટલા માટે છે કારણ કે જે શરીરમાં મેલરીયા એક વખત એક્સપોઝ થઈ જાય છે, તે શરીરમાં પાથ વે ડેવલપ થઈને ઝીંક આયનોસ્ફેયર પેદા કરે છે, જેનાથી આ વાયરસ કમજોર પડવા લાગે છે. પરંતુ હર્ડ ઇમ્યુનિટી ની થીયરી ભારતીય લોકો પર અસર કરશે કે નહીં, તે વાતને હજુ સાબિત કરવામાં આવી નથી.

સરકારી પગલા ઉપરથી મળ્યા હર્ડ ઇમ્યુનિટીનાં સંકેત

લોકડાઉન ૪.૦ સરકાર દ્વારા હવે ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. મોટાભાગની દુકાનો અને ધંધા-વેપારને હવે ખોલી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે લોકોએ હવે કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે. વળી, સૌથી મોટો સંકેત સરકાર દ્વારા સતર્કતા સાથે ટ્રેન અને બસ સેવાઓ ચાલુ કરવાનો નિર્ણય છે. સરકાર દ્વારા હવે સામાન્ય ગતિવિધિઓને ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે. જેનાથી પણ હર્ડ ઇમ્યુનિટી નાં સંકેત મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *